Home /News /gujarat /કોલસા કૌભાંડમાં પૂર્વ સચિવે વડાપ્રધાનને અજાણ રાખ્યા

કોલસા કૌભાંડમાં પૂર્વ સચિવે વડાપ્રધાનને અજાણ રાખ્યા

બહુચર્ચિત કોલસા કૌભાંડમાં બદનામ થયેલા તત્કાલિન વડાપ્રધાન મનમોહનસિંહને રાહત મળે એવા તથ્યો સામે આવ્યા છે. કોલ બ્લોક ફાળવણીમાં કરોડોની ગેરરીતિના મામલે સીબીઆઇએ નવા કેટલાક તથ્યો રજ કર્યા છે. જેમાં તત્કાલિન મુખ્ય સચિવે વડાપ્રધાન કાર્યાલયને ઘણી બાબતોથી અજાણ રાખ્યાનું સામે આવ્યું છે.

બહુચર્ચિત કોલસા કૌભાંડમાં બદનામ થયેલા તત્કાલિન વડાપ્રધાન મનમોહનસિંહને રાહત મળે એવા તથ્યો સામે આવ્યા છે. કોલ બ્લોક ફાળવણીમાં કરોડોની ગેરરીતિના મામલે સીબીઆઇએ નવા કેટલાક તથ્યો રજ કર્યા છે. જેમાં તત્કાલિન મુખ્ય સચિવે વડાપ્રધાન કાર્યાલયને ઘણી બાબતોથી અજાણ રાખ્યાનું સામે આવ્યું છે.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
    નવી દિલ્હી # બહુચર્ચિત કોલસા કૌભાંડમાં બદનામ થયેલા તત્કાલિન વડાપ્રધાન મનમોહનસિંહને રાહત મળે એવા તથ્યો સામે આવ્યા છે. કોલ બ્લોક ફાળવણીમાં કરોડોની ગેરરીતિના મામલે સીબીઆઇએ નવા કેટલાક તથ્યો રજ કર્યા છે. જેમાં તત્કાલિન મુખ્ય સચિવે વડાપ્રધાન કાર્યાલયને ઘણી બાબતોથી અજાણ રાખ્યાનું સામે આવ્યું છે.

    સીબીઆઇએ આજે સ્પેશિયલ કોર્ટ સમક્ષ કહ્યું કે, પૂર્વ કોલસા સચિવ એચ.સી.ગુપ્તએ કથિત કોઇ કારણોસર તત્કાલિન પ્રધાનમંત્રી મનમોહનસિંહથી કેટલાક મહત્વના તથ્યો છુપાવ્યા હતા. ઝારખંડ સરાકરે વિની આર્યન એન્ડ સ્ટીલ ઉદ્યોગ લિ. વીઆઇએસયુએલને કોલસા બ્લોક આપવાની ભલામણ કરી ન હોવા સહિતના મહત્વના તથ્યો એમણે વડાપ્રધાનથી કોઇ કારણોસર છુપાવ્યા હતા.

    બહુચર્ચિત કોલસા કૌભાંડમાં આરોપનામું ઘડવા માટે પોતાની દલીલ કરતાં સીબીઆઇએ કહ્યું હતું કે, મુખ્ય અધિકારીઓને ખબર હતી કે રાજ્ય સરકારે વીઆઇએસયુએલને કોલસા બ્લોક આપવાની ભલામણ કરવામાં નથી આવી પરંતુ તેમણે વડાપ્રધાન કચેરીને મોકલેલી ફાઇલમાં આનો ઉલ્લેખ કર્યો ન હતો. જોકે અહીં નોંધનિય છે કે, અ સમયે કોલસા મંત્રાલય વડાપ્રધાન પાસે હતો.

    સિનિયર સરકારી વકીલ વી કે શર્માએ સીબીઆઇની સ્પેશિયલ કોર્ટમાં રજુઆત કરી હતી કે, સચિવ ગુપ્તએ જે ફાઇલ કોલસા મંત્રીને મોકલી હતી એમાં આ વાતનો ઉલ્લેખ ન હતો કે વીઆઇએસયુએલની ભલામણ રાજ્ય સરકારે કરી નથી. પરંતુ એ કે બસું ઝારખંડના તત્કાલિન મુખ્ય સચિવ અને આ ગોટાળામાં આરોપી એવા ગુપ્તએ તપાસ સમિતિની બેઠકમાં આ વાત પર ભાર મુક્યો હતો કે વીઆઇએસયુએલને કોલ બ્લોક આપવામાં આવે.

    સરકારી વકીલે એવી પણ દલીલ કરી હતી કે, ગુપ્તએ કોલસા મંત્રાલયને મોકલેલી નોટીંગમાં પણ આનો કોઇ ઉલ્લેખ કરાયો ન હતો. તેમણે કોલસા મંત્રાલયથી આ વિગતો અજાણ રાખ્યા હતા.
    First published:

    Tags: ભારત સરકાર, મનમોહનસિંહ, સરકારી વકીલ, સીબીઆઇ

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો