Home /News /gujarat /આખરે CNG પંપ સંચાલકોએ હડતાળનો નિર્ણય હાલ પૂરતો પડતો મૂક્યો, શું માંગ છે તેમની?

આખરે CNG પંપ સંચાલકોએ હડતાળનો નિર્ણય હાલ પૂરતો પડતો મૂક્યો, શું માંગ છે તેમની?

સીએનજી પંપ સંચાલકોએ હાલ હડતાળનો નિર્ણય પડતો મૂક્યો

Gujarat CNG Strike: ગુજરાતમાં સીએનજી સંચાલકો દ્વારા શુક્રવારથી પંપ બંધ રાખીને હડતાળ પર જવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. કમિશનના વધારા મુદ્દે હડતાળનો નિર્ણય લેવામાં આવ્યો હતો જોકે, હાલ પૂરતો આ નિર્ણય ચોક્કસ સમય માટે મોકૂફ રાખવામાં આવ્યો છે. જોકે, આગામી સમયમાં તેમની માગણી નહીં સંતોષાય તો આ અંગે ફરી કોઈ નિર્ણય ઓપરેટર્સ દ્વારા લેવામાં આવી શકે છે.

વધુ જુઓ ...
  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
અમદાવાદઃ CNG પંપ ચાલકોની હડતાળની જે ચર્ચા હતી તેના પર પૂર્ણ વિરામ મૂકાઈ ગયું છે. પંપ ચાલકો દ્વારા હડતાળ મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના સીએનજી પંપ પર અગાઉ હડતાળ મૂકવાની જાહેરાત કરી હતી. કમિશન વધારવાની માંગ સાથે આ હડતાળની જાહેરાત કરવામાં આવી હતી જોકે, હવે શુક્રવારથી હડતાળ પર જવાનો પ્લાન મોકૂફ રાખવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે, ચોક્કસ સમયમાં નિર્ણય નહીં લેવાય તો ફરી એકવાર હડતાળની જાહેરાત કરવામાં આવી શકે છે.

સીએનજીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો હતો જોકે, તેના કમિશનમાં વધારો કરવાની માંગ અને રજૂઆતો બાદ નિર્ણયના લેવાતા રાજ્યના સીએનજી સંચાલકો દ્વારા હડતાળ પર ઉતરી જવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી જોકે, હવે તે નિર્ણયને પડતો મૂકવામાં આવ્યો છે. એટલે કે રાજ્યના તમામ સીએનજી પંપ ચાલુ જ રહેશે.

સીએનજીની હડતાળનો નિર્ણય કેમ લેવાયો હતો?


સીએનજી વેચાણનું માર્જિન છેલ્લા 55 મહિનાથી વધ્યું નથી. ડિલર્સ દ્વારા આ અંગે વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી. જોકે, આ રજૂઆત ધ્યાને ના લેવાતા હડતાળ પર ઉતરવાનો સંચાલકો દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે જે માર્જિનનો પ્રશ્ન છે તેના નિરાકરણ માટે વચ્ચેનો રસ્તો કાઢીને તેના માટે સમય માગવામાં આવ્યો છે. આ પછી ડિલર્સ દ્વારા હડતાળનો નિર્ણય પાછો ખેંચવામાં આવ્યો છે.


ડિલર્સ દ્વારા સમયમર્યાદા આપવામાં આવી છે અને તે સમયમર્યાની અંદર તેમના પક્ષમાં યોગ્ય નિર્ણય લેવાશે તેવી આશા બાંધી રહ્યા છે. જોકે, માગણી સંતોષવામાં નહીં આવે તો તેઓ ફરી એકવાર હડતાળ અંગે નિર્ણય લેશે. જોકે, હાલ શુક્રવારની હડતાળનો નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો છે.


હડતાળની ચીમકીથી વાહનચાલકો ચિંતિત હતા


સીએનજી પર પોતાના વાહન હંકારી રહેલા લોકો તથા રિક્ષા ચાલકો હડતાળની ચીમકીના કારણે ચિંતિત બન્યા હતા. આવામાં હડતાળ પહેલા ગેસ પૂરાવી લેવાની તૈયારીઓ પણ ઘણાં વાહનચાલકો દ્વારા કરવામાં આવી હતી. જોકે, હવે નિર્ણયને મોકૂફ રખાતા રિક્ષાચાલકો સહિતના સીએનજી સંચાલિત વાહનચાલકોએ રાહતનો શ્વાસ લીધો છે.
First published:

Tags: Ahmedabad news, CNG pump, Gujarati news