ખેડૂતો આનંદો! CM રૂપાણીએ કહ્યું, 'માવઠાથી થયેલ નુકસાનીનું વળતર 25મી ડિસેમ્બરથી ચુકવાશે'

News18 Gujarati
Updated: December 23, 2019, 8:31 PM IST
ખેડૂતો આનંદો! CM રૂપાણીએ કહ્યું, 'માવઠાથી થયેલ નુકસાનીનું વળતર 25મી ડિસેમ્બરથી ચુકવાશે'
સીએમ વિજય રૂપાણીની ફાઇલ તસવીર

25 ડિસેમ્બરે પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીના જન્મદિનથી રાજ્યમાં ખેડૂતોને ટેકાના ભાવે ખરીદાયેલી મગફળીનું પેમેન્ટ પણ ચુકવાશે.

  • Share this:
ગાંધીનગર : રાજ્યમાં કમોસમી વરસાદ અને માવઠાંના મારથી પરેશાન ખેડૂતોને આગામી 25 ડિસેમ્બરથી સરકાર સહાયતા ચુકવવાની શરૂઆત કરશે. આજે ગાંધીનગરમાં સી.એમ. વિજય રૂપાણીએ પત્રકારોને જણાવ્યું કે 25મી ડિસેમ્બર અટલ બિહારી વાજપેયીની જન્મદિનથી કિસાન સહાયતા યોજનાનો પ્રારંભ કરાશે. 25મી ડિસેમ્બરે રાજ્યમાં 8 સ્થળો પર કૃષિ મહોત્સવો યોજાશે જેમાં સરકાર માવઠાથી થયેલી નુકસાની અંતર્ગત સહાયતા ચુકવશે.

સી.એમ. રૂપાણીએ જણાવ્યું, “25મી ડિસેમ્બરે રાજ્યમાં 8 જગ્યાએ કૃષિ મહોત્સવો છે. આ કાર્યક્રમથી અમે ખેડૂતોને માવઠાંથી થયેલી નુકસાનીની સહાયતા ચુકવીશું. 'કિસાન સહાયતા યોજના' અંતર્ગત રાજ્યના 23.5 લાખ ખેડૂતોએ નોંધણી કરાવી છે. સરકારે ખેડૂતો માટે 3800 કરોડની રકમ સહાયતા પેકેજ તરીકે જાહેર કરી છે ત્યારે આગામી 25મી તારીખથી આ સહાયતા ચુકવવાની શરૂઆત થશે.”

આ પણ વાંચો : ખેડૂતો સાવધાન! તીડનું વધુ એક ઝૂંડ ઉત્તર ગુજરાતમાં આક્રમણ કરે તેવી આશંકા

ટેકાના ભાવે ખરીદેલી મગફળીનું પેમેન્ટ પણ થશે

મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું કે '25મી તારીખથી સરકાર માવઠાથી થયેલી નુકસાની માટે જાહેર કરેલ સહાયતા પેકેજની સાથે ટેકાના ભાવે ખરીદાયેલી મગફળીના પૈસાની ચુકવણી પણ શરૂ કરશે. ખેડૂતોને તબક્કાવાર પેમેન્ટની ચુકવણી કરવામાં આવશે. સરકાર આ દિને 'ગુડ ગવર્નન્સ ડે'ની ઉજવણી કરશે.તીડ નાથમાં કેન્દ્રની ટીમ કામેલાગી

બનાસકાંઠાના તીડ આક્રમણ ઉપર મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિવેદન આપ્યું છે. ગાંધીનગરમાં પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું, “તીડ નિયંત્રણ માટે કેન્દ્ર સરકારની મદદ લેવામાં આવી છે, કૃષિ વિભાગની ટિમો દ્વારા દવા નો છંટકાવ કરવા માં આવી રહ્યો છે. હાલમાં જે તીડ આવી ગયાં છે તેમનો નાશ કરી અને તીડને અટકાવવા માટે કામ થઈ રહ્યું છે ત્યારબાદ તીડથી થયેલી નુકસાની અંગે વિચારણા કરાશે.”

આ પણ વાંચો : સુરત : 40 વર્ષ પહેલાં દ.ગુજરાતના ખેડૂતોએ સફેદ માખીથી પાક બચાવવા આ ઉપાય કર્યો હતો

રાજ્યભરમાં CAAvના સરર્થનમાં કાર્યક્રમ

દરમિયાન મુખ્યમંત્રી રૂપાણીએ રાજ્યભરમાં યોજાનારા ભાજપના કાર્યક્રમ વિશે પણ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે આવતીકાલથી ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજ્યભરમાં CAAના સમર્થનમાં કાર્યક્રમ યોજાશે. રાજ્યનાં નાગરિકોને આ કાયદા વિશે અને તેના ફાયદા વિશે અવગત કરાશે.
First published: December 23, 2019
વધુ વાંચો
अगली ख़बर