CM રૂપાણીએ કહ્યું- આગામી વિધાનસભા સત્રમાં લવ જેહાદ માટે કાયદો ઘડી કાઢવામાં આવશે

CM રૂપાણીએ કહ્યું- આગામી વિધાનસભા સત્રમાં લવ જેહાદ માટે કાયદો ઘડી કાઢવામાં આવશે
ગોધરા ખાતે યોજાયેલી જાહેર ચૂંટણી સભામાં રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક મહત્વપૂર્ણ જાહેરાત કરી

ગોધરા ખાતે યોજાયેલી જાહેર ચૂંટણી સભામાં રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક મહત્વપૂર્ણ જાહેરાત કરી

 • Share this:
  ગોધરા : ગોધરા ખાતે યોજાયેલી જાહેર ચૂંટણી સભામાં રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. મુખ્યમંત્રીએ આગામી વિધાનસભા સત્રમાં લવ જેહાદ માટે કાયદો ઘડી કાઢવામાં આવશે એમ જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ તાજેતરમાં આવેલા મહાનગરપાલિકાના દ્રષ્ટાતને ટાંકતા કોંગ્રેસ ઉપર શાબ્દિક પ્રહારો કર્યા હતા. સાથે સાથે દેશના સર્વાંગી વિકાસ માટે પંચાયતથી પાર્લામેન્ટ સુધી ભાજપને જીતાડવા અપીલ કરી હતી.

  મુખ્યમંત્રીએ કહ્યું કે આવનારા દિવસોમાં વિધાનસભામાં અમે લવ જેહાદનો કાયદો લાવવાના છીએ. લવ જેહાદના નામે જે પ્રવૃત્તિ ચાલે છે એ પ્રવૃત્તિ હવે ચલાવવાના નથી. લવ જેહાદનો કડક કાયદો વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટી લાવવાની છે. મહાનગરપાલિકાના ભવ્ય પરિણામોએ ગુજરાતની જનતાનો મિજાજ બતાવી દીધો છે. જેણે કોંગ્રેસને સત્તા તો ઠીક પણ વિરોધ પક્ષ માટે પણ લાયક ગણ્યા નથી એ પ્રકારે જનતાએ પોતાનો મિજાજ દેખાડી આપ્યો છે. ગામડે-ગામડે વિકાસની સરવાણી પહોંચાડવી છે. 'સૌનો સાથ, સૌનો વિકાસ, સૌના વિશ્વાસ 'ના મંત્રને આપણે ફળીભૂત કરવો છે.  આ પણ વાંચો - અમદાવાદ : બનાવટી ડ્રાઇવિંગ લાઇસન્સ રેકેટ ઝડપાયું, જાણો કેટલા રૂપિયા પડાવતા હતા

  ઉત્તર પ્રદેશમાં યોગી સરકારે આ વિષયમાં કાયદો ઘડ્યા બાદ હવે ગુજરાતમાં પણ આ કાયદો પસાર કરવાના સૂર ઉઠી રહ્યા છે. રાજ્યના વડોદરા જિલ્લાના ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ ગુજરાતમાં લવ જેહાદનો કાયદો પસાર કરવાની માંગણી કરી ચૂક્યા છે.

  શૈલેષ મહેતાએ કહ્યું કે 'સમગ્ર દેશમાં લવ જેહાદના કિસ્સા વધી રહ્યા છે એને અનુલક્ષીને યુપીમાં સરકાર કાયદો લાવી છે. ગુજરાતમાં પણ લવ જેહાદના કિસ્સા દિવસે અને દિવસે વધી રહ્યા છે. યોગી સરકાર જો કાયદો લાવી શકતી હોય તો ગુજરાત સરકારે પણ આ કાયદો ઘડવો જોઈએ એવું અમારું સ્પષ્ટપણે માનવું છે. અમે મુખ્યમંત્રીને રજૂઆત કરીશું અને સરકાર દ્વારા આ કાયદો પસાર કરવામાં આવે તેવી સ્પષ્ટ રજૂઆત કરીશું.
  Published by:Ashish Goyal
  First published:February 25, 2021, 17:40 pm

  ટૉપ ન્યૂઝ