અમદાવાદ : ગુજરાતના (Gujarat)રાજકારણમાં (Gujarat Politic)મોટો ભૂકંપ આવ્યો છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ (CM Vijay Rupani Resignation) પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. મુખ્યમંત્રી રૂપાણીએ (CM Vijay Rupani)અચાનક રાજીનામું આપીને બધાને ચોંકાવી દીધા છે. મુખ્યમંત્રીએ વિજય રૂપાણીએ હજુ ગત સાતમી ઓગસ્ટે જ મુખ્યમંત્રી તરીકે પાંચ વર્ષ પૂર્ણ કર્યા હતા. જોકે તે પોતાનો વર્તમાન કાર્યકાળ પૂરો કરી શક્યા નથી. વિજય રૂપાણીનો કાર્યકાળ 7 ઓગસ્ટ 2016થી 11 સપ્ટેમ્બર 2021 સુધીનો રહ્યો છે. ગુજરાતની સ્થાપનાથી અત્યારસુધીમાં ગુજરાતમાં કુલ 16 મુખ્યમંત્રી (Chief Ministers of Gujarat List)બન્યા છે. રાજ્યમાં સૌથી વધારે મુખ્યમંત્રી પદનો કાર્યભાર નરેન્દ્ર મોદી સંભાળ્યો છે. નરેન્દ્ર મોદીએ 4610 દિવસ ગુજરાતના સીએમ પદ તરીકે કાર્યભાર સંભાળ્યો હતો.
ગુજરાતના મુખ્યમંત્રીનો કાર્યકાળ
1. ડો. જીવરાજ મહેતા- 1 મે 1960 થી 19 સપ્ટેમ્બર 1963, પક્ષ- ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
2. બળવંતરાય મહેતા- 19 સપ્ટેમ્બર 1963થી 20 સપ્ટેમ્બર 1965, પક્ષ- ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
૩. હિતેન્દ્ર કનૈયાલાલ દેસાઈ- 20 સપ્ટેમ્બર 1965થી 12 મે 1971, પક્ષ- ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
4. ઘનશ્યામભાઈ ઓઝા- 17 માર્ચ 1972થી 17 જુલાઇ 1973, પક્ષ- ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
5. ચીમનભાઇ પટેલ- 18 જુલાઇ 1973થી 9 ફેબ્રુઆરી 1974, પક્ષ- ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
6. બાબુભાઈ પટેલ- 18 જૂન 1975 થી 12 માર્ચ 1976 અને11 એપ્રિલ 1977 થી 17 ફેબ્રુઆરી 1980, પક્ષ- જનતા પક્ષ
7. માધવસિંહ સોલંકી- 24 ડિસેમ્બર 1976થી 10 એપ્રિલ 1977 અને 7 જૂન 1980 થી 6 જુલાઇ 1985, પક્ષ- ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
વિજય રૂપાણીની રાજીનામા સાથે જ હવે રાજ્યમાં આગામી મુખ્યમંત્રી (New Chief Minister of Gujarat) કોણ તેના પર અટકળો ચાલી રહી છે. રાજ્યમાં સંભવિત મુખ્યમંત્રી પાટીદાર (Paatidar CM) નામો ચર્ચાઈ રહ્યા છે. અગાઉની જેમ જ નીતિન પટેલ (Nitin patel) મનસુખ માંડવિયા (Mansukh Mandaviya) પુરુષોત્તમ રૂપાલા (Parshottam rupala) ગોરધન ઝડફિયા (gordhan Zadafiya) પ્રફુલ પટેલ (praful Patel) સીઆર પાટિલ (CR Paatil)ના નામો ચર્ચામાં છે.