કોંગ્રેસ કોર્ટમાં જઈ ફાફા મારે છે, ભાજપ રાજયસભાની બંને બેઠકો જીતશે : CM રૂપાણી

News18 Gujarati
Updated: June 16, 2019, 8:05 PM IST
કોંગ્રેસ કોર્ટમાં જઈ ફાફા મારે છે, ભાજપ રાજયસભાની બંને બેઠકો જીતશે : CM રૂપાણી
વિજય રૂપાણી (ફાઈલ તસવીર)

રાજ્યસભાની ચૂંટણીને અનુલક્ષીને કોંગ્રેસે સુપ્રીમમાં રાવ નાખવાની તૈયારી કરી છે ત્યારે મુખ્ય મંત્રીએ દાવો કર્યો છે કે ભાજપ બંને બેઠકો જીતશે.

  • Share this:
પ્રણવ પટેલ, અમદાવાદ : ગુજરાતમાં આગામી 5મી જૂલાઈના રોજ રાજ્યસભાની ચૂંટણી યોજાશે. આ ચૂંટણી પહેલાં જ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. કોંગ્રેસ દ્વારા રાજ્યસભાની ચૂંટણીના જાહેરનામાને સુપ્રીમ કોર્ટમાં પડકારવાની તૈયાર કરવામાં આવી છે, ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદ ખાતે નિવેદન આપ્યું હતું કે કોંગ્રેસ કોર્ટમાં જઈ માત્ર ફાફા મારે છે.

સીએમ રૂપાણીએ કહ્યું કે કોંગ્રેસ કોર્ટમાં જઈને ફાફા મારે છે, ભાજપ બંને બેઠકો પર ઉમેદવાર રાખશે અને બંને બેઠકો જીતશે. અગાઉ મહેસાણામાં ડે.સીએમ નીતિન પટેલે કહ્યું હતું કે ભૂતકાળમાં પણ ગુજરાતમાં જ્યારે બેઠકો ખાલી પડી ત્યારે તેમનું અલગ અલગ મતદાન થયું હતું. આ મતદાન કેન્દ્રીય ચૂંટણી પંચના આદેશ મુજબ થઈ રહી છે, તેમાં ભાજપે કઈ લેવા દેવા નથી.

આ પણ વાંચો :  રાજ્યસભાની ચૂંટણીમાં અલગ-અલગ મતદાનનો નિર્ણય અયોગ્ય: મોઢવાડીયા

અગાઉ વડોદરા ખાતે પ્રેસ કોન્ફરન્સ સંબોધી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું હતું કે કોંગ્રેસ ચૂંટમી પંચના જાહેરનામાને સુપ્રીમ કોર્ટમાં પડકારશે. આ જાહેરનામું ગેરબંધારણીય છે. ચાવડાએ કહ્યું હતું કે આ જાહેરનામું અને અલગ અલગ મતદાન કરાવવાનો નિર્ણય ચૂંટણી પંચે સત્તાધારી પક્ષના દબાણમાં લીધો છે.

આ પણ વાંચો :  રાજ્યસભાની ચૂંટણીના જાહેરનામાને કોંગ્રેસ સુપ્રીમ કોર્ટમાં પડકારશે : ચાવડા

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં અમિત શાહ અને ઉત્તર પ્રદેશથી સ્મૃતિ ઇરાનીનો લોકસભાની ચૂંટણીમાં વિજય થતા આ બંને બેઠકો ખાલી પડતા તેના પર આગામી 5મી જૂલાઈએ ચૂંટણી યોજાશે.
First published: June 16, 2019
વધુ વાંચો
अगली ख़बर