હડતાળ પાછી ખેંચવા મુખ્યમંત્રીએ કરી અપીલ, માંગણીઓ મુદ્દે ટૂંક સમયમાં રાજ્ય સરકાર લેશે નિર્ણય

હડતાળ પાછી ખેંચવા મુખ્યમંત્રીએ કરી અપીલ, માંગણીઓ મુદ્દે ટૂંક સમયમાં રાજ્ય સરકાર લેશે નિર્ણય
ગુજરાતમાં આવેલી 8 GMERS કોલેજના તબીબો આજથી હડતાળ પર ઉતર્યા છે

ગુજરાતમાં આવેલી 8 GMERS કોલેજના તબીબો આજથી હડતાળ પર ઉતર્યા છે

  • Share this:
ગાંધીનગર : ગુજરાતમાં આવેલી 8 GMERS કોલેજના તબીબો આજથી હડતાળ પર ઉતર્યા છે. ગુજરાતના અંદાજે 2700 જેટલા તબીબો આજે બપોરે 12 વાગ્યાથી હડતાળ પર ઉતર્યા છે. સમગ્ર ગુજરાતની વિવિધ 8 કોલેજો સહિત ગાંધીનગર સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં જીએમઇઆરએસ સંલગ્ન ડોકટરો અને અન્ય સ્ટાફના સભ્યોએ એકઠા થઇને આજે હડતાળ પર ઉતરવાની જાહેરાત કરી હતી. આ તબીબોમાં તેમની પડતર માંગણીઓ સંદર્ભે સરકારની ઉદાસીન અને ઉપેક્ષિત વલણ સામે આક્રોશ જોવા મળ્યો હતો.

આ મુદ્દે મુખ્યમમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે કોરોનાની મહામારીમાં નર્સ સહિતના સ્ટાફની લડાઈમાં સુંદર ભૂમિકા છે. એટલા જ માટે આ લડાઈ આપણે લડી શકીએ છીએ. નાના-મોટા પ્રશ્નો અલગ-અલગ ડિપાર્ટમેન્ટમાં ઊભા થયા હોય ત્યારે રાજ્ય સરકાર હંમેશા હકારાત્મક રહી છે. અત્યારે મેડિકલ કોલેજના પ્રાધ્યાપક હડતાળ ઉપર છે. આથી ચાર દિવસ પહેલા જ એની સાથે વાત કરી હતી. પ્રદિપસિંહ જાડેજાને જવાબદારી સોંપી છે. આરોગ્ય સચિવ નાણાં સચિવ અને સામાન્ય વહીવટ વિભાગના સચિવ સાથે એક એક પ્રશ્નની ચર્ચા કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ હડતાળ પાછી ખેંચવા માટે અપીલ કરી હતી. પ્રજાને આવા સમયે બાનમાં ના રાખી શકાય એટલા માટે મુખ્યમંત્રીએ વિનંતી કરી હતી. તેમણે કહ્યું હતું કે હડતાળ પાછી ખેંચો- ટૂંક સમયમાં જ રાજ્ય સરકાર નિર્ણય કરશે.આ પણ વાંચો - ત્રીજી લહેર માટે રાજ્ય સરકારે એગ્રેસિવલી પ્લાનિંગ શરૂ કર્યું છે : મનોજ દાસ

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત મેડિકલ ટીચર એસોસિએશન દ્વારા પોતાની પડતર માંગણીના સંદર્ભે સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી.
જેના સંદર્ભમાં મુખ્યમંત્રી રૂપાણી દ્વારા અગ્ર સચિવ જયંતિ રવિ, અગ્ર સચિવ સામાન્ય વહીવટ વિભાગ અને નાણાં વિભાગના સચિવની એક કમિટી બનાવવામાં આવી હતી. આ કમિટીએ તેમના તમામ પ્રશ્નો સાંભળ્યા હતા અને મુખ્યમંત્રી વિજય રૂપાણીને વાકેફ કરવામાં આવ્યા હતા. જેમાં કેટલાક વ્યાજબી પ્રશ્નો સંદર્ભે હકારાત્મક વલણની ખાતરી સીએમે આપી હતી. જુદા જુદા પ્રશ્ન સંબંધિત નિર્ણય લેવા માટે આ કમિટીએ હાલ તો પોતાનો રિપોર્ટ સરકારમાં આપ્યો છે.

સુરત-જામનગરમાં નર્સિંગ સ્ટાફે ધરણા કરી વિરોધ કર્યો

સમગ્ર વિશ્વમાં 12 મેને વિશ્વ નર્સિંગ દિન તરીકે ઉજવાઈ રહ્યો છે એવા માં આજના દિવસે જ સુરત નવી સિવિલ હોસ્પિટલ નર્સોમાં અસંતોષનો માહોલ જોવા મળી રહ્યો છે. જેને લઈને હોસ્પિટલના નર્સિંગ સ્ટાફે ધરણાનું રણશિંગુ ફૂંકી વિરોધ નોંધાવ્યો હતો. પગાર અને સ્ટાફની ભરતી ઉપરાંત કેન્દ્રના ભથ્થા બાબતે નર્સિંગ સ્ટાફે હાથ ઉપર કાળી પટ્ટી બાંધીને વિરોધ નોંધાવ્યો હતો. જોકે દર્દીઓને કોઈ હાલાકી નાપડે તેની ખાસ તકેદારી રાખવામાં આવી હતી. બીજી તરફ જામનગરમાં ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ બહાર નર્સિંગ સ્ટાફે કાળી પટ્ટી ધારણ કરી વિરોધ વ્યક્ત કર્યો હતો. પોતાની પડતર માંગણીઓને લઇને રાજ્ય સરકાર પાસે અનેક વખત રજુઆત કરવા છતાં કોઈ નિવેડો ના આવતાં ફરી નર્સિંગ સ્ટાફના જામનગરના 700 જેટલા કર્મચારીઓ દ્વારા કાળી પટ્ટી ધારણ કરી વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.
Published by:Ashish Goyal
First published:May 12, 2021, 16:37 pm

ટૉપ ન્યૂઝ