રાજ્યના રિયલ એસ્ટેટ ઉધોગને ગતિ આપવા CM રૂપાણીની મહત્વની જાહેરાત

News18 Gujarati
Updated: September 23, 2019, 8:11 PM IST
રાજ્યના રિયલ એસ્ટેટ ઉધોગને ગતિ આપવા CM રૂપાણીની મહત્વની જાહેરાત
પ્રતિકાત્મક ફોટો

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ (CM Rupani)એ રિયલ એસ્ટેટ (Real Estate Sector) ઉદ્યોગ માટે સરળ અને સંક્ષિપ્ત નિયમો જાહેર કર્યા

  • Share this:
મયુર માકડિયા, અમદાવાદ : અમદાવાદ (Ahmedabad) ખાતે આયોજિત ક્રેડાઈ (Credai) ગુજરાત (Gujarat) સમિટ 2019માં મુખ્યમંત્રી વિજય રૂપાણી (CM Vijay Rupani), મહેસુલ મંત્રી કૌશિક પટેલ, ઉર્જા મંત્રી સૌરભ પટેલ હાજરી આપી હતી. આ પ્રંસગે ક્રેડાઈ ગુજરાત સાથે જોડાયેલા રાજ્યના અલગ અલગ શહેરોના ત્રણ હજાર જેટલા ડેવલપર્સ પણ હાજરી આપી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા રાજ્યના રિયલ એસ્ટેટ ઉધોગને વેગ વંતુ બનાવ મહત્વની જાહેરાત પણ કરવામાં આવી હતી જે અંતર્ગત હવે સમગ્ર રાજ્યમાં બાંધકામ ની મંજૂરી માટે કોમન GDCR ની જાહેરાત કરી, તો સાથે સાથે TP સ્કીમોને લઈને પણ સરકાર ઝડપથી કામ કરી રહી હોવાનો દાવો મુખ્યમંત્રીએ કર્યો હતો.

રાજ્યમાં સ્કાયલાઇન બિલ્ડીંગોનું નિર્માણ થાય તેમાટે પણ મુખ્યમંત્રી દ્વારા ક્રેડાઈ ગુજરાતને અનુરોધ કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે દુબઇ, સિંગાપુર જેવી સ્કાયલાઇન બિલ્ડીંગો અમદાવાદ, બરોડા, સુરત ,અને રાજકોટ જેવા શહેરોમાં બનવી જોઈએ રાજ્ય સરકાર આ પ્રકારના આઇકોનીક મકાનો બનાવવા સ્પેશિયલ મંજૂરી આપશે. ક્રેડાઈ ભારતના પ્રમુખ જક્ષય શાહે પણ વર્ષે 2030 સુધીમાં ગુજરાતનું રિયલ એસ્ટેટ માર્કેટ 1 લાખ બિલિયન ડૉલર પહોંચાડવાની બાંહેધરી મુખ્યમંત્રી ને આપી હતી.

આ પણ વાંચો :  રાજ્યમાં 50-60 માળની ગગનચુંબી ઇમારતો બાંધવાની પરવાનગી આપવા સરકારની વિચારણા

ગુજરાત રાજ્યમાં રિયલએસ્ટેટ ક્ષેત્રમાં ક્રેડાઇ ગુજરાતએ ખુબ જાણીતું નામ છે. ક્રેડાઈ ગુજરાત એ આગામી ગ્રોથ એમ્બેસડોર્સ સમિટ 2019 નું આયોજન કર્યું હતું. ગુજરાતમાં રિયલએસ્ટેટ ક્ષેત્રમાં ક્રેડાઈ ગુજરાતનું ખુબ જાણીતું નામ છે. ક્રેડાઈ ગુજરાતે વર્ષ 2011 થી ગુજરાતના 39 શહેરોના11 હજાર બિલ્ડરો ને સાથે મળી એસોસિએશન ચલાવી રહ્યા છે.

આ કાર્યક્રમમા મુખ્યમંત્રી વિજયરૂપાણી અને નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે ગુજરાતમાં સારું કામ કરનાર ડેવલોપર્સને એવોર્ડ આપી સન્માનિત કર્યા, તો સાથે જ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતના રિયલએસ્ટેટ ક્ષેત્રને નવી ગતિ આપવા અનેક મોટી જાહેરાતો કરી. આ જાહેરાતોમાં સૌથી મોટી જાહેરાતની વાત કરવાં આવેતો ગુજરાત રાજયના સમગ્ર વિસ્તારમાં અમલી કૉમ્પ્રેહેન્સીવ જનરલ ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન (CGDCR)ની જાહેરાત મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી હતી તો સાથે જ રાજ્યના દરેક લોકોના “ઘરના ઘર”નું સ્વપ્ન સાકાર કરવા ગામતળ ઍક્સ્ટેન્શનમાં મળવાપાત્ર બેઝ F.S.I ઉપરાંત ચાર્જેબલમાં પણ સુધારો કરવાં આવ્યો હતો.

મુખ્યમંત્રી એ બાંધકામના નિયમોમાં કરેલી મહત્વની જાહેરાતખૂબ જ ઓછા સમયગાળામાં ટી.પી. સ્કીમ પુરી કરવાના લક્ષ્યાંક સાથે, ટી.પી. ના જુદા જુદા તબક્કાને ઓછા કરી તાત્કાલિક પૂર્ણ કરવા કાયદામાં સુધારા માટે સૂચના.

લોકોના “ઘરનું ઘર” ના સ્વપ્નને સાકાર કરવા ગામતળ એક્સ્ટેન્શનમાં મળવાપાત્ર બેઝ FSI ઉપરાંત ચાર્જેબલ FSI મળી ૧.૮ FSI મળવાપાત્ર રહેશે.

સત્તામંડળમાં GME વિસ્તારની મળતી ચાર્જેબલ FSI ની રકમના ૫૦% રકમ જે તે સ્થાનિક સંસ્થાને જાહેર હેતુના કામ માટે ફાળવણી કરાશે.

નગરપાલિકાની D-8 અને ગ્રામ્ય વિસ્તારની D-10 કેટેગરીમાં બેઝ FSI તરીકે ૧.૨ તથા ૦.૬ ચાર્જેબલ મળી ૧.૮ FSI મળવાપાત્ર રહેશે.

D1, D2, D4 અને D7A કેટેગરીમાં ૩૬.૦૦ મી. કે તેથી પહોળા અને ૪૫ મી. થી નાના રસ્તા ઉપર મહત્તમ ૩.૬ FSI તથા ૪૫.૦૦ મી. કે તેથી વધુ પહોળા રસ્તા ઉપર મહત્તમ ૪.0 FSI, રસ્તાની બંને બાજુ ૨૦૦.૦૦ મી. સુધી જે ઝોનમાં બેઝ FSI ૧.૫ અથવા વધુ હોય તેમાં બાકીની FSI ચાર્જેબલ ગણી મળવાપાત્ર રહેશે.

કોમન પ્લોટમાં સોસાયટીના કોમન ફેસીલીટીઝના મળવાપાત્ર બાંધકામને FSI માંથી સંપૂર્ણ મુક્તિ. આ કોમન ફેસીલીટીઝ કોમન પ્લોટ સાથે એસોસીએશનને સોંપવાની રહેશે

નોન ટી.પી. એરીયામાં નિયત સમય પહેલાં મંજુર થયેલ બિનખેતી તથા સબપ્લોટીંગના કિસ્સામાં ૨૫૦૦ ચો.મી. સુધીના પ્લોટમાં કપાત નહી કરવામાં આવે.

સમગ્ર રાજ્યમાં શહેરીકરણના નિર્દિષ્ટ વિસ્તારોમાં ખાનગી આવાસકારોને એફોર્ડેબલ હાઉસીંગ બનાવવા માટે પ્રોત્સાહન અપાયુ.

કોમન પ્લોટથી નાના પ્લોટના કિસ્સામાં પ્લોટ સાઇઝ મુજબ માર્જીન રાખી શકાશે.

ઇન્ડસ્ટ્રીઝ માટેના નાના પ્લોટમાં માર્જીન ઘટાડી ઉદ્યોગને પ્રોત્સાહન અપાયુ.

“ઓપન ટુ સ્કાય” ની જોગવાઇ ફક્ત ગામતળ અને કોર સીટીમાં લાગુ.
સોલાર પાવર પ્લાન્ટ દરેક ઝોનમાં મળવાપાત્ર રહેશે.

મ્યુનિસિપલ કોર્પોરેશન તથા તેની સત્તામંડળોમાં જે એન્જીનીયર / આર્કીટેક્ટ રજીસ્ટર હોય તે સમગ્ર રાજ્યમાં પ્રેક્ટીસ કરી શકશે.

સુરત શહેરમાં જરી ઉદ્યોગની આગવી ઓળખ ધ્યાને લેતાં જરી ઉદ્યોગના ઉપયોગ ડ્વેલીંગ-૨ માં પરવાનગીપાત્ર રહેશે.

પેટ્રોલ પંપ / ફ્યુલિંગ તથા eV સ્ટેશન રોડના જંક્શન પર મળવાપાત્ર રહેશે.

૯.૦ મીટરથી ઓછી પહોળાઈના રોડ પર DW-1, DW-2 પ્રકારના મકાનોની ઊંચાઇ ૧૦.૦૦ મી.ની જગ્યાએ ૧૨.૦૦ મી. મળવાપાત્ર થશે

પાણીના પ્રશ્નોના વધુ સચોટ નિરાકરણ માટે “રેઇન વોટર હાર્વેસ્ટીંગ” ના ભાગરૂપે માર્જીનમાં વરસાદી પાણી સંગ્રહ કરવા ટાંકી બનાવી, ઘરકામ માટે આ સંગ્રહિત પાણી વાપરવાનું આમેજ કરાયું જળસંચય અને જળસંગ્રહને વેગ આપવાનો પ્રોત્સાહક પ્રયાસ.

૧૦૦ થી વધુ રહેણાંક આવાસોના એકમોના વિકાસના કિસ્સામાં ઘરકામમાં ઉપયોગ થયેલ પાણીને શુધ્ધ કરવા શુધ્ધીકરણ પ્લાન્ટ લગાવી બગીચા / લોન માટે આ પાણીનો ઉપયોગ કરવા આયોજન આમેજ-રિસાયકલીંગ ઓફ યુઝડ વૉટરને પ્રોત્સાહન આપતી રાજ્ય સરકાર.

રોડની પહોળાઇનાં સંદર્ભમાં મળવાપાત્ર ઉપયોગોમાં આરોગ્યલક્ષી ઉપયોગોનો સબંધિત કક્ષામાં ઉમેરો કરાયો.

રેસીડેન્સીયલ ઝોન-૩ માં એજ્યુકેશન - ૧ અને ૨ માટે ૦.૯ ની ચાર્જેબલ FSI સાથે કુલ ૧.૨ FSI મળવાપાત્ર રહેશે.

હોલોપ્લીંથમાં ઇલેક્ટ્રીક મીટર રૂમ માટે ૫૦.૦૦ ચો.મી. એરીયા FSI માંથી બાદ મળવાપાત્ર થશે.

મિકેનીકલ, ઇલેક્ટ્રીકલ અને પ્લમ્બીંગ, એર હેન્ડલીંગ યુનિટ, ફાયર ઇક્વીપમેન્ટ અને એર કન્ડીશનીંગ સિસ્ટમ FSI માંથી બાદ મળવાપાત્ર થશે.

ડબલ હાઇટ અને ફોયર FSI માંથી બાદ મળવાપાત્ર થશે.

વડોદરામાં DW1 અને DW2 કેટેગરીમાં ટેનામેન્ટ ટાઇપનાં બાંધકામમાં એડીશન/ ઓલ્ટરેશનનાં કિસ્સામાં, જુના જીડીસીઆરની જોગવાઇ મુજબ ૧.૨ મી સુધી સ્લેબ લેવલે બાલ્કની પ્રોજેક્શન મળવાપાત્ર થશે.

૧૫.૦૦ મી. થી ૨૫.૦૦ મી. બિલ્ડીંગની ઉંચાઇ તથા બિલ્ડીંગની ઉંડાઈ ૩૦.૦૦ મી થી વધારે ના હોય તેવા કીસ્સામાં સાઇડ અને રીઅર માર્જીનમાં વેહીક્યુલર રેમ્પ મળવાપાત્ર થશે.

ગામતળમાં રોડની પહોળાઇ મુજબ FSIની મર્યાદામાં બિલ્ડીંગની વધુ ઉંચાઇ મળવાપાત્ર થશે. ​
First published: September 23, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading