CM રૂપાણી આવતીકાલથી 3 દિવસ રશિયાના પ્રવાસે, હિરા ઉદ્યોગના વિકાસ માટે 2 MOU થશે

News18 Gujarati
Updated: August 10, 2019, 5:57 PM IST
CM રૂપાણી આવતીકાલથી 3 દિવસ રશિયાના પ્રવાસે, હિરા ઉદ્યોગના વિકાસ માટે 2 MOU થશે
સીએમ વિજય રૂપાણીની ફાઇલ તસવીર

કેન્દ્રીય વાણિજય અને ઊદ્યોગ મંત્રી પિયુષ ગોયલના નેતૃત્વમાં રશિયન પ્રવાસના ભારતીય પ્રતિનિધિ મંડળમાં ગુજરાતના મુખ્યમંત્રીનો સમાવેશ

  • Share this:
ગીતા મહેતા ગાંધીનગર : CM વિજય રૂપાણી રવિવાર, તા.11 ઓગષ્ટથી ત્રણ દિવસ માટે રશિયાના પ્રવાસે જઇ રહ્યા છે. ભારત સરકારના વાણિજય અને ઊદ્યોગ મંત્રાલય દ્વારા રશિયાના વાલ્ડીવોસ્ટોક-Vladivostokનો આ પ્રવાસ રશિયા-ભારત વચ્ચે વેપાર ઊદ્યોગ જોડાણ અને સહભાગીતાના પ્રોત્સાહન સંબંધોના હેતુસર યોજવામાં આવ્યો છે. કેન્દ્રીય વાણિજય અને ઊદ્યોગ મંત્રી પિયુષ ગોયલની આગેવાનીમાં રશિયા પ્રવાસે જનારા આ પ્રતિનિધિ મંડળમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીનો સમાવેશ કરવામાં આવેલો છે. ગુજરાતના મુખ્યમંત્રી ઉપરાંત ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, હરિયાણા અને ગોવા રાજયોના મુખ્યમંત્રીઓ પણ આ પ્રવાસમાં જોડાશે.

વિજય રૂપાણી આ પ્રવાસમાં સહભાગી થવા માટે શનિવારે તા.10 ઑગસ્ટે મોડી રાત્રે રવાના થવાના છે. અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના તાજેતરના રશિયા પ્રવાસ દરમિયાન રશિયન પ્રેસિડેન્ટ પુતિન સાથે તેમણે સાઇબેરિયામાં ઇન્ડિયા-રશિયાના વેપાર-ઊદ્યોગ જોડાણ માટે જે મંત્રણાઓ કરી હતી તે સંદર્ભમાં આ પ્રવાસ મહત્વપૂર્ણ બનવાનો છે. ભારતીય પ્રતિનિધિ મંડળના આ પ્રવાસના પ્રથમ દિવસે ભારતીય ડેલિગેશન સાથે રશિયાના ડેપ્યુટી પ્રાઇમીનીસ્ટર અને રશિયન ફાર ઇર્સ્ટન ફેડરલ ડીસ્ટ્રીકટના પ્રેસિડેન્શિયલ એન્વોય યુરી તૂર્તનેવ-Yuri Trutnev વચ્ચે દ્રિપક્ષીય સંબંધોની વિકાસ સંભાવનાઓ અંગે બેઠક યોજાવાની છે.

આ પણ વાંચો : રાજ્ય માટે હજી 48 કલાક ભારે, પવનની સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં ડાયમન્ડ ઇન્ડસ્ટ્રી સેકટરના બે એમ.ઓ.યુ. પણ આ પ્રવાસ દરમિયાન સાઇન થશે.
આ એમ.ઓ.યુ. અન્વયે રશિયાના યુકુટીયા રિજિયન-Yakutia Region અને ગુજરાત વચ્ચે સોર્સીસ ઓફ રફ ડાયમન્ડ માટેનો એમ.ઓ.યુ. થવાનો છે. રશિયન ફેડરેશના પ્રિર્મોસ્કી ક્રી – Primorsky Krai પ્રાંત અને ગુજરાત વચ્ચે થનાર એમ.ઓ.યુ. અંતર્ગત ગુજરાતના હિરા ઊદ્યોગ સંચાલકો દ્વારા પ્રિર્મોસ્કી ક્રી પ્રાંતમાં ડાયમન્ડ કટીંગ એન્ડ પ્રોસેસીંગ યુનિટની સ્થાપના માટેના એમ.ઓ.યુ. થશે.

આ પણ વાંચો : ભારે વરસાદના પગલે રવિવારે યોજાનારી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષાઓ મુલતવી
Loading...

ભારતીય પ્રતિનિધિ મંડળ સાથે રશિયાના ડાયમન્ડ, ટીમ્બર, ઓઇલ એન્ડ ગેસ, એગ્રીકલ્ચર-ફૂડ પ્રોસીસીંગ, પ્રવાસન અને હેલ્થકેર તથા ફાર્મા સેકટરના વેપાર ઊદ્યોગ સંચાલકો-અધિકારીઓના સેકટરલ સેસન્સ પણ યોજવામાં આવ્યા છે. આ પ્રવાસ દરમ્યાન B2B અને G2B મિટિંગ્સ પણ યોજાવાની છે. ભારતીય પ્રતિનિધિ મંડળના આ રશિયન પ્રવાસમાં ડાયમન્ડ, ટીમ્બર,પેટ્રોલિયમ, ફાર્મા સેકટર સહિતના ઊદ્યોગોના ગુજરાતના 28 જેટલા પ્રતિનિધિઓ પણ જોડાશે.

મુખ્યમંત્રીશ્રીના અગ્રસચિવશ્રી મનોજકુમાર દાસ, ઊદ્યોગ કમિશ્નર મમતા વર્મા તથા મુખ્યમંત્રીના ઓ.એસ.ડી. ડી.એચ.શાહ પણ મુખ્યમંત્રી સાથે આ પ્રવાસમાં સાથે રહેશે. મુખ્યમંત્રી 13 ઓગસ્ટે સાંજે ગુજરાત પરત આવશે.
First published: August 10, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...