Home /News /gujarat /સરદાર સરોવર 138 મીટર સુધી ભરાશે, બે વર્ષ સુધી જળસંકટ ટળ્યું : CM રૂપાણી

સરદાર સરોવર 138 મીટર સુધી ભરાશે, બે વર્ષ સુધી જળસંકટ ટળ્યું : CM રૂપાણી

સરદાર સરોવર 138 મીટર સુધી ભરવા માટે સરકારે કવાયત કરી

દિલ્હીમાં ગરવી ગુજરાત ભવનના ખાતમહૂર્ત સમારોહમાં ભાગ લેવા માટે સી.એમ. રૂપાણી રવાના થયા.

ન્યૂઝ 18 ગુજરાતી : આજે દિલ્હી ખાતે ગરવી ગુજરાત ભવનનું ખાતમહૂર્ત થશે. વડાપ્રધાન મોદીના હસ્તે 182 કરોડના ખર્ચે નિર્મિત ગરવી ગુજરાત ભવનના લોકાર્પણ સમારોહમાં ભાગ લેવા માટે મુખ્ય મંત્રી રૂપાણી દિલ્હી જવા રવાના થયા છે. દિલ્હી જતાં પહેલાં અમદાવાદ એરપોર્ટ ખાતે તેમણે સરદાર સરોવરની જળ સપાટી, આજી ડેમ, વિંગ કમાન્ડર અભિનંદન અને ગરવી ગુજરાત ભવન વિશે નિવેદન આપ્યું હતું. સી.એમ. રૂપાણીએ જણાવ્યું હતું કે સરદાર સરોવરની સપાટી 135 ફૂટે પહોંચી છે અને આગામી 10-15 દિવસોમાં 138 ફૂટે પહોંચશે. ડેમ સંપૂર્ણપણે ભરાઈ જતાં આગામી બે વર્ષ સુધી રાજ્યપરથી જળસંકટ ટળ્યું છે.

તેમણે કહ્યું, “સરદાર સરોવર પર દરવાજા લાગ્યા બાદ પહેલી વાર ડેમ સંપૂર્ણપણે ભરાયો છે. 70 વર્ષથી ગુજરાત આ દિવસોની રાહ જોતું હતું. આપણા સૌનું સ્વપ્ન હતું કે ડેમ પર દરવાજા લાગે અને સંપૂર્ણપણે ભરાય. હવે ખેડૂતો, ઉદ્યોગોને અને પીવાના પાણીની સમસ્યા દૂર થઈ છે. બે વર્ષ સુધી રાજ્યને પાણીની તકલીફ નહીં થાય.”

આ પણ વાંચો : દિલ્હીમાં બનેલા 'ગરવી ગુજરાત ભવન'માં આવી સુવિધા હશે, આગ્રાના પથ્થરોમાંથી થયું છે નિર્માણ

આજી ભરાયો સૌરાષ્ટ્રનું સંકટ ટળ્યું
આજી ડેમ વિશે માહિતી આપતા સી.એમ. રૂપાણીએ જણાવ્યું હતું કે આજી ડેમ રાજકોટવાસીઓને પીવાનું પાણી પુરૂં પાડે છે આજી આજે ફરી ઓવરફ્લો થયો છે. સૌરાષ્ટ્રના લગભગ ડેમોમાં પાણી ભરાયાં છે અને સમગ્ર સૌરાષ્ટ્ર માથેથી પણ જળ સંકટ ટળ્યું છે.

ગુજરાત ભવનની માંગણી હતી
દિલ્હીના ગરવી ગુજરાત ભવન વિશે સી.એમ. રૂપાણીએ જણાવ્યું કે લાંબા સમયથી ગરવી ગુજરાત ભવનની માંગણી પડતર હતી. સરકારે દિલ્હીના અકબર રોડ પર જગ્યા ફાળવી અને આજે ભવ્યાતિભવ્ય ભવનનું લોકાર્પણ થશે.
First published:

Tags: Aaji dam, Abhinandan, Sardar Sarovar, Vijay Rupani, Water Crisis