મગફળી કાંડ મુદ્દે CM રૂપાણીએ કહ્યું,“સરકાર નાફેડની ફરિયાદના આધારે પગલાં લેશે”

News18 Gujarati
Updated: June 22, 2019, 2:42 PM IST
મગફળી કાંડ મુદ્દે CM રૂપાણીએ કહ્યું,“સરકાર નાફેડની ફરિયાદના આધારે પગલાં લેશે”
મુખ્યમંત્રી વિજય રૂપાણીની ફાઇલ તસવીર

વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ આક્ષેપ કર્યો હતો કે ગાંધીધામમાંથી મળી આવેલી મગફળી અને સમગ્ર કૌભાંડના તાર CM રૂપાણીની ઑફિસ સુધી લંબાયેલા છે.

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : ગાંધીધામમાં નાફેડના ગોડાઉનમાંથી ભેળસેળ યુક્ત મગફળીનો જથ્થો મળી આવ્યો હોવાના મામલે ફરી રાજકારણ ગરમાયું છે. જનતા રેઇડમાં કોંગ્રેસના કિશાન સંઘના પ્રમુખ પાલ આંબલિયા પણ હાજર હતા. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે ભાજપે મગફળી કાંડ પોતાના મળતિયાઓને ફાયદો કરાવવા આચર્યુ હતું. દરમિયાન શનિવારે સવારે વિરોધપક્ષાના નેતા પરેશ ધાનાણીએ આક્ષેપ કર્યો હતો કે મગફળી કાંડના તાર સીએમ ઓફિસ સુધી લંબાયેલા છે. જો નિષ્પક્ષ તપાસ થાય તો આના તાર સીએમ ઑફિસ સુધી લંબાય. ધાનાણીએ જણાવ્યું હતું કે આ કૌભાંડમાં મોટા મગરમચ્છોને બચાવી અને નાના માછલા મારવામાં આવ્યા છે.

આ પણ વાંચો :  મગફળી કાંડ મુદ્દે ધાનાણીનો આક્ષેપ, કૌભાંડના તાર સીએમ ઓફિસ સુધી જોડાયેલા છે

ધાનાણીના આક્ષેપ બાદ સીએણ વિજય રૂપાણીએ નિવેદન આપ્યું હતું કે મગફળીની ખરીદી થઈ ગયા બાદ તેને સાચવવાની જવાબદારી નાફેડની છે. છતાં મગફળીનો જે જથ્થો મળી આવ્યો છે તે અંગે સૂચના આપવામાં આવી છે, પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે. નાફેડની ફરિયાદના આધારે રાજ્ય સરકાર પગલાં ભરશે.

સંઘાણીએ કહ્યું આ મગફળી 2017ની જ છે
નાફેડના ગોડાઉનમાંથી મળી આવેલી મગફળી મુદ્દે ભાજપના નેતા અને નાફેડના વાઇસ ચેરમેન દિલીપ સંઘાણીએ જણાવ્યું હતું કે વિરોધ પક્ષના નેતાએ પુરાવા સાથે વાત કરવી જોઈએ. સીએમ ઓફિસની સંડોવણીના પુરાવા માંગનારા વિરોધ પક્ષના નેતાએ સીએમ માફી માંગવી જોઈએ. 2017માં જે ભેળસેળ યુક્ત મગફળી ઝડપાઈ રહી હતી આ એજ મગફળીનો જથ્થો છે. કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો બચ્યો નથી એટલે પ્રજાને ગુમરાહ કરાય છે.
First published: June 22, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading