કાશ્મીરમાંથી આર્ટિકલ 370 રદ થશે એ દિવસો હવે દૂર નથી : CM રૂપાણી

જનસંઘના પ્રથમ અધ્યક્ષ શ્યામા પ્રસાદ મુખર્જીની જયંતિના પ્રસંગે મુખ્ય પ્રધાન રૂપાણી અને વિદેશ મંત્રી એસ. જયશંકરે પુષ્પાંજલી અર્પણ કરી

News18 Gujarati
Updated: July 6, 2019, 11:08 AM IST
કાશ્મીરમાંથી આર્ટિકલ 370 રદ થશે એ દિવસો હવે દૂર નથી : CM રૂપાણી
મુખ્ય મંત્રી વિજય રૂપાણીની ફાઇલ તસવીર
News18 Gujarati
Updated: July 6, 2019, 11:08 AM IST
  હિતેન્દ્ર બારોટ, ગાંધીનગર : જનસંઘના સ્થાપક ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની 119મી જયંતિ પ્રસંગે ગાંધીનગરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા પુષ્પાંજલીનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વિદેશ મંત્રી એસ. જયશંકર અને મુખ્ય પ્રધાન રૂપાણીએ પુષ્પાંજલી અર્પણ કરી હતી. કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી પણ જોડાયા હતા. આ કાર્યક્રમ બાદ પત્રકારો સાથેની વાતચીતમાં સીએમ રૂપાણીએ જણાવ્યું હતું કે કાશ્મીરમાંથી આર્ટિકલ 370 નાબૂદ થશે તેનો મને વિશ્વાસ છે અને હવે એ દિવસો દૂર નથી. જ્યારે કાશ્મીરમાંથી કલમ 370 દૂર થશે એ શ્યામા પ્રસાદ મુખર્જીને સાચી શ્રદ્ધાંજલી ગણાશે.

વિજય રૂપાણીએ કહ્યું, “આઝાદ ભારત પછી રચાયેલી પ્રથમ સરકારમાં નહેરૂજી સાથે ડૉ.મુખર્જી મંત્રી હતા. ડૉ.મુખર્જી ભારતીય સંસ્કૃતિની પ્રબળ વિચારધારા ધરાવતા હતા. તેઓ ભારતીય જનસંઘની સ્થાપના થઈ ત્યારે પ્રથમ અધ્યક્ષ બન્યા હતા. કાશ્મીર માટે તેમની લડત અને એક દેશમાં દો વિધાન, દો પ્રધાન, દો નિશાન નહીં ચલેગાની માંગ સાથે લડ્યા હતા.”

આ પણ વાંચો : સ્ટેચ્યૂ ઓફ યુનિટીની વ્યૂઇંગ ગેલેરીમાં લગાવ્યાં પતરા, હવે નહીં આવે વાછટ

સીએમ રૂપાણીએ વધુમાં જણાવ્યું કે ડૉ. મુખર્જી કમનસીબે કાશ્મીર માટે લડતા લડતા ત્યાંની જેલમાં જ શહીદ થયા હતા. આર્ટિકલ 370 અને 35 રદ થવી જોઈએ. 'જહા હુવે બલિદાન મુખર્જી, વો કાશ્મીર હમારા હે' કાશ્મીરમાંથી આર્ટિકલ 370 રદ થાય એ દિવસો દૂર નથી. આ કલમ રદ થશે એજ મુખર્જીને સાચી શ્રદ્ધાંજલી હશે.

આ પણ વાંચો : આજથી પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં વધારો, જાણો તમારા શહેરમાં શું છે કિંમત

સીએમ વિજય રૂપાણીએ આત્મવિશ્વાસ સાથે કહ્યું હતું કે વડાપ્રધાન મોદી અને ભારતીય જનતા પાર્ટીની એનડીએ સરકાર કાશ્મીરમાંથી આર્ટિકલ 370 રદ કરવા પ્રતિદ્ધ છે, તેમણે જણાવ્યું હતું કે આર્ટિકલ 370 કાશ્મીરમાંથી નાબૂદ કરવી અમારા ચૂંટણી એજન્ડાનો ભાગ છે અને તે થશે તેનો મને વિશ્વાસ છે.
First published: July 6, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...