સીએમ રૂપાણીએ જામનગર ખાતે રિલાયન્સ ફાઉન્ડેશને તૈયાર કરાયેલી 400 ઓક્સિજનની સુવિધાવાળા બેડની હોસ્પિટલનું ઈ-લોકાર્પણ કર્યું

સીએમ રૂપાણીએ જામનગર ખાતે રિલાયન્સ ફાઉન્ડેશને તૈયાર કરાયેલી 400 ઓક્સિજનની સુવિધાવાળા બેડની હોસ્પિટલનું ઈ-લોકાર્પણ કર્યું
સીએમ રૂપાણીએ રિલાયન્સ ફાઉન્ડેશને તૈયાર કરાયેલી 400 ઓક્સિજન બેડવાળી હોસ્પિટલનું ઈ-લોકાર્પણ કર્યું

જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર સહિતના સૌરાષ્ટ્રના જિલ્લાના લોકો માટે કોરોના સંક્રમણ સારવારની મોટી સુવિધા મળશે

  • Share this:
ગાંધીનગર : મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જામનગર ખાતે રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા તૈયાર કરાયેલી 400 ઓક્સિજનની સુવિધાવાળા બેડની હોસ્પિટલનું આજે ઈ-લોકાર્પણ ગાંધીનગરથી કર્યું હતું. મુખ્યમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું કે, કોરોનાની બીજી લહેર વધુ વિકરાળ સાબિત થઈ રહી છે તેવા સંજોગોમાં રાજ્ય સરકાર સંક્રમણને રોકવા માટેના તમામ પગલાંઓ લઈ રહી છે.

વિજય રૂપાણીએ વધુમાં કહ્યું હતું કે કોરોનાના કપરાકાળમાં રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા 1000 બેડની ક્ષમતા ધરાવતી હોસ્પિટલનું ઇન્ફ્રાસ્ટ્રકચર ઊભું કરવાનું આયોજન કર્યું છે તે સમગ્ર ગુજરાત માટે આનંદની વાત છે. આગામી સમયમાં 1000 બેડની સંપૂર્ણ ક્ષમતાની ઓક્સિજન સુવિધા સહિતની આ હોસ્પિટલ કાર્યરત થવાથી જામનગર તેમજ સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, પોરબંદર વગેરે જિલ્લાઓના નાગરિકો-લોકો માટે કોરોના સંક્રમણ સારવારની મોટી સુવિધા ઘર આંગણે મળતી થશે.



આ પણ વાંચો - સીએમ રૂપાણીના મુખ્ય અગ્રસચિવ કૈલાશનાથન કોરોના સંક્રમિત થયા

વિજય રૂપાણીએ વધુમાં કહ્યું હતું કે ગુરૂ ગોવિંદસિંહ જી.જી. હોસ્પિટલની પ્રતિષ્ઠા ખૂબ સારી છે, ત્યાં આવનાર દરેક દર્દી સાજો થઈને ઘરે પરત ફરે છે. આ પ્રકારની પ્રતિષ્ઠા ઉભી કરનાર હોસ્પિટલના તમામ તબીબી સ્ટાફ અભિનંદનને પાત્ર છે.

આ પ્રસંગે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ગ્રુપ પ્રેસિડન્ટ ધનરાજ નથવાણી, જામનગરના સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય રાઘવજી પટેલ, મેયર બિનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર તપન પરમાર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મનિષ કટારીયા, કલેક્ટરટર રવિશંકર, મહાનગરપાલિકા કમિશનર સતિષ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી ડૉ. વિપીન ગર્ગ, એમ.પી.શાહ મેડીકલ કોલેજના ડીન નંદિની દેસાઈ, જે.જી. હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડૉ. દિપક તિવારી, સરકારી ડેન્ટલ કોલેજાના ડીન ડૉ. નયના પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
Published by:Ashish Goyal
First published:May 04, 2021, 20:50 pm

ટૉપ ન્યૂઝ