Home /News /gujarat /

CM રૂપાણીની મોટી જાહેરાત, મોટર વ્હિકલ એક્ટમાં સુધારો કરી દંડની રકમ ઘટાડી, 16 સપ્ટેમ્બરથી અમલ

CM રૂપાણીની મોટી જાહેરાત, મોટર વ્હિકલ એક્ટમાં સુધારો કરી દંડની રકમ ઘટાડી, 16 સપ્ટેમ્બરથી અમલ

મુખ્યમંત્રી વિજય રૂપાણીની ફાઇલ તસવીર

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે નવા મોટર-વ્હિકલ એક્ટની 50 કલમોમાં સુધારો કરી અને દંડની રકમમાં ઘટાડો કર્યો છે, રાજ્યમાં નવા નિયમોનો અમલ 16 સપ્ટેમ્બરથી થશે

    ન્યૂઝ 18 ગુજરાતી : કેન્દ્ર સરકારે (Government Of India)એ તાજેતરમાંજ મોટર-વ્હિકલ એક્ટરમાં (Motor Vehicle Act) સુધારો કરી અને નવા નિયમો બહાર પાડ્યા છે. આ મામલે ગુજરાત સરકારે (Government Of Gujarat) મહત્વની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ (CM Vijay Rupani) એક પ્રેસ કૉન્ફરન્સ કરી જણાવ્યું છે કે ગુજરાત સરકારે આ મામલે નવા કાયદાની 50 કલમમોમાં ફેરફાર કરી અને દંડની રકમમાં ઘટાડો (Reduced Fine) કર્યો છે. મુખ્યમંત્રી રૂપાણીએ પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યું હતું કે રાજ્યમાં મોટર-વ્હિકલ એક્ટના નવા નિયમોનો અમલ (Implementation) 16મી સપ્ટેમ્બરથી થશે.

    મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યું,“ કેન્દ્ર સરકારે નવા કાયદામાં સુધારો વધારો કરવા માટે અને માંડવાળની રકમમાં ઘટાડો કરવાની સત્તા રાજ્ય સરકારોને આપી હતી. અમે રાજ્યની હાઇપાવર કમિટીએ નક્કી કર્યુ છે કે કેટલાક ગુનામાં દંડની રકમમાં ઘટાડો કરવામાં આવશે.”

    આ પણ વાંચો : ટ્રાફિકના નવા નિયમ : જાણો નવા નિયમ પ્રમાણે કયા ગુના માટે કેટલો દંડ લાગશે

    લાયસન્સ ખીસ્સામાં રાખવું જરૂરી નથી

    મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કે આ દંડની રકમ વસૂલવા માટે જ્યારે પોલીસ કે RTO જરૂરી દસ્તાવેજો માંગે ત્યારે પુરા પાડવાના રહેશે. આ દસ્તાવેજો કેન્દ્ર સરકાર દ્વારા માન્ય ડિજિટલ લોકર કે એમ.પરિવહન એપના કોઈ પણ માધ્યમથી રજૂ કરી શકાશે. જેમની પાસે આ દસ્તાવેજો ડિજિટલી સાથે હશે તેને પોલીસ કે આર.ટી. ઓ દંડ નહીં કરી શકે.

    સરકારને દંડમાં રસ નથી

    રૂપાણીએ વધુમાં જણાવ્યું કે સરકારને દંડમાં રસ નથી પરંતુ સામાન્ય માણસને કાયદાનું પાલન કરાવવા માટે આ નિયમનો આકરો અમલ કરાવવામાં આવશે. મારી ઇચ્છા તો એવી છે કે સરકારને એક પણ રુપિયાનો દંડ ન મળે અને લોકો સતત કાયદાનું પાલન કરે.

    વિદેશી વાહનો હશે તો પણ સ્પીડના નિયમો સ્થાનિક જ લાગુ પડશે

    વિજય રૂપાણીએ વધુમાં ઉમેર્યુ કે જો તમે હાર્લે ડેવિડ્સન કે લેમ્બોર્ગિની ચાલક છો તો પણ તમારે સ્થાનિક સ્પીડના નિયમોનું પાલન કરવું પડશે. આ વાહનોમાં તેમના ઉત્પાદક દેશોના રસ્તાઓ અને સ્પીડને ધ્યાનમાં રાખી પાવર આપવામાં આવતો હોય છે પરંતુ આપણાં દેશમાં આ સ્પીડ લાગુ પડતી નથી તેથી આવા હેવી સ્પીડ ધરાવતાં વાહનોના ચાલકોએ પણ તેનો કડક અમલ કરવો પડશે.

    ઈ-ચલણ શરૂ રહેશે

    રૂપાણીએ ઉમેર્યુ કે આ નિયમોનું પાલન કરાવવા માટે ઠેરઠેર પોલીસ અને આર.ટી.ઓ ચેકિંગ કરશે અને સ્થળ પર સમાધાન શુલ્ક પાવતી આપશે, જ્યારે ઈ-ચલણ એક અલગ વ્યવસ્થા છે. ઈ-ચલણોનો અમલ સતત થતો રહેશે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Motor vehicle act, Vijay Rupani, ગુજરાત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन