કોરોના મુદ્દે સીએમ બંગલે બેઠકોનો દૌર, ડેપ્યુટી સીએમ નીતિન પટેલે કરી જનતાને અપીલ


Updated: March 20, 2020, 9:48 PM IST
કોરોના મુદ્દે સીએમ બંગલે બેઠકોનો દૌર, ડેપ્યુટી સીએમ નીતિન પટેલે કરી જનતાને અપીલ
કોરોના મુદ્દે સીએમ બંગલે બેઠકોનો દૌર, ડેપ્યુટી સીએમ નીતિન પટેલે કરી જનતાને અપીલ

કોર્ટના આદેશ મુજબ આજથી જ મોલની અંદર જીવનજરૂરી ચીજો વેચતા સ્ટોર ચાલુ રાખી શકાશે - નીતિન પટેલ

  • Share this:
ગાંધીનગર : ગુરુવારથી ગુજરાતમાં કોરોના વાયરસની એન્ટ્રી સાથે જ વહીવટી તંત્રમાં હડકંપ મચી ગયો છે. ગુજરાતમાં જ છેલ્લા 24 કલાકમાં 7 પોઝિટિવ કેસો સામે આવી ચૂક્યા છે. કોરોના સામે ટક્કર આપવા ગુજરાત સરકાર અને સરકારી તંત્ર દ્વારા કમર કસી લેવામાં આવી છે. રાજ્યના કુલ 10 જિલ્લાઓમાં 144ની કલમ લાગુ કરી દેવામાં આવી છે. સાથે સાથે સરકાર અને વહીવટી તંત્ર દ્વારા કોરોના સામે લડવા માટે do- and- don't do નું લિસ્ટ પણ આપી દેવામાં આવ્યુ છે.કોરોના સામે રાજ્ય સરકારના એગ્રેસિવ એક્શન આજે વહેલી સવારથી જ જોવાયા હતા. વહેલી સવારથી સીએમ વિજય રુપાણીના નિવાસસ્થાને બેઠકોનો દોર ચાલ્યો હતો.

બેઠક બાદ મોડી સાંજે સરકાર તરફથી ગાંધીનગર ખાતેથી ગુજરાતના ડેપ્યુટી સીએમ નીતિન પટેલ દ્વારા એક નિવેદન જાહેર કરવામાં આવ્યું હતું. નિવેદનમાં સરકાર દ્વારા લેવામાં આવેલ વિવિધ નિર્ણય જાહેર કરાયા છે. ડેપ્યુટી સીએમ નીતિન પટેલે જણાવ્યું હતું કે પીએમ મોદીએ આજે સાંજે 4 કલાકે તમામ રાજ્યોના સીએમ સાથે વીડિયો કોન્ફરન્સ કરી હતી. તમામ રાજ્યોના સીએમ દ્વારા જનતા ફર્ફ્યું સમર્થન અપાયું હતું. સાથે સાથે પીએમેના કોરોના મામલે રાષ્ટ્રજોગ સંબોધનને પણ દરેક મુખ્યમંત્રી અને રાજ્યોએ કોઈપણ પક્ષાપક્ષી વિના આવકાર્યો છે. પીએમ મોદીએ તમામને જરૂરિયાતો પૂરી કરવા માટે બાહેંધરી આપી છે.

આ પણ વાંચો - સિંગર કનિકા કપૂરનો કોરોનો પોઝિટિવ, પાર્ટીમાં સાથે હતા જિતિન પ્રસાદ, વસુંધરા રાજે

કોરોનાને લઈને ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવેલા મોટા નિર્ણયો વિશે વાત કરતા ડેપ્યુટી સીએમ નીતિન પટેલે કેટલીક અપીલ કરી હતી

- બિનજરૂરી વસ્તુઓનો સંગ્રહ ન કરવો.
- તમામ પેન્શન ધારકોને આવતા મહિનાનું પેન્શન એડવાન્સમાં અપાશે.- ટ્રસ્ટ દ્વારા મંદિરોમાં ભક્તોને નહીં આવવા દેવાનો નિર્ણય યોગ્ય.
- સિવિક સેન્ટરોમાં બીજી તારીખ જાહેર ન કરે ત્યાં સુધી બંધ પળાશે .
- સરકારી કચેરીમાં કોઈ નાગરિક અધિકારીને મળવા જાય નહીં.
- અગત્યતા હોય તો જ એપોઇન્ટમેન્ટ લઈને લઈને મળી શકાશે.
- 29 માર્ચ સુધી આ પ્રતિબંધ યથાવત્ રહેશે.
- હોટલ અને રેસ્ટોરન્ટમાં બેસીને કોઈ વસ્તુ મળશે નહીં.
- ભોજન પેક કરાવીને જ લઈ જવાનું રહેશે.
- 22 તારીખે એસટી નિગમની બધી જ બસો રાજ્યમાં બંધ રહેશે .
- કોર્ટના આદેશ મુજબ આજથી જ મોલની અંદર જીવનજરૂરી ચીજો વેચતા સ્ટોર ચાલુ રાખી શકાશે.
- કપડા કે જ્વેલરી કે બીજી કોઈ વસ્તુ વેચાણ કરતા સ્ટોર્સ બંધ રહેશે.
First published: March 20, 2020
વધુ વાંચો
अगली ख़बर