Home /News /gujarat /CM ભૂપેન્દ્ર પટેલે આઠેય મહાનગરના કમિશનરો સાથે બેઠક યોજી ટાઉન પ્લાનિંગ સ્કીમ અંગે મહત્ત્વનો આદેશ આપ્યો

CM ભૂપેન્દ્ર પટેલે આઠેય મહાનગરના કમિશનરો સાથે બેઠક યોજી ટાઉન પ્લાનિંગ સ્કીમ અંગે મહત્ત્વનો આદેશ આપ્યો

મુખ્યમંત્રીએ આઠેય મહાનગરના કમિશનર સાથે બેઠક યોજી

રાજ્યની 8 મહાનગરપાલિકાના કમિશનરો સાથે યોજાયેલી ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકમાં તેમણે ટાઉન પ્લાનિંગ સ્કીમ અંગે દિશાનિર્દેશો આપ્યાં છે.

  • News18 Gujarati
  • Last Updated :
  • Gandhinagar, India
ગાંધીનગરઃ રાજ્યના 8 મહાનગરોમાં ટાઉન પ્લાનિંગ સ્કીમ સહિતની યોજનાઓ અંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તમામ મહાનગરોમાં પડતર રહેલી ટી.પી સ્કીમ ઝડપથી પૂર્ણ કરી ઝિરો ડિપેન્ડન્સી લક્ષ્યાંક માટે સ્પષ્ટ દિશાનિર્દેશો આપ્યા છે. રાજ્યની 8 મહાનગરપાલિકાના કમિશનરો સાથે યોજાયેલી ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકમાં તેમણે આ દિશાનિર્દેશો આપ્યાં છે.

ઝડપથી સ્કીમ પૂરી કરવા જણાવ્યું


મુખ્યમંત્રીએ કહ્યુ હતુ કે, ડ્રાફ્ટ ટી.પી મંજૂર થયાના 1 વર્ષના સમયગાળામાં ફાઇનલ ટી.પી થઇ જાય તે જરૂરી છે. ડ્રાફટ ટી.પીથી ફાઇનલ ટી.પી સુધીની જે સમસ્યા કે મુશ્કેલી આવે છે. તેનું નિવારણ ઝડપથી લાવવાની માનસિકતા કેળવવા અને તે માટેનું મિકેનિઝમ ઊભું કરવા ભૂપેન્દ્ર પટેલે જણાવ્યુ હતુ કે, ‘આ સમીક્ષા બેઠકમાં બધા જ 8 મહાનગરોની ટી.પી સ્કીમ તથા શહેરી વિકાસની અન્ય યોજનાઓની વિસ્તૃત વિગતો મુખ્યમંત્રી સમક્ષ શહેરી વિકાસ અગ્ર સચિવ મુકેશ કુમાર દ્વારા પ્રસ્તુત કરવામાં આવી હતી. તે પ્રમાણે રાજ્યના આ મહાનગરોમાં કુલ 875 ટીપી સ્કીમ બનાવાયેલી છે અને તેમાંથી 400થી વધુ તો જાહેર જનતાની જાણકારી માટે પબ્લિક ડોમેઇનમાં મૂકવામાં આવી છે. આ વર્ષના અંત સુધીમાં બાકી રહેલી 475 પણ પબ્લિક ડોમેઇનમાં મૂકવાની દિશામાં શહેરી વિકાસ વિભાગ કાર્યરત છે.


અગ્ર સચિવે શું કહ્યું?


શહેરી વિકાસ અગ્ર સચિવ મુકેશ કુમારે આ બેઠકમાં પ્રેઝન્ટેશન આપતા વધુમાં જણાવ્યુ હતુ કે, ‘રાજ્ય સરકારે ઓનલાઇન ડેવલપમેન્ટ પરમિશન સિસ્ટમ શરૂ કરી છે. તેમાં અત્યાર સુધી 1.50 લાખ અરજી મંજૂર થઇ છે. અમદાવાદ મહાનગરમાં 1 જાન્યુઆરી, 2023થી ઓનલાઇન બી.યુ પરમિશનનો પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. તેની સફળતાના મૂલ્યાંકન પછી આવનારા સમયમાં અન્ય મહાનગરોમાં અમલ કરવામાં આવશે.’

આ પણ વાંચોઃ ઉત્તરાયણને લઈને હવામાન વિભાગની મહત્ત્વની જાહેરાત

આ બેઠકમાં કોણ કોણ હાજર હતું


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આઠેય મહાનગરોની ટાઉન પ્લાનિંગ સ્કીમમાં ઇન્ફ્રાસ્ટ્રકચર ફેસિલિટીઝ સહિત EWS, આવાસ યોજના, જાહેર સુવિધાના કામો પણ સમયમર્યાદામાં પૂરા કરવા તાકિદ કરી હતી. આ સમીક્ષા બેઠકમાં મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી તથા વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Published by:Vivek Chudasma
First published:

Tags: Gujarat News, Gujarat News CM

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन