અમદાવાદઃ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે 50 હજાર લોકો યોગ કરશે

અમદાવાદઃ વિશ્વ યોગ દિવસે દિલ્હીમાં રાજપથ પર યોજાનારા કાર્યક્રમમાં આતંકી હુમલાની દહેશત ગુપ્તચર વિભાગે વ્યકત કરી છે.અમદાવાદમાં પણ રવિવારે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે 50 હજારથી વધુ માનવ મેદની કાર્યક્રમ સ્થળે ઉમટી પડવાની છે.પરંતુ કાર્યક્રમ સ્થળે સુરક્ષા વ્યવસ્થામાં મોટી ખામી જોવા મળી છે.કાર્યક્રમ સ્થળે આવનારા લોકોને ચેક કરવા માટે એકપણ એન્ટ્રી ગેટ પર મેટલ ડીટેકટર ફ્રેમ મુકવામાં આવી નથી.યોગ કાર્યક્રમના સ્થળે પોલીસ બંદોબસ્તનું શનિવારે રિહર્સલ કરવામાં આવ્યું હતું.

  • Web18
  • Last Updated :
  • Share this:

21 જૂન રવિવારના રોજ અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે યોગ કાર્યક્રમ યોજાનારો છે. આ કાર્યક્રમમાં 50 હજારથી વધુ લોકો હાજર રહેવાના છે.ત્યારે સુરક્ષા વ્યવસ્થામાં રહેલી ખામીઓ શોધવા પોલીસ બંદોબસ્તનું રિહર્સલ કરવામાં આવ્યું હતું.1200થી વધુ પોલીસ અધિકારી અને કર્મચારી કાર્યક્રમ સ્થળે સુરક્ષા વ્યવસ્થામાં તૈનાત રહેશે.

પરંતુ અમદાવાદ કાર્યક્રમ સ્થળે આવનારા લોકોને ચેક કરવા માટે પોલીસ દ્વારા ક્યાંય પણ મેટલ ડીટેકટર ફ્રેમ ગોઠવવામાં આવી નથી.ભૂતકાળમાં અમદાવાદ શહેર આતંકી હુમલાનો ભોગ બની ચૂક્યું છે.અને આજેપણ તે ત્રાસવાદીઓના નિશાના પર છે.

યોગ કાર્યક્રમમાં મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો હાજર રહેવાના છે.ત્રણ બોમ્બ ડીસ્પોઝલ સ્કવોડ, ડોગ સ્કવોડ અને કવીક રિસ્પોન્સ ટીમ દ્વારા કાર્યક્રમ સ્થળનું સતત ચેકીંગ કરાશે.સાથે જ સમગ્ર સુરક્ષા વ્યવસ્થા પર ચાંપતી નજર રાખવા માટે બે નેત્રનો ઉપયોગ કરવામાં આવશે.
First published: