1400 અતિ કુપોષિત બાળકોની સરકારે સારવાર શરૂ કરીઃસીએમ

News18 Gujarati | Web18
Updated: June 20, 2015, 3:42 PM IST
1400 અતિ કુપોષિત બાળકોની સરકારે સારવાર શરૂ કરીઃસીએમ
અમદાવાદઃરાજ્ય સરકારના 13 મા શાળા પ્રવેશોત્સવનો આજે અંતિમ દિવસ છે. મુખ્યપ્રધાને અમદાવાદ જિલ્લામાં શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. છારોડી અને ચાણક્યપુરીમાં મુખ્યપ્રધાને બે પ્રાથમિક શાળાઓના નવા મકાનના લોકાર્પણ કર્યા હતા. તો સાથે જ પહેલા ધોરણમાં બાળકોને પ્રવેશ અપાવ્યો હતો.

  • Web18
  • Last Updated: June 20, 2015, 3:42 PM IST
  • Share this:
અમદાવાદઃરાજ્ય સરકારના 13 મા શાળા પ્રવેશોત્સવનો આજે અંતિમ દિવસ છે. મુખ્યપ્રધાને અમદાવાદ જિલ્લામાં શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમમાં ભાગ લીધો હતો.  છારોડી અને ચાણક્યપુરીમાં મુખ્યપ્રધાને બે પ્રાથમિક શાળાઓના નવા મકાનના લોકાર્પણ કર્યા હતા. તો સાથે જ પહેલા ધોરણમાં બાળકોને પ્રવેશ અપાવ્યો હતો.

આ પ્રસંગે મુખ્યપ્રધાને બાળકોને હેલ્થ કીટ અને ફળોનો વિતરણ કર્યું હતું. મુખ્યપ્રધાને બેટી બચાવો-બેટી પઢાવોના સુત્રને સાર્થક કરવા અપીલ કરી હતી. સાથે જ બાળકોના આરોગ્યને લઇને સરકાર ગંભીર હોવાનો દાવો કર્યો હતો. ગત પહેલી જૂનથી અત્યાર સુધીમાં 71 હજારથી વધુ બાળકોની ચકાસણીમાં 1400 જેટલા બાળકો અતિકુપોષીત મળ્યા હતા. જેની સારવાર સરકારે શરુ કરી દીધી છે. રાજ્યમાં કોઇપણ બાળકના આરોગ્યને લગતી તમામ મદદ સરકાર કરી રહી છે. ત્યારે વાલીઓ પણ આ બાબતનું ધ્યાન રાખે તેની તેમણે ટકોર કરી હતી.

ફાઇલ તસવીર છે
First published: June 20, 2015, 3:42 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading