Home /News /gujarat /

પગાર વધારા મુદ્દે સિવિલના સફાઇ કર્મચારીઓ હડતાળ પર

અમદાવાદઃ અમદાવાદ સિવિલ હોસ્પિટલના સફાઇ કર્મચારીઓ મંગળવારે પગાર વધારા મુદ્દે હડતાળ પર ઉતર્યા છે. સિવિલમાં સફાઇનો કોન્ટ્રાક્ટ ખાનગી કંપનીને આપવામાં આવ્યો છે. કંપનીના અધિકારીઓ દ્વારા હડતાળ પર ઉતરેલા કર્મચારીઓ સાથે ગેરવર્તન કરાયાની રાવ ઉઠી છે. સિવિલના SI બ્રહ્મભટ્ટ-સ્ટાફ મેમ્બર સામે કર્મચારીઓએ હોબાળો મચાવ્યો હતો.

વધુ જુઓ ...
  • Web18
  • Last Updated :
અમદાવાદઃ અમદાવાદ સિવિલ હોસ્પિટલના સફાઇ કર્મચારીઓ મંગળવારે પગાર વધારા મુદ્દે હડતાળ પર ઉતર્યા છે. સિવિલમાં સફાઇનો કોન્ટ્રાક્ટ ખાનગી કંપનીને આપવામાં આવ્યો છે. કંપનીના અધિકારીઓ દ્વારા હડતાળ પર ઉતરેલા કર્મચારીઓ સાથે ગેરવર્તન કરાયાની રાવ ઉઠી છે. સિવિલના SI બ્રહ્મભટ્ટ-સ્ટાફ મેમ્બર સામે કર્મચારીઓએ હોબાળો મચાવ્યો હતો.
સિવીલ હોસ્પીટલમાં કામ કરતા સફાઈ કર્મચારીઓ આજે અચાનક હડતાળ પર ઉતરતા હોબાળો મચ્યો હતો. સિવીલમાં સફાઈનો કોન્ટ્રાક્ટ ખાનગી કંપનીને અપાયેલો છે. ત્યારે આજે સિવીલમાં કામ કરતા ખાનગી કંપનીના સફાઈ કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા હતાં. કર્મચારીઓ પગાર વધારાની માંગ સાથે તથા સિવીલના સેનેટરી ઈન્સ્પેક્ટરના ગેરવર્તણુંકને લઈને હડતાળ પર ઉતર્યા છે.

કર્મચારીઓનું કહેવું હતું કે સિવીલમાં કામ કરતા અધિક્ષક સેનેટરી ઈન્સ્પેક્ટર બ્રહ્મભટ્ટ અને સેનેટરી ઈન્સ્પેક્ટર ભુમી ચૌધરી દ્વારા વારંવાર ગંદી ગાળો બોલવામાં આવે છે સાથે મારપીટ પણ કરવામાં આવે છે. પરંતુ સમગ્ર મામલે બન્ને અધિકારીઓએ તમામ આક્ષેપોને પાયા વિહોણા ગણાવ્યા હતાં સાથે તેમને બદનામ કરવાનું કાવતરુ ગણાવ્યું હતું. સમગ્ર મામલે સિવીલના સુપરીટેન્ડન્ટ સાથે વાત કરતા તેઓએ પણ ભીનું સંકેલવાનો પ્રયત્ન કર્યો હતો.
First published:

Tags: કર્મચારી, ગુજરાત, રાજકારણ, સફાઇ, હોબાળો, હોસ્પિટલ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन