Home /News /gujarat /રાજકોટમાં સીટી બસ ચાલકે યુવાનને કચડ્યો, જુઓ લાઈવ સીસીટીવી વીડિયો

રાજકોટમાં સીટી બસ ચાલકે યુવાનને કચડ્યો, જુઓ લાઈવ સીસીટીવી વીડિયો

સીટી બસચાલકની ગંભીર બેદરકારીને લીધે અકસ્માત સર્જાયો હતો.

Rajkot City Bus Accident Video: સીસીટીવીમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કઈ રીતે સીટી બસ ચાલકની આગળ રીક્ષા જઇ રહી છે. ત્યારે રિક્ષાને ઓવરટેક કરવા જતા સામે આવી રહેલા જયદેવસિંહ જાડેજાને સીટી બસ ચાલકે તેના બુલેટ સાથે હડફેટે લીધા હતા.

રાજકોટ શહેરમાં વધુ એક વખત સીટી બસ ચાલકની ગંભીર બેદરકારી સામે આવી છે. સીટી બસ ચાલકની બેદરકારીના કારણે વધુ એક વાહન ચાલકને ગંભીર ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે. ત્યારે સમગ્ર મામલાના સીસીટીવી ફૂટેજ પણ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. તો સમગ્ર મામલે માલવિયા નગર પોલીસ મથકમાં ઘટનાને લઇ એન્ટ્રી પણ પડી હોવાનું જાણવા મળી રહ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર 18 નવેમ્બર 2022 શુક્રવારના રોજ બપોરના 3:47 આસપાસ જયદેવસિંહ જાડેજા નામની વ્યક્તિ બુલેટ લઈ બસ સ્ટેન્ડ થી મવડી ચોકડી તરફ જઈ રહ્યા હતા. આ સમયે આનંદ બંગલા ચોક નજીક સીટી બસ ચાલકે સાઈડ કાપવા જતા સામેથી આવી રહેલા જયદેવસિંહ જાડેજાને તેમના બુલેટ સાથે અડફેટે લીધા હતા. જે સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ થવા પામી છે.



સીસીટીવીમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કઈ રીતે સીટી બસ ચાલકની આગળ રીક્ષા જઇ રહી છે. ત્યારે રિક્ષાને ઓવરટેક કરવા જતા સામે આવી રહેલા જયદેવસિંહ જાડેજાને સીટી બસ ચાલકે તેના બુલેટ સાથે હડફેટે લીધા હતા. બુલેટ સાથે હડફેટે લેતા જ જયદેવસિંહ જાડેજા ડાબા હાથ તરફ ફેકાઈ જાય છે જે ઘટના પણ સીસીટીવી માં સ્પષ્ટપણે જોઈ શકાય છે. સમગ્ર ઘટનામાં જયદેવસિંહ જાડેજાને ફ્રેક્ચર પણ આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. જયદેવસિંહ જાડેજા ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: જામનગર ઉત્તરથી ચૂંટણી લડતા ભાજપના ઉમેદવાર રિવાબા જાડેજાએ કહ્યું - ‘રવિન્દ્ર જાડેજા મારા માટે બુસ્ટર ડોઝ છે’

તો સમગ્ર મામલાની જાણ માલવીયા નગર પોલીસને થતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો. તેમજ પોલીસે જાણવા જોગ એન્ટ્રી પણ પડી હોવાનું જાણવા મળી રહ્યું છે. અકસ્માતની ઘટના સામે આવતા લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. ત્યારે ઘટના સ્થળ પર દોડી ગયેલી પોલીસે તાત્કાલિક અસરથી લોકોના ટોળા વિખેરવાનો પ્રયાસ કર્યો હતો. જેથી ટ્રાફિક જામની સમસ્યા હળવી થઈ હતી.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ સિટી બસ ચાલકની ગંભીર બેદરકારીઓ અનેક વખત સામે આવી ચૂકી છે. જેના કારણે મહાનગરપાલિકા દ્વારા અનેક વખત કડક પગલાંઓ પણ લેવામાં આવ્યા છે. તેમ છતાં આજ સુધી અવારનવાર સીટી બસ ચાલકોની ગંભીર બેદરકારી અટકવાનું નામ નથી લઈ રહી.
Published by:rakesh parmar
First published:

Tags: Rajkot News, Rajkot News rajkot news, ગુજરાત, રાજકોટ

विज्ञापन
विज्ञापन