Home /News /gujarat /શાળામાં ચોરી કરતી ગેંગના પાંચ સાગરિતો હથિયારો સાથે ઝડપાયા
શાળામાં ચોરી કરતી ગેંગના પાંચ સાગરિતો હથિયારો સાથે ઝડપાયા
છોટા ઉદેપુર : ગત વેકેશન દરમિયાન છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના બૈડિયા ગામની માધ્યમિક શાળામા થયેલ ચોરીનો જિલ્લા એલસીબીએ ભેદ ઉકેલી પાંચ શખ્શોને ઝડ્પી 3.66 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
છોટા ઉદેપુર : ગત વેકેશન દરમિયાન છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના બૈડિયા ગામની માધ્યમિક શાળામા થયેલ ચોરીનો જિલ્લા એલસીબીએ ભેદ ઉકેલી પાંચ શખ્શોને ઝડ્પી 3.66 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
છોટા ઉદેપુર : ગત વેકેશન દરમિયાન છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના બૈડિયા ગામની માધ્યમિક શાળામા થયેલ ચોરીનો જિલ્લા એલસીબીએ ભેદ ઉકેલી પાંચ શખ્શોને ઝડ્પી 3.66 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. તા 4મે થી 5 જુન દરમિયાન છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના બૈડિયા ગામે આવેલી માધ્યમિક શાળામાથી 10 કોમ્પ્યુટર , સેમસંગ કંપનીનીનુ મોટુ એલ સી ડી -ટી વી, પ્રિંટર ,ડી ટી એચ સેટ –ટોપબોક્ષ સહિતની ચોરી થતાં આચાર્યએ કવાંટ પોલીસમા ફરિયાદ નોધાવી હતી. ચોરીનો ભેદ ઉકેલી નાખી ચોરીમા સંડોવાયેલ પાંચ શખ્સોને ચોરી કરેલા મુદ્દામાલ તેમજ ચોરી કરતા સમયે સાથે રાખતા હથિયાર તમંચા અને એક જિપ મળી રુપિયા 3.66 લાખ નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. ચોરીમા સંડોવાયેલ આ પાંચ શખ્સો પૈકી છોટાઉદેપુરના જામલાના રાજુ નાર્સિંગ રાઠવા પાસેથી દેશી બનાવટનો તમંચો હોવાની બાતમી મળતાં જિલ્લા એલસીબીએ રાજુ નારસિંગ રાઠવાના ઘરે રેડ કરી અને રાજુ પાસેથી એક દેશી બનાવટ નો તમંચો મળી આવ્યો હતો.
ઉપરાંત તેના ઘરમા અને મોટુ 42 ઈંચ નુ એલ સી ડી મળી આવેલ હતું. જે અંગે તેને પુછપરછ કરતા ચોરી નો ભેદ ઉકેલાયો હતો. જિલા એલસીબી પીઆઈ રાજેન્દ્ર દેવધાએ એક પછી એક કડીઓ જોડી અને ચોરીમા સંડોવાયેલ જામલા નો વિનુ રાઠવા તથા વિકેશ રાઠવા, રંબુ રાઠવા, અશોક ચીમન રાઠવા ઉર્ફે જાફર ત્રણે રહેવાસી પીપલદા તા કવાંટનાઓને રાજુ રાઠવા થકી ચોરી કરેલા માલનો ભાગ પાડવાનુ કહેવડાવી એક ઠેકાણે મુદ્દામાલ સાથે ભેગા કર્યા હતા. ત્યાર બાદ ભેગા થયેલ જગ્યાએ પોલીસે રેડ કરી ચોરી કરેલા મુદ્દા માલ સાથે પાંચેય આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર