Home /News /gujarat /Taiwan VS China : ચીન સાથે મુકાબલો કરવા તાઈવાન પાસે આટલા હથિયારો, યુદ્ધ થાય તો નાનો દેશ શું કરશે

Taiwan VS China : ચીન સાથે મુકાબલો કરવા તાઈવાન પાસે આટલા હથિયારો, યુદ્ધ થાય તો નાનો દેશ શું કરશે

ચીન તાઈવાન સંકટ

China Taiwan News : ચીન તાઈવાનને સતત ધમકીઓ આપી રહ્યું છે. સવાલ એ છે, જો ચીન ગુસ્સામાં તાઈવાન પર હુમલો કરશે તો તેનો પ્રતિકાર કઈ રીતે કરાશે. તાઈવાન ભલે ચીન કરતાં નાનું હોય, પરંતુ તાઈવાન પાસે એવાં ખતરનાક શસ્ત્રો છે, જે તેને ચીન સામે નબળું નથી પાડવા દેતું, તાઇવાન સૈન્યના આ વિનશકારી હથિયારો વિશે જાણો વિગતવાર

વધુ જુઓ ...
Taiwan China News : ચીન અને તાઈવાન વચ્ચે હંમેશાથી તણાવ રહ્યો છે. (China Taiwan Crisis) ચીનની સતત ધમકીઓ છતાં, યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવના સ્પીકર નેન્સી પેલોસીની તાઈવાન મુલાકાતને લઈ ચીન લાલઘૂમ છે.(USA Visiting Taiwan) ચીન તાઈવાનને સતત ધમકીઓ આપી રહ્યું છે. સવાલ એ છે કે જો ચીન ગુસ્સામાં તાઈવાન પર હુમલો કરશે તો તેનો પ્રતિકાર કઈ રીતે કરશે. તો જવાબ છે, તાઈવાન ભલે ચીન કરતાં નાનું હોય, પરંતુ તાઈવાન પાસે એવાં શસ્ત્રો છે જે તેને ચીન સામે નબળું નથી પાડવા દેતું. (Taiwan army)

ચીનની હાલત ખરાબ કરવા તાઇવાન પાસે જમીન, હવા અને પાણીમાં લડવા માટે પૂરતા હથિયારો છે.(Taiwan army Weapon) બીજી તરફ હવે અમેરિકા પણ તેને સમર્થન આપી રહ્યું છે. આવી સ્થિતિમાં તાઇવાન માટે ચીન સાથે સ્પર્ધા કરવી મુશ્કેલ નહીં હોય. આવો જાણીએ તાઇવાન સૈન્યના એ ઘાતક હથિયારો વિશે.
તુઓ ચિયાંગ કોર્વેટ, તાઇવાન નેવીની ડેન્જરસ શિપ

તુઓ ચિયાંગ કોર્વેટ એ તાઈવાન નૌકાદળનું એક એવું ખતરનાક જહાજ છે, જે ચાઈનીઝની ખોં ભુલાવી શકે છે. આ જહાજ ચીનની નેવી, આર્મી અને એરફોર્સ સાથે સ્પર્ધા કરવા માટે પૂરતું છે. તાઈવાન આવા 12 જહાજ બનાવવાનું છે. હાલમાં તાઈવાને આવા બે જહાજ બનાવ્યા છે.
તાઇવાનનું હેસાંગ ફેંગ 3 સુપરસોનિક મિસાઇલ

તાઈવાન પાસે હેસુંગ ફેંગ 3 સુપરસોનિક મિસાઈલ છે, જે જમીન અને નૌકાદળ બંને લક્ષ્યો પર હુમલો કરવાની ક્ષમતા ધરાવે છે. આ દેશ પાસે આવા 250 સુપરસોનિક મિસાઈલ છે. આ મિસાઇલોની મહત્તમ રેન્જ 400 કિમી છે. તાઈવાન આનાથી ચીનના સૈન્ય માટે ઘણી મુશ્કેલી ઉભી કરી શકે છે.
ખતરનાક બેલિસ્ટિક મિસાઇલ, સ્કાય બો 3

હવે ખતરનાક બેલેસ્ટિક મિસાઈલ સ્કાય બો 3 વિશે વાત કરીએ. તેની સ્પીડ 8348.8 કિલોમીટર પ્રતિ કલાક છે! આટલા ઓછા સમયમાં દુશ્મન તેનાથી બચવાની તૈયારી કરી શકે તે શક્ય નથી. રેન્જની વાત કરીએ તો તેની રેન્જ 200 કિમી છે. ઓછી રેન્જ અને વધુ સ્પીડના કારણે તે ચીન માટે વધુ ખતરનાક છે.
એર કોમ્બેટ F-16 ફાઈટીંગ ફાલ્કનફાઈટર એરક્રાફ્ટ

તાઈવાન પાસે યુએસ દ્વારા બનાવેલ એફ-16 ફાઈટિંગ ફાલ્કન ફાઈટર એરક્રાફ્ટ પણ છે. જે ચીન સામે હવામાં લડવા માટે પૂરતું છે. આ લડાયક વિમાન 48 દેશોની સેનામાં સ્થળ ધરાવે છે. આ સાથે તાઈવાન અમેરિકાની થર્ડ જનરેશન તોપ M1 અબ્રામ ટેન્કને પણ લેવાની તૈયારી કરી રહ્યું છે.

આ પણ વાંચોCAA લાગુ કરવામાં આવશે, અમિત શાહે આપી ખાતરી

તાઇવાન પાસે મધ્યમ શ્રેણીની રડાર ગાઇડેડ એર-ટુ-એર મિસાઇલ સ્કાય સ્વોર્ડ 2 પણ છે. તે 1990થી તાઇવાન પાસે છે. તેની ઓપરેશનલ રેન્જ 100 કિમી છે. તેની ઝડપ તેને અત્યંત ખતરનાક બનાવે છે.
First published:

Tags: China army, Taiwan