ચીનની ભારતને ખુલી ચેતવણીઃ US સાથે ચાલી રહેલા વિવાદથી દૂર રહો, નહીં તો બરબાદ થઈ જશો

એક્સપર્ટ્સ મુજબ, ચીન અને અમેરિકા વચ્ચે કોરોના સંક્રમણ બાદથી શરૂ થયેલો વિવાદ દુનિયાને ‘નવા કૉલ્ડ વૉર’ તરફ ધકેલી શકે છે

એક્સપર્ટ્સ મુજબ, ચીન અને અમેરિકા વચ્ચે કોરોના સંક્રમણ બાદથી શરૂ થયેલો વિવાદ દુનિયાને ‘નવા કૉલ્ડ વૉર’ તરફ ધકેલી શકે છે

 • Share this:
  બીજિંગઃ ચીન (China) અને ભારત (India)ની વચ્ચે સંબંધોમાં તણાવ સતત વધી રહ્યો છે. આ ક્રમમાં રવિવારે ચીને ભારતને ખુલી ધમકી આપતાં કહ્યું કે, ભારતે ચીન-અમેરિકા (US-China Dispute) વચ્ચે ચાલી રહેલા વિવાદથી દૂર રહેવું જોઈએ. ચીને ભારતને ‘સતર્ક’ રહેવાની સલાહ આપતાં કહ્યું કે તેમાં દખલ કરશો તો તમને મોટું નુકસાન થઈ શકે છે. એક્સપર્ટ્સ મુજબ, ચીન અને અમેરિકા વચ્ચે કોરોના સંક્રમણ બાદથી શરૂ થયેલો વિવાદ દુનિયાને ‘નવા કૉલ્ડ વૉર’ તરફ ધકેલી શકે છે.

  ચીનની સરકારી મીડિયા ગ્લોબલ ટાઇમ્સ માં પ્રકાશિત એક લેખ મુજબ, ચીને કહ્યું કે કેટલીક એવી શક્તિઓ છે જે ભારત સરકારને આ કૉલ્ડ વૉરમાં એક પક્ષના સમર્થનમાં ઊભું રહેવા માટે કહી રહ્યું છે, જેનાથી આ સ્થિતિનો એ લોકો પણ ફાયદો ઉઠાવી શકે. આવી શક્તિઓ ભારતીય સરકારના ઓફિશિયલ સ્ટેન્ડથી સંબંધ નથી રાખતા અને ચીન વિશે ખોટી સૂચનાઓ અને અફવા ફેલાવવામાં આવી રહી છે. જો સ્પષ્ટ કહેવામાં આવે તો ચીન-અમેરીકા વિવાદમાં ભારતને ફાયદો ખૂબ ઓછો, પરંતુ નુકસાન ઘણું મોટું થઈ શકે છે. તેના કારણે મોદી સરકાર આ કઠિન પરિસ્થિતિ સાથે ઘણી સમજદારીની સાથે પગલાં ભરી રહી છે.


  આ પહેલા અમેરિકાના રાષ્ર્નપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ ભારત-ચીન સરહદ વિવાદમાં મધ્યસ્થતા કરવાની ઓફર આપી ચૂક્યા છે, જોકે બંને દેશોએ આ ઓફરને ઠુકરાવી દીધી છે.

  આ પણ વાંચો, રિલાયન્સની આલોક ઇન્ડસ્ટ્રીઝ 33 ટકાના ખર્ચે કરી રહી છે PPE કિટનું ઉત્પાદન

  ભારત, ચીને સરહદ પર ભારે હથિયાર વધાર્યા

  ભારત એન ચીનની સેનાઓની વચ્ચે 25 દિવસથી પણ વધુ સમયથી ચાલી રહેલા ગતિરોધની વચ્ચે બંને દેશ પૂર્વ લદાખના વિવાદિત ક્ષેત્રની પાસે સ્થિત પોતાના સૈન્ય અડ્ડા પર ભારે ઉપકરણ અને તોપ તથા યુદ્ધક વાહનો સહિત હથિયાર પ્રણાલીઓને પહોંચાડી દીધા છે. બંને સેનાઓ દ્વારા ક્ષેત્રમાં પોતાની યુદ્ધક ક્ષમતાઓને વધારવાની આ કવાયત એવા સમયે થઈ રહી છે જ્યારે બંને દેશો દ્વારા સૈન્ય તથા કૂટનીતિક સ્તરે વાતચીત દ્વારા આ મુદ્દાને ઉકેલવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સૂત્રોએ કહ્યું કે ચીની સેના પૂર્વ લદાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખાની પાસે સૈન્ય અડ્ડાઓ ખાતે ક્રમિક રીતે તોપો, યુદ્ધક વાહનો અને ભારે સૈન્ય ઉપકરણો એકત્ર કરવામાં આવી રહ્યા છે.

  આ પણ વાંચો, Vodafoneનો ધમાકેદાર પ્લાન, સસ્તી કિંમતમાં ફ્રી કોલિંગ અને દરરોજ 4GB ડેટા
  Published by:user_1
  First published: