'કેજરીવાલ વચન આપે કે મારપીટ નહીં થાય, ત્યારે જ મિટિંગમાં આવીશ'

News18 Gujarati
Updated: February 27, 2018, 5:38 PM IST
'કેજરીવાલ વચન આપે કે મારપીટ નહીં થાય, ત્યારે જ મિટિંગમાં આવીશ'
ચીફ સેક્રેટરી અંશુ પ્રકાશ અને અરવિંદ કેજરીવાલ

બજેટ સત્ર પર કેબિનેટ બેઠક પહેલા દિલ્હીના ચીફ સેક્રેટરી અંશુ પ્રકાશે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને એક પત્ર લખ્યો છે.

  • Share this:
બજેટ સત્ર પર કેબિનેટ બેઠક પહેલા દિલ્હીના ચીફ સેક્રેટરી અંશુ પ્રકાશે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને એક પત્ર લખ્યો છે. પત્રમાં તેમણે લખ્યું છે કે, 'તેઓ મિટિંગમાં ત્યારે જ હાજર રહેશે જ્યારે સીએમ એવી ખાતરી આપે કે તેના પર કોઈ પણ પ્રકારનો હુમલો કે પછી મૌખિક ટિપ્પણી કરવામાં આવે.'

નોંધનીય છે કે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને દિલ્હી સરકારના ચીફ સેક્રેટરી અંશુ પ્રકાશ આજે ફરી એક વખત આસને-સામને હતા. બપોરે ત્રણ વાગ્યે બંને વચ્ચે બેઠક થઈ હતી. મારપીટ વિવાદ બાદ બંને નેતાઓ પ્રથમ વખત સામસામે આવ્યા હતા.

શું હતો આખો કેસ?

ગયા અઠવાડિયે ચીફ સેક્રેટરી અંશુ પ્રકાશે આરોપ લ ગાવ્યો હતો કે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરે એક બેઠક દરમિયાન આપના ધારાસભ્ય અમાનતુલ્લા ખાને અને અન્ય કાર્યકરોએ તેમની ઉપર હુમલો કરી દીધો હતો. બાદમાં દિલ્હી પોલીસે આપના ધારાસભ્ય અને અન્ય વ્યક્તિ સામે ફરિયાદ દાખલ કરી હતી.

બાદમાં દિલ્હીના સરકારી અધિકારીઓએ ચીફ સેક્રેટરી સાથે થયેલી મારપીટના વિરોધમાં આંદોલન શરૂ કરી દીધું હતું. કર્મચારીઓએ કામ પર ન આવવાની જાહેરાત કરી હતી. સરકારી અધિકારીઓએ મૌન પાળીને પણ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. પોલીસે આ અંગે તપાસ કરતા અરવિંદ કેજરીવાલના ઘરેથી સીસીટીવી ફૂટેજ પણ જપ્ત કર્યા હતા.



મેડિકલ રિપોર્ટના જણાવ્યા પ્રમાણે ચીફ સેક્રેટરી અંશુ પ્રકાશના ચહેરા પર ઈજાના નિશાન જોવા મળ્યા છે. જ્યારે આમ આદમી પાર્ટી દ્વારા આ મેડિકલ રિપોર્ટનો વિરોધ કરવામાં આવ્યો હતો. આપે દાવો કર્યો હતો કે ઘટનાના 36 કલાક બાદ આ ટેસ્ટ કરવામાં આવ્યો છે.
First published: February 27, 2018, 5:34 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading