Home /News /gujarat /

રાજ્યમાં હવે ગણપતિની મોટી મૂર્તિ સ્થાપવા પર કોઈ નિયંત્રણ નહીં, સરકારે મર્યાદા હટાવી

રાજ્યમાં હવે ગણપતિની મોટી મૂર્તિ સ્થાપવા પર કોઈ નિયંત્રણ નહીં, સરકારે મર્યાદા હટાવી

રાજ્યમાં મોટી સંખ્યામાં સાર્વજનિક ગણેશ મંડળો દ્વારા જાહેરમાં ગણેશ સ્થાપન કરવામાં આવે છે અને વ્યક્તિગત ગણેશ સ્થાપન પણ અનેક લોકો-પરિવારો પોતાના ઘરોમાં કરતા હોય છે (પ્રતિકાત્મક તસવીર)

Ganesh Chaturthi 2022 - મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિર્ણય કર્યો છે કે ગુજરાતમાં હવે ગણેશચર્તુથીના આગામી ઉત્સવ દરમ્યાન જાહેર સ્થળોએ કે ઘરમાં સ્થાપવામાં આવનારી ગણેશ મૂર્તિની ઊંચાઇ સંબંધે કોઇ નિયંત્રણો અમલમાં રહશે નહીં

અમદાવાદ : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (Bhupendra Patel)રાજ્યમાં શ્રદ્ધા-ઉલ્લાસપૂર્વક મનાવવામાં આવતા ગણેશચર્તુથી (Ganesh Chaturthi-2022) ઉત્સવ સંદર્ભમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્યમાં મોટી સંખ્યામાં સાર્વજનિક ગણેશ મંડળો દ્વારા જાહેરમાં ગણેશ સ્થાપન કરવામાં આવે છે અને વ્યક્તિગત ગણેશ સ્થાપન પણ અનેક લોકો-પરિવારો પોતાના ઘરોમાં કરતા હોય છે. 2021માં ગણેશોત્સવમાં (Ganesh Chaturthi)કોવિડ-19 ની (Covid-19)સ્થિતિને ધ્યાને લઇને આવા જાહેર સ્થળો તથા વ્યક્તિગત ઘરોમાં ગણેશ સ્થાપનમાં મૂર્તિની ઊંચાઇની મર્યાદા રાખવામાં આવેલી હતી. જાહેર સ્થળોએ થતા ગણેશ સ્થાપનમાં 4 ફૂટની ઊંચાઇ તથા ઘરમાં 2 ફૂટની ઊંચાઇની ગણેશ મૂર્તિની સ્થાપના કરવાની મર્યાદા નિર્ધારીત થયેલી હતી. પરંતુ આગામી ગણેશોત્સવ દરમ્યાન સ્થાપન કરવામાં આવનારી ગણેશજીની મૂર્તિની ઊંચાઇ પરના નિયંત્રણો દૂર કરવામાં આવ્યા છે.

કોવિડ-19 સંબંધિત તમામ નિયંત્રણો 31 માર્ચ 2022 પછી અમલમાં નથી. તેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિર્ણય કર્યો છે કે ગુજરાતમાં હવે ગણેશચર્તુથીના આગામી ઉત્સવ દરમ્યાન જાહેર સ્થળોએ કે ઘરમાં સ્થાપવામાં આવનારી ગણેશ મૂર્તિની ઊંચાઇ સંબંધે કોઇ નિયંત્રણો અમલમાં રહશે નહીં. ગણેશજીની મૂર્તિ બનાવવા તથા તેના વિસર્જન અંગે કેન્દ્રિય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા લાગુ કરવામાં આવેલા માર્ગદર્શક સૂચનોનો અમલ કરવાનું યથાવત રાખવામાં આવ્યું છે.

અમદાવાદ ગુલબાઈ ટેકરા પર બાવરી સમાજ દ્વારા વર્ષોથી ભગવાન ગણેશજીની મૂર્તિ બનાવવામાં આવે છે બાવરી સમાજ મૂર્તિ તૈયાર કરી તેમાંથી રોજગારી મેળવે છે


આ પણ વાંચો - અંબાલાલ પટેલની આગાહી: આ તારીખોમાં ગુજરાતમાં પડશે અતિભારે વરસાદ

અમદાવાદ ગુલબાઈ ટેકરા પર બાવરી સમાજ દ્વારા વર્ષોથી ભગવાન ગણેશજીની મૂર્તિ બનાવવામાં આવે છે બાવરી સમાજ મૂર્તિ તૈયાર કરી તેમાંથી રોજગારી મેળવે છે ત્યારે કોરોનાની મહામારીના કારણે છેલ્લા બે વર્ષમાં બાવરી સમાજને રોજગારી મળી નથી અને તેના કારણે ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું હતું. પરંતુ ચાલુ વર્ષે કોરોનાના કેસ ઓછા થઈ ગયા છે નિયંત્રણો ઘણા બધા દૂર થઈ રહ્યા છે અને ગણેશ ઉત્સવ આવી રહ્યો છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે.

ગણેશ ઉત્સવ દરમિયાન સ્થાપના કરવામાં આવતી મૂર્તિની ઊંચાઈને લઈ નિયંત્રણો દૂર કરી દીધા છે જેના કારણે હવે કારીગરો મોટી મૂર્તિ બનાવી શકશે. તથા ગણેશ પંડાલમાં ઉંચી મૂર્તિની સ્થાપના કરી શકશે. સાથે જ ઘરે પણ ઉંચી મૂર્તિની સ્થાપના કરી શકાશે અને જેના કારણે બાવરી સમાજને રોજગારી મળશે. બાવરી સમાજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો આભાર માન્યો છે.
Published by:Ashish Goyal
First published:

Tags: Bhupendra Patel, CM Bhupendra Patel, Ganesh Chaturthi, ગુજરાત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन