Home /News /gujarat /Petrol-Diesel: પેટ્રોલ-ડીઝલની કિંમત પર મુખ્ય આર્થિક સલાહકારનું ચિંતા વધારનારું નિવેદન, જાણો શું કહ્યું

Petrol-Diesel: પેટ્રોલ-ડીઝલની કિંમત પર મુખ્ય આર્થિક સલાહકારનું ચિંતા વધારનારું નિવેદન, જાણો શું કહ્યું

મુખ્ય આર્થિક સલાહકાર

Petrol-Diesel Price: મુખ્ય આર્થિક સલાહકારે કહ્યુ કે, પેટ્રોલ-ડીઝલ પર સરકાર તરફથી લેવામાં આવતા ટેક્સનો ઉપયોગ અન્ય જગ્યાએ રાહત આપવા માટે કરવામાં આવી રહ્યો છે. સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાનો વ્યાપ વધાર્યો છે.

મુંબઇ. Petrol-Diesel price: સરકારી ઓઇલ કંપનીઓએ છેલ્લા એક અઠવાડિયાથી પેટ્રોલ અને ડીઝલની કિંમત (Petrol-Diesel price) વધારી નથી. જોકે, ગત 14 વખત કરેલા વધારામાં ઇંધણની કિંમત 10 રૂપિયા પ્રતિ લીટર વધી ગઈ છે. હવે આ મામલે મુખ્ય આર્થિક સલાહકાર (Chief economic advisor- CEA)ના એક નિવેદને ચિંતા વધારી દીધી છે. CEA વી અનંત નાગેશ્વર (V Anantha Nageswaran)ને સીએનબીસી ટીવી18 સાથેની વાતચીતમાં કહ્યુ કે, જો ગ્લોબલ માર્કેટમાં ક્રૂડ ઓઇલનો ભાવ 110 ડૉલર પ્રતિ બેરલથી ઉપર જાય છે તો તેનો ભાર સરકાર, ઓઇલ વિતરણ કંપનીઓ અને ગ્રાહકોએ સાથે મળીને ઉઠાવવો પડશે. હાલ ઘરેલૂ બજારમાં પેટ્રોલ-ડીઝલની કિંમત વધારે હોવાનું કારણ વૈશ્વિક બજારમાં સપ્લાય ચેન પર અસર પડી હોવાનું છે. આ કારણે કંપનીઓ બહારથી મોંઘું ક્રૂડ ઓઇલ મંગાવી રહી છે.

કોઈ એકલાનું કામ નહીં


નાગેશ્વરને કહ્યુ કે વૈશ્વિક સપ્લાય પર સંક્ટને પગલે આ સ્થિતિ ઊભી થઈ છે, આ મોંઘવારીને સહન કરવાનું કોઈ એકલાનું કામ નથી. આથી હું કહી રહ્યો છું કે જો ક્રૂડ ઓઇલનો ભાવ 110 ડૉલર પ્રતિ બેરલથી ઉપર જાય છે તો તેનો ભાર સરકાર, સરકારી ઓઇલ કંપની અને ગ્રાહકોએ સાથે મળીને સહન કરવો પડશે. સરકાર પણ પોતાની રીતે રાહત આપવાનો પૂરો પ્રયાસ કરશે, જેમાં ટેક્સ કપાત જેવા પગલાં સામેલ છે.

સરકારી બીજી જગ્યાએ આપી રહી છે રાહત


મુખ્ય આર્થિક સલાહકારે કહ્યુ કે, પેટ્રોલ-ડીઝલ પર સરકાર તરફથી લેવામાં આવતા ટેક્સનો ઉપયોગ અન્ય જગ્યાએ રાહત આપવા માટે કરવામાં આવી રહ્યો છે. સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાનો વ્યાપ વધાર્યો છે, જેનાથી દેશના ગરીબો અને મજૂરોને મફતમાં રાશન જેવી સુવિધા થોડા વધારે સમય સુધી આપી શકાય.

આ પણ વાંચો: 3,333 રૂપિયા સસ્તું સોનું ખરીદવાની તક

આ તમામ વચ્ચે ગત વર્ષે નવેમ્બરમાં પેટ્રોલ-ડીઝલ પર એક્સાઇઝમાં 10 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો, જેનાથી ગ્રાહકોને સીધી રાહત મળી શકે. શું બીજી વખત એક્સાઇઝમાં ઘટાડો કરવાથી સરકારની આવક પર કોઈ અસર પડશે તેવા સવાલના જવાબમાં તેમણે કહ્યુ હતું કે તેનો આધાર કપાતની માત્રા પર રહેલો છે.

અમેરિકા દુનિયાભરની મુશ્કેલી વધારી શકે


મુખ્ય આર્થિક સલાહકારે રિઝર્વ બેંક તરફથી સતત 11મી વખત રેપો રેટમાં ફેરફાર ન કરવામાં આવ્યા પર કંઈ ન કહ્યું પરંતુ અમેરિકન ફેડ રિઝર્વ તરફથી વ્યાજ વધારવાના સંકેતો પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યુ કે, ફેડ રિઝર્વનું આ નિવેદન ચોંકાવનારું છે કે આગામી દિવસોમાં વ્યાજદરોમાં વધારો કરવામાં આવશે.

આ પણ વાંચો: હરિઓમ પાઇપનો આઈપીઓ લાગ્યો તેમને ચાંદી જ ચાંદી

ફેડનું માનીએ તો 2023ના અંત સુધી 2.75 ટકા સુધી વ્યાજ વધી શકે છે. પ્રથમ ત્રિમાસિક પૂર્ણ થવા સુધી ફેડ રિઝર્વની બે બેઠક મળશે. જો ફેડે મે અને જૂનની બેઠકમાં વ્યાજદરો વધાર્યા તો તેની અસર આખી દુનિયાના અર્થતંત્ર પર પડશે.
First published:

Tags: Crude oil, Diesel, Petrol, આરબીઆઇ