Home /News /gujarat /છોટાઉદેપુરઃ તાલિબાની સજાનો કમકમાટી ભર્યો video આવ્યો સામે, મહિલા અને યુવકોએ યુવતીને માર્યો ઢોર માર

છોટાઉદેપુરઃ તાલિબાની સજાનો કમકમાટી ભર્યો video આવ્યો સામે, મહિલા અને યુવકોએ યુવતીને માર્યો ઢોર માર

વીડિયો પરથી તસવીર

chhota udaipur news: આ મહિલા યુવતીને માંથાના વાળ ખેંચીને મારે છે. ત્યાર બાદ પચ્ચલ વડે પણ પીઠ પર માર મારી રહી છે. તો એક યુવક લાકડી વડે યુવતીને માર મારી રહ્યો છે.

સેહજબ ખત્રી, છોટાઉદેપુરઃ છોટાઉદેપર (chhota Udaipur) જિલ્લામાં છાસવારે તાલિબાની સજાના વીડિયો (Video) સામે આવતા રહે છે. ત્યારે વધુ એક વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ (viral video on social media) થયો હતો. વીડિયો પ્રમાણે એક યુવતી ઉપર કેટલાક યુવકો અને એક મહિલા ઢોર મારે છે. અને લોકોના ટોળાં પૈકી એક વ્યક્તિએ નિર્દયતાનો સમગ્ર વીડિયો મોબાઈલમાં કેદ કર્યો હતો. આ વીડિયો ક્યાંનો છે અને ક્યારનો છે એ અંગે સત્તાવાર કોઈ પુષ્ટી થઈ નથી. જોકે, આ વીડિયો છોટાઉદેપુરના અંતરિયાળ ગામનો (tribal area) હોવાનું માનવામાં આવી રહ્યું છે. યુવતી ઉપર ગુજારવામાં (Girl beaten video) આવતો તાલિબાની ત્રાસ જોઈને ભલભલા હલી જાય.

વીડિયોમાં દેખાય છે પ્રમાણે આદિવાસી કપડા પહેરેલા કેટલાક લોકો યુવતીને માર મારી રહ્યા છે. જેમાં એક મહિલા પણ છે. આ મહિલા યુવતીને માંથાના વાળ ખેંચીને મારે છે. ત્યાર બાદ પચ્ચલ વડે પણ પીઠ પર માર મારી રહી છે. તો એક યુવક લાકડી વડે યુવતીને માર મારી રહ્યો છે. આવી સ્થિતિમાં યુવતી પોતાનો જીવ બચાવવા માટે અહીં તહીં દોડી રહી છે.

પરંતુ નિર્દયી લોકો તેને પકડીને માર મારી રહ્યા છે. ન્યૂઝ18 ગુજરાતી આ વીડિયો અંગે કોઈ પુષ્ટી કરતું નથી આ વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલત થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા પણ આવી જ એક ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો. વાયરલ થયેલ વીડિઓ છોટાઉદેપુર જિલ્લાના રંગપુર પોલીસ સ્ટેશનની હદમાં આવતા એક ગામ ખાતેનો હોવાનું સામે આવ્યું હતું.

આ પણ વાંચોઃ-અમદાવાદનો ચેતવણીરૂપ કિસ્સો: પ્રેમ સંબંધ તૂટતાં પ્રેમમાં પાગલ યુવતીએ કર્યું જોરદાર કારસ્તાન, પછી ભારે પસ્તાઈ

આ પણ વાંચોઃ-સુરતઃ લુખ્ખાઓના આંતકનો live video, અંગત અદાવતમાં 25થી વધુ લોકોએ હોટલમાં કરી તોડફોડ

જેમાં એકજ ગામમાં આડોશ પાડોશમા રહેતા છોકરા છોકરી એક બીજાના પ્રેમમાં હતા. જે બે દિવસ પૂર્વે ઘરેથી જંગલમાં નાસી ગયા હતા. જેઓને યુવતીના પરિવાર જનોએ શોધી કાઢયા હતા. અને પ્રેમી યુગલને વીજળીના થાંભલે બાંધી તાલિબાની સજા ફટકારી હતી.

આ પણ વાંચોઃ-હેવાનિયત! લગ્ન બાદ તરત જ પતિ બન્યો હેવાન, દુલ્હનના પ્રાઈવેટ પાર્ટમાં આવ્યા સાત ટાંકા

આ પણ વાંચોઃ-અમદાવાદઃ "માણસને ગુસ્સો આવે એટલે હાથ ઉપાડે, તારી ધોળી ચામડી પર ડાઘ તો દેખાય": સાસુના આ જવાબથી પૂત્રવધુ હેબતાઈ ગઈ

યુવતીના કાકાએ યુવાનને વિજપોલ સાથે બાંધી દીધો હતો, અને લાકડીથી ઘા માર્યા હતા, અને દીકરીને પણ બે રેહમી પૂર્વક માર મારતો વિડિઓ વાયરલ થયો હતો. 15 જૂનના રોજ આ ઘટના બની હોય જે ઝડપથી વાયરલ થતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

તમને જણાવી દઈએ કે, આદિવાસી પથંકમાં લગ્ન પહેલા કોઈ પ્રેમમાં પડવાની ભૂલ કરે તો આવી તાલિબાની સજાઓ અપાય છે આદિવાસીઓની અંદર આજે પણ એવી પ્રથા ચાલે છે કે, મા બાપની મરજી વિરુદ્ધ જો કોઈ યુવતી જતી રહે તો પંચ બેસી તેનો નિકાલ કરે છે. બન્ને પક્ષ તરફથી પંચ કોઈ દંડની રકમ નક્કી કરે છે, એ યુવાને આપવી પડતી હોય છે. જો આમાં સમજૂતી ન થાય તો બે જૂથ વચ્ચે અથડામણો પણ થતી હોય છે. આ પ્રથા કોઈ રોકી શકતું નથી. અગાઉ પણ આવા કિસ્સા સામે આવી ચુક્યા છે.
First published:

Tags: Chhota udaipur, Video viral

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો