Home /News /gujarat /છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી: સુકમામાં બુથ પાસે બોમ્બ મળ્યો, ઝાડની લાગ્યું પોલિંગ સ્ટેશન

છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી: સુકમામાં બુથ પાસે બોમ્બ મળ્યો, ઝાડની લાગ્યું પોલિંગ સ્ટેશન

ઝાડ નીચે બનેલું મતદાન મથક

છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણી માટે પહેલા તબક્કા માટેનું મતદાન સોમવારથી શરૂ થયું છે.

    છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણી માટે પહેલા તબક્કા માટેનું મતદાન સોમવારથી શરૂ થયું છે. વિધાનસભાની ચૂંટણીમાં પહેલા તબક્કાના મતદાનમાં સવારના 11 વાગ્યા સુધી 25 ટકા મતદાન થયું છે. મતદાન દરમિયાન અલગ અલગ કેન્દ્રોમાં 31 ઇવીએમ અને 51 વીવીપીટી મશીન ખરાબ થવાની ફરિયાદ પણ ઉઠી છે. નક્સલ પ્રભાવિત આ સીટો ઉપર શાંતિ અને સુરક્ષા પૂર્વક મતદાન કરાવવું તંત્ર માટે વધારે પડકાર જનક છે. પહેલા તબક્કામાં જે 18 સીટો ઉપર વોટિંગ થઇ રહ્યું છે જેમાં બસ્તર સંભાગની 12 અને રાજનાંદગાંવ જિલ્લાની 6 સીટોનો સમાવેશ થાય છે. પહેલા તબક્કાની 18 સીટો માટે 192 ઉમેદવારો મેદાને ઉતર્યા છે. પહેલા તબક્કામાં કુલ 31,80,014 મતદાતા છે.

    છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કામાંકુલ 16, 22, 492 મહિલા, 15,57, 435 પુરુષો અને 87 થર્ડ જેન્ડર મતદાતા છે. પહેલા ચરણમાં ચૂંટણીના મતદાન કેન્દ્રોની સંખ્યા 4336 છે. જેમાં બસ્તર સંભાગમાં 1190 અને રાજનાદગાવમાં 221 મતદાન કેન્દ્ર છે. રાજનાંદગામમાં સંવેદનશીલ મતદાન કેન્દ્રોની સંખ્યા 256 છે. રાજનીતિક રૂપથી સંવેદનશીલ બુથોની સંખ્યા 396 જણાવવામાં આવી રહી છે.

    આ પણ વાંચોઃ- છત્તીસગઢ: બસ્તરમાં વોટિંગ પહેલા જ મોટો નક્સલી હુમલો, ઘર્ષણ ચાલુ

    પ્રાપ્ત માહિતી પ્રમાણે દંતેવાડામાં નક્સલિઓએ ત્રણ કિલોના આઇઇડી બ્લાસ્ટ કર્યો છે. કટેકલ્યાણના નયાનાર કેમ્પ પાસે બ્લાસ્ટ કરવામાં આવ્યો છે. મતદાન દળ જતા સમયે બીજા રસ્તા ઉપર મતદાતાઓને ડરાવવા માટે બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. એડિશનલ એસપી ગોરખનાથ બઘેલને આ ઘટનાની પુષ્ટી કરી હતી.

    આ ઉપરાંત નારાયણપુરથી ભાજપના ઉમેદવાર અને રમન કેબિનેટના મંત્રી કેદાર કશ્યપે મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. સાથે સાથે અન્ય નેતાઓ અને મોટા માથાઓએ મત આપ્યો હતો.
    Published by:ankit patel
    First published:

    Tags: Voting, કોંગ્રેસ, ભાજપ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन