કેમિકલ ઉદ્યોગનો વિકાસ ક્રિટીકલ પોલ્યુટેડ ઝોનને કારણે અટક્યોઃસીએમ

News18 Gujarati | Web18
Updated: October 28, 2015, 3:45 PM IST
કેમિકલ ઉદ્યોગનો વિકાસ ક્રિટીકલ પોલ્યુટેડ ઝોનને કારણે અટક્યોઃસીએમ
ગાંધીનગરઃ રાજ્યમાં ઉદ્યોગોના વિકાસ માટે એક તરફ સરકાર દ્રારા પગલાં ભરાઇ રહ્યા છે તો બીજી તરફ રાજ્યના 3 મોટા ઔદ્યોગિક ક્ષેત્રો વટવા, વાપી અને અંકલેશ્વરને કેન્દ્રએ ક્રિટીકલ પોલ્યુટેડ ઝોનમાં મૂકી દેતા તેનો વિકાસ અટક્યો છે. જેને આજે ખુદ રાજ્યના મુખ્યપ્રધાને હટાવી લેવાની વાત કરી હતી. ગાંધીનગર ખાતે યોજાયેલા ઇન્ડિયા-કેમ 2015 માં આજે આ મુદ્દો કેન્દ્ર સ્થાને રહ્યો હતો.

  • Web18
  • Last Updated: October 28, 2015, 3:45 PM IST
  • Share this:
ગાંધીનગરઃ રાજ્યમાં ઉદ્યોગોના વિકાસ માટે એક તરફ સરકાર દ્રારા પગલાં ભરાઇ રહ્યા છે તો બીજી તરફ રાજ્યના 3 મોટા ઔદ્યોગિક ક્ષેત્રો વટવા, વાપી અને અંકલેશ્વરને કેન્દ્રએ ક્રિટીકલ પોલ્યુટેડ ઝોનમાં મૂકી દેતા તેનો વિકાસ અટક્યો છે. જેને આજે ખુદ રાજ્યના મુખ્યપ્રધાને હટાવી લેવાની વાત કરી હતી. ગાંધીનગર ખાતે યોજાયેલા ઇન્ડિયા-કેમ 2015 માં આજે આ મુદ્દો કેન્દ્ર સ્થાને રહ્યો હતો.

રાજ્યના 3 મુખ્ય ઔદ્યોગિક વિસ્તારોને  પોલ્યુશનના ક્રિટીકલ ઝોનમાંથી હટાવવાની માંગ હવે રાજ્ય સરકારે પણ કરી છે, સીએમ આનંદી બેન પટેલે તો ત્યા સુધી  જણાવી દીધુ કે 6 નવેમ્બર પહેલા જો આ કામગીરી નહી થાય તો તેઓ કેન્દ્રના પ્રધાનો સાથે પણ વાત કરશે. છેલ્લા 5 વર્ષ કરતા વધુ સમયથી રાજ્યની આ માંગ પડતર છે અને તેના કારણે કેમિકલ ઉદ્યોગનો વિકાસ અટકી પડ્યો છે. મુખ્યપ્રધાને આજે રાજ્યના ઉદ્યોગકારોની વાતને કેન્દ્ર સમક્ષ મૂકી હતી. મુખ્યપ્રધાને કેમિકલ ઉદ્યોગના વિકાસ માટે પાદરા, જંબુસર અને દહેજને કેમિકલ ઝોન બનાવવાના આયોજનની જાહેરાત કરી હતી. તો સાથે જ પ્રદુષણમુક્ત ઉત્પાદનને પ્રોત્સાહન આપવા કેટલીક યોજનાઓની વિચારણા ચાલી રહી હોવાનો તેમણે દાવો કર્યો હતો.

ગાંધીનગરમાં દેશભરની કેમિકલ ઇન્ડિસ્ટ્રીઝનો મેળાવડો યોજાયો હતો. જેમાં દેશ વિદેશના 200થી વધુ ઉદ્યોગપતિઓ જોડાયા હતા. તો કેન્દ્ર સરકાર હવે કેમિકલ ઇન્ડસ્ટ્રીઝને પ્રમોટ કરવા માટે કેમિકલ ડેવલપમેન્ટ પોલીસી લાવવા જઇ રહી છે, ત્યારે કેન્દ્રીય રાજ્ય કેમિકલ પ્રધાન હંસરાજ આહિરે પણ સ્વીકાર્યુ કે પેટ્રોલિમય મિનિસ્ટ્રી અને કેમિકલ અને ફર્ટીલાઇઝર મિનિસ્ટ્રી વચ્ચેયોગ્ય તાલમેલનો અભાવ છે. આમ તો આ કાર્યક્રમમાં કેન્દ્રીય પ્રધાન અંનંત કુમાર આવવાના હતા પણ બિહાર ઇલેક્શનના કારણે તેઓ આવી ન શક્યા.

તેમના બદલે કેન્દ્રીય રાજ્ય પ્રધાન હંસરાજ આહીર આવ્યા,તેઓએ સ્વીકાર કર્યુ કે દેશમાંકેમિકલ ઉદ્યોગને લઇને ધણી બંધી સંભાવનાઓ છે. પણ ભુતકાળની સરકારોએ યોગ્ય ઉપયોગ નથી કર્યો. મેક ઇન ઇન્ડિયાના અનેક પ્રયાસો છતાં ઉદ્યોગકારો હજુ પણ વિદેશમાં ઉદ્યોગ સ્થાપે છે જે દર્શાવે છે કે ઉદ્યોગો માટેની નીતિમાં બદલાવ જરુરી છે.

ફાઇલ તસવીર
First published: October 28, 2015, 3:45 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading