Home /News /gujarat /

જો વેપારી એક જ તેલમાં વારંવાર ફરસાણ તળશે, તો ખેર નથી...

જો વેપારી એક જ તેલમાં વારંવાર ફરસાણ તળશે, તો ખેર નથી...

    હવે કોઈ પણ વેપારી એક જ તેલમાં વાંરવાર ફરસાણ તળી શકશે નહિં. કારણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના કમિશનર હેમંત કોશિયાએ આ એક નવો નિયમ બહાર પાડ્યો છે. આગામી 1 જુલાઈથી રાજ્યમાં આ કાયદાનો અમલ થશે. જો આ કાયદાનો અમલ કરવામાં નહિં આવે તો તેની ખેર નહિં રહે....

    ગાંઠીયા, ભજીયા, ફાફડા કે અન્ય કોઇ ફરસાણમાં દુકાનદારો કયા તેલનો તળવા માટે ઉપયોગ કરી રહ્યા છે તેની સીધી રીતે ખબર પડતી નથી. કેટલીક મોટી અને બ્રાન્ડેડ દુકાનદારો તો દાવો કરે છે કે તેઓ શુધ્ધ તેલનો ઉપયોગ કરે છે. જો કે મોટાભાગનાં આ તેલ આખો દિવસ વાપરે છે અને તેઓ તેલ બદલતા નથી. જેના કારણે તે કેન્સર જેવી બિમારીઓ થવાનો ભય રહે છે.

    કારણ કે એક જ તેલને વાંરવાર ઉપયોગ કરવામાં આવે તો તે ખતરનાક સાબિત થઈ શકે છે. આ તેલ એટલું ખતરનાક હોય છે કે તેનાથી તમને કેન્સર પણ થઇ શકે છે. જેના કારણે હવે આવા તેલ ઉપર પ્રતિબંધ લાવવા માટે ફૂડ એન્ડ ડ્રગ વિભાગે વિશેષ કાયદો બનાવ્યો છે. જેનો અમલ આગામી 1 જુલાઈથી કરવાનો રહેશે.

    તો તેલની ગુણવત્તા ચકાશવા માટે ફુડ વિભાગે એક નવી ડિવાઈઝ વસાવી છે. જેનું નામ છે ટીપીસી કાઉન્ટ. જેનાથી તેલ કેટલું ઘાતક છે તે જાણી શકાશે. આ સાથે જ કેન્સર સામે પણ રક્ષણ મળશે. આ મશીન દ્વારા ચકાશણી કરતી વખતે જો તેનો સ્કોર 25 આસપાસ રહેશે તો માન્ય ગણવામાં આવશે અને જો 25થી ઉપર સ્કોર જશે તો તે વેપારી સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
    Published by:Nisha Kachhadiya
    First published:

    Tags: FOOD AND DRUGS, Oil

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन