Home /News /gujarat /Multibagger stocks: 2022ના વર્ષમાં આ બે શેર આપી શકે છે મોટું વળતર, બજાર નિષ્ણાતે આપી ખરીદીની સલાહ
Multibagger stocks: 2022ના વર્ષમાં આ બે શેર આપી શકે છે મોટું વળતર, બજાર નિષ્ણાતે આપી ખરીદીની સલાહ
કમાણીના શેર (પ્રતીકાત્મક તસવીર)
Multibagger stocks of 2022: રોકાણકારો માટે શેર ઇન્ડિયાના વાઇસ પ્રેસિડેન્ટ અને રિસર્ચ હેડ રવિ સિંઘ (Ravi Singh) બે શેર ( Multibagger stocks for 2022) લઈને આવ્યા છે. આ શેર 2022ના વર્ષમાં મોટી કમાણી કરાવી શકે છે. આ શેરમાં CDSL અને BSE સામેલ છે.
મુંબઇ. Multibagger stocks of 2022: 2021નું વર્ષ ભારતીય શેર બજાર (Indian Share Market)માં રોકાણ કરનારા રોકાણકારો માટે ખૂબ સારું રહ્યું છે. 2021ના વર્ષમાં અનેક શેર મલ્ટીબેગર શેર (Multibagger stocks)ની યાદીમાં સામેલ થયા. દરેક સેક્ટરમાં આવેલી રેલીને પગલે આવું શક્ય બન્યું હતું. હવે આપણે 2022ના વર્ષમાં પ્રવેશ કરી લીધો છે ત્યારે રોકાણકારો વર્ષની શરૂઆતમાં જ એવા શેર્સને પોતાના પોર્ટફોલિયોમાં સામેલ કરવા માંગે છે જે વર્ષ દરમિયાન ખૂબ ઊંચું વળતર (Multibagger return) આપે. આવા રોકાણકારો માટે શેર ઇન્ડિયાના વાઇસ પ્રેસિડેન્ટ અને રિસર્ચ હેડ રવિ સિંઘ (Ravi Singh) બે શેર (Multibagger stocks for 2022) લઈને આવ્યા છે. આ શેર 2022ના વર્ષમાં મોટી કમાણી કરાવી શકે છે. આ શેરમાં CDSL અને BSE સામેલ છે.
મિન્ટમાં છપાયેલા અહેવાલ પ્રમાણે રવિ સિંઘનું કહેવું છે કે,CDSL અને BSE બંને શેર 2022ના વર્ષમાં રોકાણકારોને મોટી કમાણી કરાવી શકે છે. હાલ CDSLનો શેર 1,520 રૂપિયા આસપાસ અને BSE શેર 1,900 રૂપિયા આસપાસ ટ્રેડ કરી રહ્યો છે.
1) CDSL stock : શેર ઇન્ડિયાના વાઇસ પ્રેસિડેન્ટ રવિ સિંઘનું કહેવું છે કે સીડીએસએલ શેરની કિંમત સાઇક્લિકલ ઝોનમાં જોવા મળે છે. શેરે હાયર હાઇ અને હાયર લૉની સપાટી સ્પર્શી છે. આ શેર ખૂબ જ મજબૂત નજરે પડી રહ્યો છે. ડેઇલી ચાર્ટની 20, 50 કે પછી 200 દિવસની DMAથી આ શેર ઉપર બંધ જોવા મળ્યો છે.
રવિ સિંઘે જણાવ્યું કે, "તમામ ટેક્નિકલ સેટઅપ સકારાત્મક નજરે પડી રહ્યા છે. અમે આશા રાખીએ છીએ કે CDSL શેર 2022ના વર્ષમાં 3,200 રૂપિયાની સપાટીને સ્પર્શ કરશે." બુધવારે સવારે આ શેર 1,521 રૂપિયાની આસપાસ ટ્રેડ કરતો નજરે પડ્યો હતો.
2) BSE stock: બીએસઈ શેર વિશે રવિ સિંઘનું કહેવું છે કે, આ શેરમાં કોઈ પણ ઘટાડામાં ખરીદી સલાહભર્યું રહેશે. લાંબા ગાળાને ધ્યાનમાં રાખીને 2022ના વર્ષમાં 4,000 રૂપિયાના ટાર્ગેટ માટે આ શેરની ખરીદી કરી શકાય છે.
ખાસ નોંધ: અહીં આપવામાં આવેલો અભિપ્રાય જે તે બ્રોકરેજ હાઉસનો છે. શેર બજારમાં રોકાણ જોખમોને આધિન છે. રોકાણ પહેલા નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે. ન્યૂઝ18 ગુજરાતી તરફથી શેરની ખરીદી કે વેચાણ માટે ક્યારેય કોઈ સલાહ આપવામાં આવતી નથી.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર