ચૈત્રી નવરાત્રીના ઉપવાસ અને કોરોના, ગુજરાતના જાણીતા ડૉક્ટરો શું કહે છે?

News18 Gujarati
Updated: March 25, 2020, 9:30 PM IST
ચૈત્રી નવરાત્રીના ઉપવાસ અને કોરોના, ગુજરાતના જાણીતા ડૉક્ટરો શું કહે છે?
પ્રતિકાત્મક તસવીર

વારંવાર હાથ ધોવાએ પાયાની જરૂરિયાત છે. જેમને ઉધરસ કે શરદી હોય એમણે અચૂક માસ્ક પહેરવા જોઈએ

  • Share this:
અમદાવાદ : ચેપી રોગોના નિષ્ણાત અને જાણીતા ડોક્ટર ડૉ. અતુલ કે. પટેલના મતે આપણી પાસે અત્યારે કોરોનાને અટકાવી શકાય એવી અકસીર કોઈ દવા નથી. હાઈડ્રોક્સીક્લોરોક્વીન અને એઝીથ્રોમાયસીન; આ જે બે દવાઓની ભલામણ કરવામાં આવી છે એ દવાઓ જે ડોક્ટરો કોરોનાના દર્દીઓની સારવાર કરે છે અથવા તો કોરોનાના દર્દીઓના સંસર્ગમાં આવે છે તે લોકો આ દવા લઈ શકે છે. કોરોના માટે જે વ્યક્તિઓ હાઈ રીસ્ક છે એવા લોકો એવું માને છે કે, આ દવા લેવાથી કોરોના નહીં થાય તો એ વાત ખોટી છે. આ દવા સીમિત વર્ગ માટે માત્ર છે. એટલું જ નહીં આ દવાની આડઅસર પણ થાય છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, વારંવાર હાથ ધોવાએ પાયાની જરૂરિયાત છે. જેમને ઉધરસ કે શરદી હોય એમણે અચૂક ફેસ માસ્ક પહેરવા જોઈએ.

અમદાવાદની બી.જે મેડીકલ કોલેજના પ્રોફેસર ઓફ મેડિસિન અને સિવિલ હોસ્પિટલના મેડિસિન વિભાગના વડા ડો. કમલેશ ઉપાધ્યાયે કોરોના વિશે વિગતવાર સમજણ આપતાં જણાવ્યું હતું કે, 1960માં પહેલીવાર કોરોના વાયરસે દેખા દીધી હતી. 40 વર્ષ પછી આ વાયરસે આંખ લાલ કરી છે. 2003માં આ વાયરસે સાર્સ નામે દેખા દીધી હતી. જે ચામાચીડિયામાંથી આવ્યો હતો. સામાન્ય રીતે તાવ, ઝાડા ઉલટી, એટલે કે ફ્લૂના લક્ષણો ધરાવતો આ રોગ 2019 ના ડિસેમ્બર મહિનામાં દેખાયો હતો. 2020ની સાતમી જાન્યુઆરીએ આ રોગ કોરોના એટલે કે કોવિડ -19 વાયરસ તરીકે જાહેર થયો. 100 વ્યક્તિઓને ગળું પકડવવાની શરૂઆત થાય છે, તેમાંથી 85 થી 90 વ્યક્તિઓ સારા થઈ જાય છે. 100 માંથી 10 વ્યક્તિઓને આ વાયરસ ગળાથી નીચે ઉતરે છે, અને ન્યુમોનિયા જેવાં લક્ષણો દેખાય છે. ત્યારબાદ ઓક્સિજન અને પછી વેન્ટિલેટરની આવશ્યકતા ઊભી થાય છે. કેટલાક કેસોમાં 24 થી 36 કલાકમાં જ શ્વાસ ચડવાની દર્દી ગંભીર થઈ જાય તેવી સ્થિતિ સર્જાય છે. તેમણે કહ્યું હતું કે, કોરોનાથી રક્ષણ મેળવવા અનુશાસનપૂર્વક 21 દિવસ ઘરમાં રહેવું ખૂબ જરૂરી છે. આ માત્ર અનુશાસન નહીં પણ આત્માનું શાસન હોવું જોઈએ.

આ પણ વાંચો - અમદાવાદ : બિન્દાસ ફરતા 121 લોકોને પોલીસે પકડ્યા, એક દિવસમાં છ ફરિયાદો દાખલ

કોરોના નો વ્યાપ ત્રણ રીતે વધે છે, શરૂઆતમાં કેસ હોય એ પછી ક્લસ્ટરમાં જોવા મળે ત્યારબાદ કોમ્યુનિટીમાં ફેલાય. આવું ન થાય તે માટે આ 21 દિવસ અતિ મહત્વના છે. દરેક વ્યક્તિએ ઘરમાં પણ એકબીજાથી ઓછામાં ઓછું એક મીટરનું અંતર રાખીને બેસવું જોઈએ. લોકો સ્વયંભૂ ઘરમાં રહે તો ગુજરાતમાં અને ભારતમાં કેસ નહીં વધે. અન્ય દેશોએ ગંભીરતા નથી રાખી એટલે ત્યાં ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. આપણે હૉમ ક્વૉરેન્ટાઈન અને લૉકડાઉનથી કોરોના સામે અસરકારક લડાઈ લડી શકીએ તેમ છીએ. તેમણે એમ પણ કહ્યું હતું કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 200 પથારીની સુવિધાવાળી સ્પેશિયલ કોવિડ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત વડોદરા, સુરત અને રાજકોટમાં પણ અત્યંત આધુનિક સુવિધાઓ સાથે કોવિડ હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. ગુજરાતમાં નાગરિકો સહયોગ આપે, કોઈએ ગભરાવાની જરૂર નથી. રાજ્ય સરકારે દર્દીઓ માટે- નાગરિકો માટે પૂરતી વ્યવસ્થા કરી છે.

આજથી ચૈત્રી નવરાત્રીનો શુભારંભ થયો છે ઘણા લોકો આ નવરાત્રિ દરમિયાન અનુષ્ઠાન અને ઉપવાસ કરતા હોય છે. કોરોનાની આ સ્થિતિમાં અને લૉકડાઉન દરમિયાન ચૈત્રી નવરાત્રીના ઉપવાસ કેટલા યોગ્ય છે ? એવો પ્રશ્ન ઉપસ્થિત થતાં ડો.ઉપાધ્યાય એ જણાવ્યું હતું કે, ઉપવાસએ મનની શક્તિ વધારે છે. જે વ્યક્તિ અનુકૂળ પરિસ્થિતિમાં હોય તે ઉપવાસ કરે તો વાંધો નથી પરંતુ જે ડોક્ટરો કોરોનાના દર્દીઓની સારવારમાં છે, જે કર્મચારીઓ કોરોના દર્દીઓની સાથે છે અને વિશેષ પ્રકારના પહેરવેશ સાથે ફરજ બજાવે છે તેઓ ઉપવાસ ન કરે તે સલાહભર્યું છે.

યુ.એન. મહેતા ઇન્સ્ટિટયૂટના માનદ ડાયરેક્ટર ડો. આર.કે પટેલે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ 21 દિવસના લોકડાઉનનો જે આદેશ આપ્યો છે તે આ દેશના નાગરિકોએ પ્રેમથી સ્વીકારવો જોઈએ. દરેક વ્યક્તિએ સ્વેચ્છાએ ઘરમાં જ રહેવું જોઈએ. અત્યંત આવશ્યક હોય અને જીવન જરૂરિયાતની વસ્તુ લેવા ઘરની બહાર નીકળવું જ પડે તેમ હોય તો તેવા સંજોગોમાં સાબુથી વારંવાર હાથ ધોવા. જે ઘરોમાં વડીલો હોય કે ડાયાબિટીસ, બીપી, બ્લડ પ્રેશર, અસ્થમા, કેન્સર, પ્રોસ્ટેટ કે કિડનીના દર્દીઓ હોય તેમણે વધારે સાચવવાની જરૂર છે. આવા લોકોએ પોતાના ઘરમાં પણ અન્યથી અલાયદા રહેવાની આવશ્યકતા છે.
First published: March 25, 2020
વધુ વાંચો
अगली ख़बर