કોરોનાના કહેર વચ્ચે કેવી રીતે પ્રચાર કરશો, કેન્દ્રીય ચૂંટણી પંચે રાજકીય પક્ષો પાસે સૂચનો માંગ્યા


Updated: July 18, 2020, 4:20 PM IST
કોરોનાના કહેર વચ્ચે કેવી રીતે પ્રચાર કરશો, કેન્દ્રીય ચૂંટણી પંચે રાજકીય પક્ષો પાસે સૂચનો માંગ્યા
કોરોનાના કહેર વચ્ચે કેવી રીતે પ્રચાર કરશો, કેન્દ્રીય ચૂંટણી પંચે રાજકીય પક્ષો પાસે સૂચનો માંગ્યા

ગુજરાતમાં 8 બેઠક પર પેટા ચૂંટણી યોજાનાર છે

  • Share this:
ગાંધીનગર : આગામી સમયમાં પેટા ચુંટણી યોજાનાર છે જેને લઈને હવે કેન્દ્રીય ચુંટણી પંચ હરકતમાં આવ્યું છે. કેન્દ્રીય ચુંટણી પંચ દ્વારા તમામ રાજકીય પક્ષો પાસે સૂચનો મંગાવ્યા છે કોરોના સંક્રમણ દરમિયાન કેવી રીતે પ્રચાર કરવામાં આવશે જેથી પ્રચાર પણ થઇ શકે અને કોરોના સંક્રમણ પણ ના ફેલાય. આગામી 31 જુલાઈ પહેલા તમામ પક્ષોને સૂચનો જણાવવા કહ્યું છે જે બાદ ચૂંટણી પંચ પ્રચાર માટે ગાઈડ લાઈન બહાર પાડશે.

કેન્દ્રીય ચૂંટણી પંચે તમામ રાજકીય પક્ષો પાસે આગામી સમયમાં યોજાનાર પેટા ચૂંટણી માટે સૂચનો મંગાવ્યા છે. કહ્યું છે કે કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે આવા સંજોગોમાં કેવી રીતે ચૂંટણી પ્રચાર કરશો? કારણ કે દેશના અનેક રાજ્યોમાં પેટા ચૂંટણી યોજાવાની છે બીજી તરફ કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. તેવામાં કેવી રીતે ચૂંટણી પ્રચાર કરવામાં આવશે જેથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ના થાય. આમ તો આવા સંજોગોમાં ચૂંટણી યોજવી જ યોગ્ય નથી પરંતુ જો ચૂંટણી યોજવી હોય અને પોતાના મુદ્દા મતદારો સુધી પહોચાડવા હોય તો કેવી રીતે પ્રચાર કરવામાં આવશે જેને લઈને સૂચનો મંગાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો - કોરોના સંકટના સમયમાં વધુ એક આફત, 48,000 કિમી/કલાકની ઝડપે ઉલ્કાપિંડ આવે છે પૃથ્વી તરફ

કારણ કે જયારે પણ ચૂંટણી થતી હોય છે ત્યારે હજારોની સંખ્યામાં લોકો એકત્ર થતા હોય છે. કોરોનાના કહેર વચ્ચે જાહેર સભા યોજાય તો તેમાં બેઠક વ્યવસ્થા સોશિયલ ડિસ્ટન્સ સાથે જ ગોઠવવામાં આવે, સભામાં આવનારા તમામ લોકોને માસ્ક પણ આપવામાં આવે અને જયારે પણ પ્રવેશ આવામાં આવે ત્યારે તાપમાન માપવું અને સેનિટાઇઝ કરી પ્રવેશ આપવામાં આવે પરંતુ જયારે પણ સભા યોજાવવાની હોય ત્યારે અને સભા પૂર્ણ થયા બાદ લોકોના ટોળા એકત્ર થઇ જતા હોય છે. આવા સંજોગોમાં કેવી રીતે સભા યોજશે ? તો બીજી તરફ જો રેલી યોજાઈ તો પણ આવી જ સ્થિતિ થતી હોય છે .ઘરે ઘરે જઈને પેમ્પ્લેટ કે અન્ય વસ્તુનું વિતરણ કરવામાં આવે તો પણ કઈ તકેદારી રાખવામાં આવશે આ તમામ મુદ્દાને લઈને સૂચનો માંગવામાં આવ્યા છે.

ગુજરાતની જો વાત કરીએ તો રાજ્યમાં 8 બેઠક પર પેટા ચૂંટણી યોજાનાર છે. તમામ એવા વિસ્તાર છે જ્યાં આમ તો કોરોનાના કેસ ઓછા છે પરંતુ એ તમામ ગ્રામીણ વિસ્તાર છે પરંતુ લોકોમાં કોરોનાનો ભય વધારે છે જેથી લોકો બહાર નહીં આવે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો લોકો બહાર નહીં આવે તો કોઇપણ રાજકીય પક્ષ પોતાના મુદ્દા યોગ્ય રીતે લોકો સુધી નહીં પહોચાડી શકે. જેથી જ રાજકીય પક્ષો દ્વારા સોશિયલ મીડિયા મારફતે પ્રચારની કામગીરી આરંભી દીધી છે. પરંતુ ચૂંટણી દરમિયાન માત્ર સોશિયલ મીડિયાનો પ્રચાર પુરતો નહીં રહે. લોકોને બહાર લાવવા જરૂરી બનશે. લોકો ડરના કારણે મતદાન કરવા પણ બહાર ના આવે એવી પણ શક્યતા રહેલી છે. જેથી મતદાન પણ ઓછું થાય. આવા સંજોગોમાં ચૂંટણી પંચની જવાબદારી બને છે કે લોકો મતદાન મથક સુધી પહોચે.
સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે અને લોકો ડર વગર મતદાન કરી શકે તેના માટે ચૂંટણી પંચ દ્વારા બુથની સંખ્યા વધારી દેવામાં આવે. જેથી વધારે પ્રમાણમાં લોકો એક જ સ્થળ પર એકઠા ના થાય અને મતદાન સમયે પણ લોકોને માસ્ક ફરજીયાત કરવામાં આવે અને તાપમાન માપ્યા બાદ જ લોકોને પ્રવેશ આપવામાં આવે. પ્રકારે વ્યવસ્થા ચૂંટણી પંચ દ્વારા ઉભી કરવામાં આવે એવી શક્યતા રહેલી છે. આમ તમામ પાસા પર હાલમાં વિચારણા કરવામાં આવી રહી છે. સાથે જ શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પૂર્ણ થાય અને લોકો કોરોનાથી ડર્યા વગર મતદાન કરે તેના માટે ચૂંટણી પંચ દ્વારા અત્યારથી જ કવાયત શરુ કરી દેવામાં આવી છે.
Published by: Ashish Goyal
First published: July 18, 2020, 4:20 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading