Home /News /gujarat /

CBSE ધો. 12ની પરીક્ષા, પેપરલીક ન થાય તે માટે ગોઠવી ખાસ વ્યવસ્થા

CBSE ધો. 12ની પરીક્ષા, પેપરલીક ન થાય તે માટે ગોઠવી ખાસ વ્યવસ્થા

પ્રતીકાત્મક તસવીર

રાજ્ય અને દેશમાં આવનારા બે મહિના વિવિધ બોર્ડની પરીક્ષા યોજાનાર છે. જેમાં પહેલા શુક્રવારે એટલે કે 15 ફેબ્રુઆરીથી સીબીએસઇના બોર્ડની ક્લાસ 12માંની પરીક્ષા યોજાશે. આ માટે કહેવામાં આવી રહ્યું છે કે પરીક્ષા સંબંધી તમામ તૈયારીઓ પૂર્ણ થઇ ગઇ છે. ગત વર્ષે CBSEનું પેપર ફૂટી ગયું હતું, ત્યારે આ ભૂલ ફરી ન થાય તે માટે ખાસ પગલા લેવામાં આવ્યા છે.

બોર્ડ તરફથી મળતી માહિતી પ્રમાણે CBSEની પરીક્ષાની તૈયારીને આખરી ઓપ આપવામાં આવ્યો છે. આ વખતે પેપરલીક ન થાય તે માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેમાં ત્રણ લેયર સુરક્ષા રાખવામાં આવશે. જેમાં પ્રશ્નપત્ર ખોલવાથી લઇને પરીક્ષાર્થીઓના હાથમાં પેપર આપવા સુધી ખાસ ધ્યાન રખાશે.

અહીં ક્લિક કરી વાંચોઃ હુમલો કરનારનો વીડિયો, જ્યારે મારો મેસેજ વાંચશો ત્યારે જન્નતમાં મજા કરતો હોઈશ

15 ફેબ્રુઆરીથી શરૂ થનારી ધોરણ 12ની પરીક્ષાની 4 એપ્રિલ સુધી યોજાશે. ત્યારબાદ ક્લાસ 10માની પરીક્ષા 21 ફેબ્રુઆરીથી શરૂ થશે અને 29 માર્ચ સુધી ચાલશે. આ વખતે 31,14,821 લાખ વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 12ની પરીક્ષા આપશે. આ માટે દેશમાં 4,974 કેન્દ્ર બનાવવામાં આવ્યા છે. તો વિદેશમાં 78 કેન્દ્ર બનાવવામાં આવ્યા છે.

CBSE બોર્ડના જણાવ્યા પ્રમાણે પરીક્ષામાં મોનિટરિંગ માટે 3 લાખથી વધુ અધિકારીઓને ફરજ પર તહેનાર કરાયા છે. જેમાં સુપ્રિન્ટેન્ડેંટ, ડેપ્યુટી સેન્ટર સુપ્રિટેન્ડેંટ, એવિજિલેર, ચીફ નોડલ સુપરવાઇઝર્સ, હેડ એક્ઝામિનર્સ, એવેલ્યૂએટરનો સમાવેશ થાય છે.
First published:

Tags: Board Exams

આગામી સમાચાર