Home /News /gujarat /CCTV: રાજકોટમાં કપૂતે બીમાર માતાને ચોથા માળેથી ફેંકી દીધી

CCTV: રાજકોટમાં કપૂતે બીમાર માતાને ચોથા માળેથી ફેંકી દીધી

માતાને ધાબા પર લઇને જતો પુત્ર

સીસીટીવામાં દેખાઈ રહ્યું છે કે પુત્ર તેની બીમાર માતાને ફ્લેટના પગથીયા પરથી ઉપર લઈને જઈ રહ્યો છે.

રાજકોટઃ રાજકોટમાં ત્રણ મહિના પહેલા એક વૃદ્ધ મહિલાના આપઘાતના કેસમાં નવો વળાંક આવ્યો છે. પોલીસે સીસીટીવી અને એક નનામી પત્રના આધારે તપાસ કરતા માલુમ પડ્યું છે કે આ કેસમાં વૃદ્ધાએ આપઘાત કર્યો ન હતો પરંતુ
તેના પુત્રએ તેને ચોથા માળેથી નીચે ફેંકી દીધી હતી. આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે.

સીસીટીવીમાં શું દેખાઈ રહ્યું છે?

સીસીટીવામાં દેખાઈ રહ્યું છે કે પુત્ર તેની બીમાર માતાને ફ્લેટના પગથીયા પરથી ઉપર લઈને જઈ રહ્યો છે. સીસીટીવીને જોતા માલુમ પડે છે કે વૃદ્ધા પોતાના પગ પર ચાલી શકવા પણ સમર્થ નથી. પુત્ર તેને ગમેતેમ કરીને સીડી પરથી
ઉપર લઈને જઈ રહ્યો છે. બીજા એક ફૂટેજમાં તે એકલો જ સીડી પરથી નીચે આવતો દેખાઈ રહ્યો છે. બાદમાં પોતાના ઘરમાં જઈને દરવાજો બંધ કરી લે છે.

વધુ એક ફૂટેજમાં જોઈ શકાય છે કે કોઈ વ્યક્તિ નીચેથી આવીને તેના ઘરનો દરવાજો ખખડાવે છે અને તેને કંઈ કહી રહ્યો છે. કદાચ વ્યક્તિ તેની માતા ઉપરથી નીચે પડ્યાનું જણાવી રહ્યો છે. જોકે, નરાધમ પુત્રના મોઢા પર આ વખતે પણ કંઈ ખોટું કર્યાના ભાવ દેખાતા નથી.
First published:

Tags: CCTV footage, Rajkot CCTV, Son killed mother

विज्ञापन
विज्ञापन