Home /News /gujarat /

CCI Recruiment 2022: કેન્દ્રના વિભાગમાં અધિકારીની નોકરી, 2.15 લાખ સુધી મળશે પગાર

CCI Recruiment 2022: કેન્દ્રના વિભાગમાં અધિકારીની નોકરી, 2.15 લાખ સુધી મળશે પગાર

CCI Recruitment 2022 : કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયામાં ભરતી, ફટાફટ કરો અરજી

CCI Recruitment 2022 : મ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI) એ જોઈન્ટ ડાયરેક્ટર જનરલ અને ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ (CCI Recruitment 2022 Notifiaction) ની જગ્યા પર ભરતી માટે અરજીઓ આમંત્રિત કરી છે.

    CCI Recruitment 2022: કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI) એ જોઈન્ટ ડાયરેક્ટર જનરલ અને ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ (CCI Recruitment 2022 Notifiaction) ની જગ્યા પર ભરતી માટે અરજીઓ આમંત્રિત કરી છે. આ જગ્યાઓ (CCI Recruitment 2022 Online applicatin) માટે અરજી કરવા માંગતા રસ ધરાવતા અને લાયક ઉમેદવારો CCIની અધિકૃત વેબસાઇટ cci.gov.in પર જઈને અરજી કરી શકે છે. આ જગ્યાઓ (CCI Recruitment 2022 Last date of Online Application) માટે અરજી કરવાની છેલ્લી તારીખ 15 ફેબ્રુઆરી 2022 છે.

    બંને પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાતમાં ફાઇનાન્સ અને એકાઉન્ટ્સ સાથે કાયદા/અર્થશાસ્ત્ર/વાણિજ્ય/બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં સ્નાતકની ડિગ્રી/CA/CS/કોસ્ટ એકાઉન્ટન્ટ અથવા પસંદગી સમિતિ દ્વારા ઉપયોગી ગણવામાં આવતી કોઈપણ સમકક્ષ ડિગ્રીનો સમાવેશ થાય છે. જે ઉમેદવારો પોસ્ટ માટે અરજી કરવા માગે છે તેઓ શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા અહીં આપવામાં આવેલા નોટિફિકેશનમાં ચકાસવાની રહેશે.

    જગ્યા : આ ભરતી પ્રક્રિયા અંતર્ગત જોઈન્ટ ડાયરેક્ટર જનરલની 04 જગ્યા અને ડેપ્યુટી ડાયરેક્ટરની 08 જગ્યા એમ કુલ 12 ઉચ્ચ અધિકારીઓએની જગ્યા ભરવામાં આવશે.

    આ પણ વાંચો : NIFT Recruitment 2022: આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતી, મળશે 56,000થી વધુ પગાર

    કોણ કરી શકે છે અરજી : આ નોકરી માટે અરજી કરનાર વ્યક્તિ કે્ન્દ્ર સરકાર, રાજ્ય સરકારી, રાજ્યની સરકારની કંપની, સ્વાયત્ત સંસ્થા, યુનિવર્સિટી, શૈક્ષણિક કે સંશોધન કાર્ય સાથે સંકળાયેલી સંસ્થા, જ્યુડિશિયલ ઈન્સ્ટિટ્યૂશનનો કર્મચારી હોવો અનિવાર્ય છે.

    નોકરીની ટૂંકી વિગતો































    જગ્યા12
    શૈક્ષણિક લાયકાત/CA/CS/કોસ્ટ એકાઉન્ટન્ટ અથવા પસંદગી સમિતિ દ્વારા ઉપયોગી ગણવામાં આવતી કોઈપણ સમકક્ષ ડિગ્રી ઉપરાંત કેન્દ્ર, રાજ્ય સરકારની નોકરીનો અનુભવ, જાહેરાત ખાસ વાંચવી
    પસંદગી પ્રક્રિયાઅરજીઓના આધારે ઈન્ટરવ્યૂના માધ્યમથી
    અરજી કરવાનું માધ્યમઓફલાઇન
    અરજી કરવાની અંતિમ તારીખ15 ફેબ્રુઆરી 2022 યોગ્ય ચેનલ દ્વારા
    ભરતીની જાહેરાત જોવા માટેઅહીંયા ક્લિક કરો
    ઓફિશિયલ વેબસાઇટઅહીંયા ક્લિક કરો



    કેવી રીતે કરવી અરજી : આ અરજી કરવા માટે ઉમેદવારોએ યોગ્ય સરકારી કે પોતાની સંસ્થાના ચેનલના માધ્યમથી તમામ ક્લિયરન્સ સર્ટિફિકેટ મેળવી અને એનઓસી સાથે અહીંયા આપવામાં આવેલા ફોર્મેટ દ્વારા અરજી કરવાની રહેશે. અરજી કરવાનું માધ્યમ પણ યોગ્ય હોવું અનિવાર્ય છે.

    આ પણ વાંચો : BCPL Recruitment 2022: મેનેજર સહિતની 36 પોસ્ટ માટે ભરતી, રૂ. 73 હજાર સુધી મળશે પગાર

    પગાર

    ડેપ્યુટેશન પર પસંદ થનારા અધિકારીને જોઈન્ટ ડાયરેક્ટરના પદ માટે 1,23,100થી લઈને 2,15,900 રૂપિયા સુધી આપવામાં આવશે જ્યારે ડે. ડાયરેક્ટરની પોસ્ટ માટે 78,800થી 2,09,200 રૂપિયા સુધી આપવામાં આવશે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Recruitment Jobs, કેરિયર

    આગામી સમાચાર