ન્યૂઝ 18 ગુજરાતી : સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)એ વર્ષ 2020માં યોજાનારી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓની મહત્વપૂર્ણ તારીખો જાહેર કરી દીધી છે. તારીખોની જાહેરાતની સાથે જ બોર્ડ દ્વારા પરીક્ષાને લગતી તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. અહેવાલો મુજબ બોર્ડ દ્વારા આ વર્ષે ડિસેમ્બર મહીનામાં ધોરણ 10-12 બોર્ડની પ્રેક્ટિકલ પરીક્ષા લેવાશે જ્યારે લેખિત પરીક્ષાનો પ્રારંભ 15મી ફેબ્રુઆરી 2020થી થશે.
ધોરણ 10 અને 12ની બેઝિક ડેટશીટ મુજબ પ્રેક્ટિકલ પરીક્ષા આ વર્ષે ડિસેમ્બરમાંજ લેવામાં આવશે. જોકે, અગાઉ એવી ચર્ચા હતી કે પ્રેક્ટિકલ એક્ઝામ એક્સટર્નલી લેવાશે પરંતુ તેના વિશે બોર્ડ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો નથી.
દર વર્ષેની જેમ CBSEની મુખ્ય પરીક્ષાઓનું આયોજન વોકેશનલ પરીક્ષા કરતાં પહેલાં કરે છે. પરીક્ષામાં ધોરણ 10 અને ધોરણ 12ના વિષયોનો ક્રમ વિદ્યાર્થીઓની વિષય પસંદગીના આધારે નક્કી કરવામાં આવશે. દરમિયાન બોર્ડ દ્વારા માન્યતા પ્રાપ્ત શાળાઓને સૂચીત કરી દેવામાં આવી છે કે વિદ્યાર્થીઓને વિષય બદલવાની અરજીને મંજૂરી આપવામાં ન આવે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર