Home /News /gujarat /CBIએ લાલુ-રાબડી અને મીસા ભારતીની વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી, નોકરીના બદલમાં જમીન મામલામાં થઈ કાર્યવાહી

CBIએ લાલુ-રાબડી અને મીસા ભારતીની વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી, નોકરીના બદલમાં જમીન મામલામાં થઈ કાર્યવાહી

નોકરીના બદલમાં જમીન મામલામાં થઈ કાર્યવાહી.

આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ અને તેમના પરિવાર સાથે જોડાયેલા સમાચાર સામે આવ્યા છે. નોકરીના બદલામાં જમીન કૌભાંડના મામલામાં સીબીઆઈએ લાલૂ યાદલ, બિહારના પૂર્વ સીએમ રાબડી દેવી અને તેમની પુત્રી મીસા ભારતી સહિત 16 લોકોની વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સીબીઆઈએ દિલ્હિ સ્થિત રાઉજ એવન્યુ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. ચાર્જશીટમાં લાલુ પ્રસાદ યાદવ, તેમની પત્ની રાબડી દેવી અને પુત્રી મીસા ભારતીનું નામ છે. સીબીઆઈના સૂત્રોના જણાવ્યા અનુસાર, તપાસ દરમિયાન લાલુ પ્રસાદ યાદવ અને તેમના પરિવાર દ્વારા જમીન લઈને નોકરી અપાવવા અંગેની માહિતી મળી છે.

વધુ જુઓ ...
    પટના: આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ અને તેમના પરિવાર સાથે જોડાયેલા સમાચાર સામે આવ્યા છે. નોકરીના બદલામાં જમીન કૌભાંડના મામલામાં સીબીઆઈએ લાલૂ યાદલ, બિહારના પૂર્વ સીએમ રાબડી દેવી અને તેમની પુત્રી મીસા ભારતી સહિત 16 લોકોની વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સીબીઆઈએ દિલ્હિ સ્થિત રાઉજ એવન્યુ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. ચાર્જશીટમાં લાલુ પ્રસાદ યાદવ, તેમની પત્ની રાબડી દેવી અને પુત્રી મીસા ભારતીનું નામ છે. સીબીઆઈના સૂત્રોના જણાવ્યા અનુસાર, તપાસ દરમિયાન લાલુ પ્રસાદ યાદવ અને તેમના પરિવાર દ્વારા જમીન લઈને નોકરી અપાવવા અંગેની માહિતી મળી છે.

    આરોપો મુજબ લાલુ યાદવ જ્યારે કેન્દ્રીય રેલવે મંત્રી હતા તો જોબ લેવા માટે જમીન અને પ્લાટ લેવામાં આવ્યા હતા. આ મામલામાં 18 મેના રોજ સીબીઆઈએ લાલુ યાદવ, રાબડી દેવી, મીસા ભારતી અને હેમા યાદવ સહિત અન્ય લોકોની વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધી હતી. આ વર્ષે મેમાં એક સાથે 17 ઠેકાણાઓ પર રેડ કરવામાં આવી હતી. આરોપી એવો છે કે રેલવેમાં ગ્રુપ ડીમાં નોકરીના બદલામાં પટનામાં અગ્રણી સંપત્તિઓને લાલૂના પરિવારના સભ્યોને વેચવામાં કે ગિફ્ટમાં આપવામાં આવી હતી.

    થોડા દિવસો પહેલા સીબીઆઈએ નોકરીના બદલામાં જમીનના મામલામાં ભોલા યાદવને દિલ્હીમાં પૂછપરછ માટે બોલાવ્યો હતો. પૂછપરછ પછી ભોલા યાદવની સીબીઆઈએ ધરપકડ કરી હતી. લગભગ એક મહિના પછી ભોલા યાદવને દિલ્હીમાંથી જામીન મળી ગયા છે. ઉલ્લેખનીય છે કે આ મામલામાં ભોલા યાદવની સાથે રેલવેમાં નોકરી કરી રહેલા હદય નારાયણ ચૌધરીની પણ ધરપકડ કરવામાં આવી હતી.
    Published by:Vrushank Shukla
    First published:

    विज्ञापन
    विज्ञापन