સાવધાન! ચાલુ બાઈકે સેનિટાઈઝ કરતા લાગી આગ, જુઓ અમદાવાદનો Viral Video

સાવધાન! ચાલુ બાઈકે સેનિટાઈઝ કરતા લાગી આગ, જુઓ અમદાવાદનો Viral Video
વાયરલ વીડિયોની તસવીર

સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં કંપનીમાંથી અંદર પ્રવેશ કરતા કર્મચારીઓને ચાલું બાઈકે સેનિટાઈઝ કરવામાં આવતા આગ લાગી હતી.

 • Share this:
  અમદાવાદઃ અત્યારે કોરોના વાયરસે (coronavirus) સમગ્ર ગુજરાતને (Gujarat) હચમચાવી દીધું છે. ત્યારે સરકાર તરફથી પહેલી જૂનથી અનલાક-1 (Unlock-1) લાગુ કરવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં કોરોના વાયરસથી સાવચેતી રાખવા માટે સેનિટાઈઝર અને માસ્કનો ઉપયોગ વધારે થયો છે. લોકો વિવિધ રીતે પોતાના વાહનો અને પોતાને સેનિટાઈઝ કરે છે. પરંતુ સોશિયલ મીડિયામાં (social media) એક વીડિયો વાયરલ (viral video) થઈ રહ્યો છે. જેમાં કંપનીમાંથી અંદર પ્રવેશ કરતા કર્મચારીઓને ચાલું બાઈકે સેનિટાઈઝ કરવામાં આવતા આગ લાગી હતી. જોકે, આ આગ ક્ષણવારમાં ઓછી થતાં બાઈક અને કર્મચારી બચી ગયા હતા.

  આ વીડિયો અમદાવાદના નરોડાનો હોવાનું બહાર આવ્યું છે. વીડિયોમાં દેખાય છે એમ કંપનીના એન્ટ્રી ગેટ ઉપર બે કર્મચારીઓ સેનિટાઈઝર સ્પ્રે લઈને બેઠા છે. અને કંપનીમાં કામ કરતા કર્મચારીઓ પંચિંગ મશીનમાં પંચ કરીને અંદર સેનિટાઈઝ કરતા ગેટ મેન પાસેથી જાય છે. જ્યાં બંને કર્મચારીઓ બાઈક અને કર્મચારી ઉપર સેનિટાઈઝર સ્પ્રે વડે સેનિટાઈઝ કરે છે.

  જોકે, વીડિયોમાં દેખાય છે એ પ્રમાણે એક કર્મચારી પોતાનું બાઈક સેનિટાઈઝ કરાવીને જાય છે. પરંતુ બીજો કર્મચારી સેનિટાઈઝ કરવા માટે કર્મચારીઓ પાસે ઊભો રહે છે. બંને કર્માચરીઓ તેના ઉપર સ્પ્રે કરે છે. જોકે, બાઈક આગળ વધે ત્યારે જ સાઈલેન્સરના ભાગેથી આગ ભભૂકી ઉઠે છે. અને બાઈક સવાર ડરી જાય છે. જ્યારે આગનો મોટો ભડકો થઈને ધીમી પડી જાય છે.

  આ પણ વાંચોઃ-ક્રિકેટ ચાહકો માટે ખુશીના સમાચાર! હાર્દિક પંડ્યા બનશે પિતા, સોશિયલ મીડિયા ઉપર શેર કરી ખુશખબરી

  ઉલ્લેખનીય છે કે સેનિટાઈઝરમાં આલ્કોહોલનું પ્રમાણ હોવાના કારણે ચાલુ બાઈકે આગ લાગી હતી. અને કર્મચારીઓના જીવ અધ્ધર થયા હતા. આ વીડિયો એવી રીતે સેનિટાઈઝ કરતા તમામ લોકો માટે દાખલા રૂપ છે.
  Published by:News18 Gujarati
  First published:May 31, 2020, 21:01 pm

  ટૉપ ન્યૂઝ