Home /News /gujarat /Veraval: ગુજરાતમાં કાસ્ટિંગ કાઉચની ચોંકાવનારી ઘટના, મોડલ બનવા માંગતી યુવતી પર દુષ્કર્મ

Veraval: ગુજરાતમાં કાસ્ટિંગ કાઉચની ચોંકાવનારી ઘટના, મોડલ બનવા માંગતી યુવતી પર દુષ્કર્મ

પોલીસે દુષ્કર્મની કલમ હેઠળ ગુનો નોંધી આરોપી આમ આદમી પાર્ટીના નેતાની ત્વરીત ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

casting couch incident: પીડિતા તેની બંન્ને મહિલા મિત્રો સાથે સોમનાથ દર્શન કરવા બસ મારફત આવી હતી. ત્યારે વિશ્વાસ ફિલ્મના ભગુભાઈને બસ સ્ટેન્ડએ બોલાવી મોડલ બનવાની ઈચ્છા ધરાવતી પીડિતાની ઓળખાણ કરાવી ત્યારે ભગુભાઈએ કહેલ કે, પીડિતાને ઓફીસે લઈ જઈ મોડેલિંગની કામની વાત કરી હતી.

વધુ જુઓ ...
  દિનેશ સોલંકી, વેરાવળ: "તું મારી સાથે સંબંધ રાખ હું તારૂ નામ દુનિયામાં ફેમસ કરી દઈશ" આ શબ્દો વેરાવળ આમ આદમી પાર્ટીના નેતા એવા ફિલ્મ મેકીંગ કંપનીના માલિકે કહી મોડેલ બનવા માંગતી યુવતી ઉપર બળજબરીથી દુષ્કર્મ આચાર્યુ હોવાના આક્ષેપ સાથે પીડીત યુવતીએ ફરીયાદ નોંધાવી છે. પોલીસે દુષ્કર્મની કલમ હેઠળ ગુનો નોંધી આરોપી આમ આદમી પાર્ટીના નેતાની ત્વરીત ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કાસ્ટીંગ કાઉચનો મામલો સામે આવતા પંથકમાં ચકચાર પ્રસરી ગઈ છે.

  વેરાવળમાંથી સામે આવેલ કાસ્ટીંગ કાઉચના મામલાની પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ મોડેલ બનાવની ઈચ્છા હોવાથી તે લાઈનમાં જવા પીડિત યુવતીએ તેની મહિલા મિત્રને વાત કરી હતી. જે અંગે તેણીએ તેની અન્ય એક મહિલા મિત્ર થકી ઓળખાણ થયેલ ત્યારે તેણીએ વેરાવળમાં રહેતા એવા વિશ્વાસ ફિલ્મના માલીક ભગુભાઈ વાળાને ઓળખતી હોય તેની સાથે વાત કરીને પરીચય કરાવી દેશે તેવી વાત કરી હતી.

  આ દરમિયાન ગઈકાલે પીડિતા તેની બંન્ને મહિલા મિત્રો સાથે સોમનાથ દર્શન કરવા બસ મારફત આવી હતી. ત્યારે વિશ્વાસ ફિલ્મના ભગુભાઈને બસ સ્ટેન્ડએ બોલાવી મોડલ બનવાની ઈચ્છા ધરાવતી પીડિતાની ઓળખાણ કરાવી ત્યારે ભગુભાઈએ કહેલ કે, પીડિતાને ઓફીસે લઈ જઈ મોડેલિંગની કામની વાત કરી હતી. બાદમાં પીડિતાને બાઇકમાં બેસાડીને ભગુભાઈ લવકુશ એપા.માં આવેલ તેના ફ્લેટ ઉપર લઈ ગયા હતા. જ્યાં બે ફોટોગ્રાફર આવેલ તેમની હાજરીમાં બે દિવસ બાદ કોઈ ફાર્મ હાઉસમાં પીડિતાનું મોડેલિંગ ફોટોશુટ કરવાનું નક્કી કર્યુ હતુ. બાદમાં બંન્ને ફોટોગ્રાફરો નીકળી જતા ફ્લેટમાં પીડિતા અને ભગુભાઈ એકલા બેઠા હતા. ત્યારે ભગુભાઈએ પીડિતાની બાજુમાં આવીને કહેલ કે,"તું મારી સાથે સંબંધ રાખ હું તારૂ નામ દુનિયામાં ફેમસ કરી દઈશ".

  આ પણ વાંચો: જાણો નવરાત્રીના નવ દિવસ GMDC ગ્રાઉન્ડમાં કયા કયા કલાકારો ધૂમ મચાવશે

  તે સમયે ગભરાયેલા પીડિતાએ તમે આવું ન કરવાનું કહી રડવા લાગી હતી. ત્યારે ભગુભાઈએ હું કહું તેમ જ કર નહીંતર તને બદનામ કરી નાખીશ. તેમ કહીને બળજબરીથી પીડિતાની મરજી વિરૂદ્ધ શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચાર્યુ હતુ. બાદમાં આ વાત કોઈને કહેતી નહીં તેવી ધમકી આપી હતી. બાદમાં પીડિડતાને બંન્ને મહિલા મિત્રો સાથે પરત જવા નીકળી ગઈ હતી. ત્યારે પીડિતાના ગભરાયેલા હાવ ભાવ અંગે બંન્ને મહિલા મિત્રોએ પૂછતાં પીડિતાએ તેની સાથે ઘટેલ ઉપરોક્ત ઘટના વર્ણવી હતી. બાદમાં ત્રણેય મહિલા મિત્રો ફરીયાદ કરવા અર્થે રાત્રિના જ વેરાવળ પોલીસ સ્ટેશન પહોંચી દુષ્કર્મની ફરીયાદ નોંધાવી હતી.

  આ પણ વાંચો: અમેરિકાની એમેઝોન નદીમાં જોવા મળતી દુર્લભ માછલી વલસાડની ઔરંગા નદીમાંથી મળી આવી

  સમગ્ર મામલે DySP જી. બી. બાંભણીયા એ જણાવેલ કે, પીડિતાની કેફીયતના આધારે આરોપી વિશ્વાસ ફિલ્મ્સના માલિક ભગુ વાળા સામે આઈપીસી કલમ 376 મુજબ ગુનો નોંધી પીડીતાનું મેડીકલ ચેકઅપ કરાવ્યુ હતુ. આ ગુનાના આરોપી ભગુ વાળાની ત્વરીત ધરપકડ કરી લેવામાં આવી છે. હાલ તેનો કોવિડ ટેસ્ટ કરાવવા તજવીજ હાથ ધરવામાં આવી છે. આ ઘટનામાં પુરાવા એકત્ર કરવા અંગે કાર્યવાહી હાથ ધરી છે. નોંધનીય છે કે, વેરાવળમાં સામે આવેલા કાસ્ટીંગ કાઉચના મામલાની આરોપી ભગુ વાળા ઘણા વર્ષોથી જિલ્લા કોંગ્રેસના નેતા તરીકે સક્રીય હતા અને તાજેતરમાં જ તેઓએ કોંગ્રેસ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. આ ઉપરાંત તેઓ કલાકારોને યોગ્ય સ્થાન મળી રહે તે માટે એક સંસ્થા પણ ચલાવતા હોવાની માહિતી સૂત્રો પાસેથી જાણવા મળી રહી છે. ત્યારે એક મોડેલ બની કેરીયર બનાવવાનું સ્વપ્ન સેવેલ યુવતી સાથે કરેલ દુષ્કર્મના કૃત્યથી પંથકમાં ચકચાર પ્રસરી ગઈ છે.
  Published by:rakesh parmar
  First published:

  Tags: Gujarati news, Veraval News, ગુજરાત, વેરાવળ

  विज्ञापन
  विज्ञापन