કરણી સેનાએ રાજપૂત મહિલાઓના સન્માનના નામ પર દેશભરમાં તોફાનો કર્યા છે. પરંતુ શું તમે જાણો છો કે કરણી સેનાના નેતાઓ ખતરનાક ગુંડાઓ છે? ન્યૂઝ 18એ જ્યારે કરણી સેનાના નેતાઓ અંગે તપાસ કરી ત્યારે ચોંકવનારી હકીકત સામે આવી હતી. તેમની સામે ગંભીર ગુનાના કેસ ચાલી રહ્યા છે. તેમના પર શારીરિક શોષણ, અપહરણ, હત્યા અને હિંસા ભડકાવવાના ગંભીર આરોપ છે.
સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'પદ્માવત'ને સુપ્રીમ કોર્ટમાંથી ગ્રીન સિગ્નલ મળ્યું હોવા છતાં કરણી સેના તેનો વિરોધ કરી રહી છે. વિરોધ કરનાર લોકો કોણ છે? ન્યૂઝ 18એ જ્યારે તેની તપાસ કરી ત્યારે માલુમ પડ્યું કે કરણી સેનાના ત્રણ મોટા નેતાઓ હિસ્ટ્રીશીટર છે. આ ત્રણેય નેતા રાજસ્થાનના છે.
અમારી તપાસમાં માલુમ પડ્યું છે કે આ ત્રણેય નેતા ફક્ત કોમી તોફાનો જ નથી કરાવતા પરંતુ મહિલાઓનું સન્માન પણ નથી કરતા. ત્રણમાંથી બે નેતાઓ વિરુદ્ધ મહિલાઓ સામે અત્યાચારના કેસ ચાલી રહ્યા છે. એટલું જ નહીં તેમની સામે હત્યા અને હત્યાના પ્રયાસના કેસ ચાલી રહ્યા છે. પરંતુ અફસોસની વાત છે કે આ લોકો રસ્તા પર ઉતરીને રાજપૂત મહિલાઓની સન્માનની વાતો કરી રહ્યા છે.
નેતાઓ સામે ગુનાહિત કેસ
1) સુખદેવ સિંહ ગોગામેડી, પ્રમુખ, રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના
- સુખદેવ સિંહ સામે 21 કેસ નોંધાયેલા છે. - જેમાંથી સાત કેસ ગંભીર પ્રકારના ગુનાના છે. - 2003માં હત્યાના કેસમાં તેમનો દોષી જાહેર કરાયા હતા. - 2013માં આર્મ્સ એક્ટ હેઠળ તેને દોષી જાહેર કરાયા હતા. - 2016થી તેમની સામે શારીરિક શોષણનો કેસ ચાલી રહ્યો છે.
2) મહિપાલ સિંહ મકરાણા, પ્રમુખ, શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના
- વર્ષ 2017માં તેની સામે હત્યાના પ્રયાસ અને કોમી તોફાન ભડકાવવાનો કેસ નોંધાયો છે. - તેમની સામે હિંસા ફેલાવવી, ખતરનાક હથિયારના ઉપયોગ, હત્યાનો પ્રયાસ, સરકારી અધિકારીને ઈજા પહોંચાડવી, ઘર હડપ કરવા માટે હુમલો, ચોરી સહિતના કેસ નોંધાયેલા છે. - 2017માં તેમની સામે શારીરિક શોષણનો કેસ નોંધાયો છે. આ ઉપરાંત અપહરણ અને બળજબરીથી લગ્ન કરવાનો કેસ પણ નોંધાયેલો છે.
3) અજીત સિંહ મામડોલી, વડા, શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના સમિતિ
- વર્ષ 2010માં તેમની સામે IPCની કલમ 188, 147(હુલ્લડ), 148( હુલ્લડ, ખતરનાક હથિયારનો ઉપયોગ), 323 (જાણી જોઈને નુકસાન) પહોંચાડવાના કેસ નોંધાયેલા છે. - વર્ષ 2011માં તેમની સામે કોમી તોફાનો કરવાનો કેસ નોંધાયેલો છે.
ઝેબા વારસી
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર