Fake Currency Notes: રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસ દ્વારા નકલી નોટના આંતરરાજ્ય કૌભાંડ મામલે મુખ્ય સૂત્રધાર કમલેશ ઉર્ફે કનૈયાલાલ શિવનદાસ જેઠવાણીની ધરપકડ કરી છે. કમલેશ જેઠવાણીની મહારાષ્ટ્ર ખાતેથી ધરપકડ કરવામાં આવી છે. તેમજ તેની પાસેથી રૂપિયા 500ના દરની 2415 નંગ નકલી ચલણી નોટ કબજે કરવામાં આવી છે.
રાજકોટ: રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસ દ્વારા નકલી નોટના આંતરરાજ્ય કૌભાંડ મામલે મુખ્ય સૂત્રધાર કમલેશ ઉર્ફે કનૈયાલાલ શિવનદાસ જેઠવાણીની ધરપકડ કરી છે. કમલેશ જેઠવાણીની મહારાષ્ટ્ર ખાતેથી ધરપકડ કરવામાં આવી છે. તેમજ તેની પાસેથી રૂપિયા 500ના દરની 2415 નંગ નકલી ચલણી નોટ કબજે કરવામાં આવી છે. ત્યારે પોલીસે કમલેશ જેઠવાણીને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરશે. કોર્ટ દ્વારા કમલેશ જેઠવાણીના કેટલા દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવે છે તે જોવું અતિ મહત્વનું બની રહેશે.
આ મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી
ન્યુઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનના કે એન ભુકાણે જણાવ્યું હતું કે, ‘નકલી ચલણી નોટ મામલે પોલીસે અગાઉ ભારત ઉર્ફે કિશોર મેરામભાઇ બોરીચા, તેજસ ઉર્ફે ગોપાલ રાજુભાઈ જસાણી, વિમલ બીપીનભાઈ થડેશ્વર, મયુર બીપીનભાઈ થડેશ્વર તેમજ ગુરપ્રિતસિંગ ઘનશ્યામદાસ કારવાણીની ધરપકડ કરી છે. પોલીસે રિમાન્ડમાં રહેલા આરોપી ભરત બોરીચાની પૂછપરછ દરમિયાન તેના વતન રાજુલા ખાતેથી ₹2,000ના દરની 1 નકલી ચલણી નોટ, 500ના દરની 143 નકલી ચલણી નોટ, 200ના દરની 99 નકલી ચલણી નોટ, ₹100ના દરની 272 નકલી ચલણી નોટ આમ કુલ અલગ અલગ દરની 515 નંગ નકલી ચલણી નોટ કબજે કરી છે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ ભારત બોરીચાએ આંગડિયા પેઢીમાં જમા કરાવેલી રૂપિયા 500ના દરની 513 નકલી ચલણી નોટ કબજે કરી છે. આમ અત્યાર સુધીમાં તપાસ દરમિયાન અલગ અલગ દરની કુલ 3,443 નકલી ચલણી નોટ કબજે કરવામાં આવી છે. પોલીસે હાલ આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે સાથે પોલીસે આરોપીઓ પાસેથી મુદ્દામાલ પણ કબ્જે કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, પોલીસ તપાસમાં આરોપી ભરત બોરીચાએ ગુના અંગે કબુલાત આપતા જણાવ્યું છે કે, ‘ફેક્ટરી ફડચામાં જતા દેવું વધી ગયું હતું. જે દેવું ઉતારવા માટે તેણે નકલી ચલણી નોટ વટાવી અસલી ચલણી નોટ મેળવી દેવું ઉતારવાનું નક્કી કર્યું હતું. જે માટે તેણે મહારાષ્ટ્રના વતની કમલેશ જેઠવાણી પાસેથી 45% અસલી ચલણી નોટ આપી તેની પાસેથી 100% નકલી ચલણી નોટ મેળવી હતી.’
Published by:Vimal Prajapati
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર