મોરારિબાપુ પર હુમલાનો પ્રયાસ : વિવાદના અંત માટે સરકારે ભૂપેન્દ્રસિંહને મેદાને ઉતાર્યાં

મોરારિબાપુ પર હુમલાનો પ્રયાસ : વિવાદના અંત માટે સરકારે ભૂપેન્દ્રસિંહને મેદાને ઉતાર્યાં
મોરારિબાપુ પર હુમલાનો પ્રયાસ : વિવાદના અંત માટે સરકારે ભૂપેન્દ્રસિંહને મેદાને ઉતાર્યાં

આ વિવાદ વધારે ન વકરે તે માટે રાજ્ય સરકાર એક્શનમાં આવી, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા મધ્યસ્થી માટે મહુવા જવા રવાના

 • Share this:
  અમદાવાદ : દેવ-ભૂમિ દ્વારકા (Devbhoomi Dwarka) ખાતે મોરારિબાપુ (Morari Bapu )પર ભાજપના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક દ્વારા હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેના સૌરાષ્ટ્રમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. શુક્રવારે આ મામલે તલગાજરડા (Talgajarda) સજ્જડ બંધ રહ્યું હતું. શનિવારે આ મામલે મહુવા (Mahua)અને વિરપુર જલારામ (Virpur Jalaram) સજ્જડ બંધ રહ્યા છે. આ વિવાદ વધારે ન વકરે તે માટે રાજ્ય સરકાર એક્શનમાં આવી છે.

  રાજ્ય સરકારે વિવાદને પૂર્ણ કરવા માટે મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને મધ્યસ્થી કરવા માટે મેદાનમાં ઉતાર્યા છે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા મધ્યસ્થી માટે મહુવા જવા રવાના થયા છે. એવી માહિતી છે કે ભૂપેન્દ્રસિંહ સાથે પબુભા માણેક પર મહુવા જશે અને આ વિવાદને શાંત કરવાનો પ્રયત્ન કરશે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ આ હુમલાની કડક શબ્દોમાં નિંદા કરી હતી.  આ પણ વાંચો - મારા તરફથી વિવાદ પૂર્ણ, હું માફી માંગનાર અને આપનાર વ્યક્તિ છું : મોરારિબાપુ

  સુરતમાં સાધુ સમાજ પણ મોરારિબાપુના સમર્થનમાં આવ્યા છે. તેમણે પબુભા માણેક વિરુદ્ધ પગલાં લેવાની માંગ સાથે વિરોધ નોધાવ્યો છે. આ સાથે અમદાવાદમાં પણ નિર્મોહી અખાડાના સાધુ સંતોએ મોરારિબાપુના સમર્થનમાં વિરોધ નોંધાવ્ચો હતો.

  શું છે મામલો

  ભગવાન કૃષ્ણ પર કરેલા નિવેદનના વિવાદ બાદ દ્વારકા જઈને માફી માંગવા પહોંચેલા મોરારિબાપુ પર ભાજપના પૂર્વ ધારાસભ્ય પબૂભા માણેક દ્વારા હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. મોરારિબાપુ જ્યારે બેઠા હતા તે સમયે હુમલાનો પ્રયાસ થયો હતો. મોરારિબાપુ પર હુમલો થાય તે પૂર્વે જામનગરના સાંસદ પૂનમ માડમ દ્વારા તેમને બચાવી લેવાયા હતા.
  Published by:Ashish Goyal
  First published:June 20, 2020, 16:37 pm

  ટૉપ ન્યૂઝ