સુરતઃ સુરતમાં (Surat) રાંડેર વિસ્તારમાં (Rander) શિક્ષકના 8 માસના બે જોડિયા બાળકોને સાચવવા રાખેલી કેરટેકરેનો (Caretaker) ઘરનો ગુસ્સો બાળક પર ઉતાર્યો હતો બનાવને પગલે સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા. કેરટેકરે પોતાની સાસુનો ગુસ્સો બાળક ઉતારી નાખ્યો હતો. બાળકને કેરટેકરે પલંગ પર 5થી 7 વાર પછાડી, તમાચો મારી, હવામાં ઉછાળી માર માર્યો હતો. બાળકને માથામાં પાછળના ભાગે 3 જગ્યાએ ગંભીર ઈજા થઈ હતી.
બાળકની મેડિકલ તપાસમાં માથામાં બે ફ્રેક્ચર (Fracture) અને બે હેમરેજ હોવાનું સામે આવ્યું છે. 8 માસનું બાળક હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યું છે.બાળક જલ્દી સ્વસ્થ થઈને ઘરે પરત ફરે તેવી પ્રાર્થના શહેરીજનો કરી રહ્યા છે તબીબ માં કહેવા અનુસાર બાળક નું ફરીથી સીટી સ્કેન કરવામાં આવશે. અને જો બાળક નું સીટી સ્કેન રિપોર્ટ સારો આવશે બાળકની રિકવરી આવી શકે છે ત્યારે આ બાળક જીવિત રહે તેવી પ્રાર્થના પણ સુરત વાસીઓ કરી રહ્યા છે.
કેરટેકરેનો કરતુંતનો પર્દાફાશ સીસીટીવી કેમેરા મહત્વના કામે લાગ્યા બાળકની સારસંભાળ રાખનાર કેરટેકર મહિલા આરોપી કોમલ રવિ ચાંદલેકર પર બાળકના પરિવાજનોને શંકા ગઈ હતી કે કેરટેકર બાળક ની સંભાળની જગ્યા રોવડાવી રહી છે ત્યારે આ મામલે બાળક ના દાદી આ અંગેની જાણ પોતાના પુત્રને કરી હતી અને બાદમાં પુત્રએ પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને ગુપ્ત રીતે એક સાબુના પૂંઠાના બોક્સ સીસીટીવી કેમરો ગોઠવી દીધો હતો.
કેમેરા ફિટ કર્યા બે દિવસ બાદ જ આ ઘટના બનની હતી જેમાં કેરટેકર દ્વારા બાળકને હવામાં ઉડાવીને પછાડયું હતું અને બાદમાં બાળક બે ભાન થઈ જતા આખરે મહિલાએ પરિવાજન જાણ કરતા તુરન્ટ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું જોકે બાદ માં બાળકના પરિવાજનો રૂમમાં મુકેલ સીસીટીવી કેમેરાના ફૂટેજ જોતા સમગ્ર ઘટના નો લરદફશ થયો હતો અને બાદ માં લરીવાજનો દ્વારા રાંદેર પોલીસ મથકે જઇને સમગ્ર હકીકત જણાવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી બાદમાં રાંદેર પોલીસે કેરટેકર સામે હત્યાનીંકોશિષનું ગુનો દાખલ કરીને મહિલા કોમલ રવિ ચાંદલેકર ધરપકડ કરી ને જેલની હવા ખાતી કરી દીધી છે ..
કેરટેકર બીજું કોઈ નહીં પણ મિત્રની પત્ની હતી?
મહત્વની વાત એ છે બાળકને માથામાં પાછળના ભાગે 3 જગ્યાએ ગંભીર ઈજા થઈ હતી. પરિવારે ઘરના સીસીટીવી ચેક કરતા કોમલનો ભાંડો ફુટયો હતો. 8 માસનું બાળક હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યું છે. સાતમા માસે જન્મેલા બંને બાળકની તબિયત નાજુક હોવાથી દોઢ મહિનો કાચની પેટીમાં રાખ્યા હતા, જેનો ખર્ચ 11 લાખ થયો હતો.
બાળકોની કાળજી રાખવા મિત્રની પત્ની પર વિશ્વાસ મુકી કેરટેકર તરીકે રાખનારે જ માસૂમને માર માર્યો હતો.પડોશીઓના કહેવા પ્રમાણે છેલ્લા એક સપ્તાહથી કેરટેકર કોમલ બાળકોને માર મારતી હોવાને કારણે બંને બાળકનો રડવાનો અવાજ પડોશીઓને આવતો હતો.
પરિજનને ફરિયાદ કરી હતી
શિક્ષકની પત્નીએ મિત્ર ના બાળકો સાથે આવું કર્યુંમહત્વની વાત એ છે આરોપી કેરટેકર કોમલનો પતિ રવિ અને બાળકનો પિતા મિતેશ બંને મિત્ર છે.બંને અલગ અલગ સ્કૂલમાં શિક્ષક છે. રવિએ પત્ની કોમલને મિત્રના બે બાળકોની દેખરેખ રાખવા છેલ્લા ત્રણ મહિનાથી મોકલી હતી. બાળકોનો ઉછેર માટે બીજા પર ભરોસો ન કરવો?
આ ઘટના પરથી દરેક વાલીઓને ચેતવાની જરૂર છે તમે ભલે જોબ કરતા હોય ઓન ઘરમાં રહેલા મોભીને તમારા બલકોમે ઉછેર કરવા આપો પણ નોકરી રાખીને કોઈ મહિલાને પોતાના બાળકોનો ઉછેર કરવા અપાય નહિ. ત્યારે દરેક પરિવારજન પણ આ વાત ને ધ્યાને રાખીને પોતાનો બાળકોનો ઉછેર જાતે કરે તેવી પણ અપીલ પરિવજન દ્વારા કરવામાં આવી રહી છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર