Home /News /gujarat /

કાન્સમાં રશિયાનો વિરોધ, ગ્રુપે કાળા કપડાં પહેરી સ્મોક ગ્રેનેડ ફેંકી યુક્રેનનો કર્યો સપોર્ટ

કાન્સમાં રશિયાનો વિરોધ, ગ્રુપે કાળા કપડાં પહેરી સ્મોક ગ્રેનેડ ફેંકી યુક્રેનનો કર્યો સપોર્ટ

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ

Cannes Film Festival: 22 મેના રોજ રેડ કાર્પેટ ઇવેન્ટમાં મહિલાઓનું એક ગ્રુપ કાળા કપડાં પહેરીને આવ્યું હતું અને યુક્રેનના સપોર્ટમાં બેનર બતાવ્યા હતા. ત્યારબાદ રેડ કાર્પેટ પર કંઈક ફેંકવામાં આવ્યું હતું અને પછી ધુમાડો ફેલાઈ ગયો હતો. બેનર પર 'એ વુમન' સંબોધન સાથે મહિલાઓના નામની એક લાંબી યાદી બનાવવામાં આવી હતી

વધુ જુઓ ...
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: કાન ફિલ્મ ફેસ્ટિવલનાં (Cannes Film Festival) રેડ કાર્પેટ પર રવિવાર, 22 મેના રોજ મહિલાઓએ યુક્રેનના સપોર્ટમાં પ્રદર્શન કર્યું હતું. રશિયન સૈનિકનો વિરોધ કરતાં સ્મોક ગ્રેન્ડ એટલે કે ધુમાડાના ગોળા ફેંક્યા હતા. આ કારણે રેડ કાર્પેટ ઇવેન્ટ થોડીક મિનિટ માટે બંધ કરવી પડી હતી. આ પહેલાં એક મહિલાએ ન્યૂડ થઈ યુક્રેનનાં સપોર્ટમાં ઉતરી હતી. 22 મેના રોજ રેડ કાર્પેટ ઇવેન્ટમાં મહિલાઓનું એક ગ્રુપ કાળા કપડાં પહેરીને આવ્યું હતું અને યુક્રેનના સપોર્ટમાં બેનર બતાવ્યા હતા. ત્યારબાદ રેડ કાર્પેટ પર કંઈક ફેંકવામાં આવ્યું હતું અને પછી ધુમાડો ફેલાઈ ગયો હતો. બેનર પર 'એ વુમન' સંબોધન સાથે મહિલાઓના નામની એક લાંબી યાદી બનાવવામાં આવી હતી

    'ડેડલાઇન'નાં અહેવાલ અનુસાર 'હોલી સ્પાઇડર' ફિલ્મનાં પ્રીમિયર દરમિયાન આ સ્મોક ગ્રેનેડની ઘટના બની હતી. આ ફિલ્મ ઈરાનની ફેમિનિસ્ટ થ્રિલર છે. ફિલ્મમાં એક એવી મહિલાની વાત કરવામાં આવી છે, જે વેશ્યાઓને મારનાર પુરુષને ટ્રેક કરીને તેને પકડે છે.

    બે દિવસ પહેલાં મહિલાનો ન્યૂડ દેખાવો
    શુક્રવાર, 20 મેના રોજ કાન ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન એક મહિલાએ યુક્રેનના સમર્થનમાં ન્યૂડ દેખાવો કર્યો હતો. આ મહિલાએ પોતાના શરીર પર પેઇન્ટથી બ્લૂ તથા યલો રંગનો યુક્રેનનો ધ્વજ બનાવ્યો હતો. આ ધ્વજની ઉપર બ્લેક રંગથી મેસેજ લખવામાં આવ્યો હતો કે 'સ્ટોપ રેપિંગ અસ.' આ ઉપરાંત મહિલાએ પગમાં બ્લડ રેડ રંગ લગાવ્યો હતો.

    મહિલા યુક્રેનમાં રેપ વિરુદ્ધ ન્યૂડ થઈ હતી
    આ મહિલાએ યુક્રેનમાં રશિયન સૈનિકો મહિલાઓ પર રેપ કરતાં હોવાની વાત કહીને આ ઇન્ટરનેશનલ પ્લેટફોર્મનો ઉપયોગ કર્યો હતો. આથી તેણે રેડ કાર્પેટ પર 'સ્ટોપ રેપિંગ અસ' ના નારા લગાવ્યા હતા. જોકે, ગાર્ડ્સે કપડાંથી મહિલાનું શરીર ઢાંકીને રેડ કાર્પેટ ઇવેન્ટમાંથી હટાવી લીધી હતી.  આ મહિલાની પીઠ પર SCUM લખ્યું હતું. SCUM એક કટ્ટરપંથી ફેમિનિસ્ટ એક્ટિવિસ્ટ ઓર્ગેનાઇઝેશન છે. આ ઓર્ગેનાઇઝેશને સોશિયલ મીડિયામાં મહિલાની તસવીર શેર કરીને કહ્યું હતું, 'આ એક્ટિવિસ્ટે રશિયન સૈનિકો દ્વારા યુદ્ધ દરમિયાન યુક્રેનની મહિલાઓ પર કરેલા બળાત્કાર તથા યૌન ઉત્પીડનને ઉજાગર કર્યું છે.'
    Published by:Margi Pandya
    First published:

    Tags: Cannes 2022, Cannes Film Festival

    આગામી સમાચાર