સુરત પોલીસની લાલિયાવાડી : LRDમાં પસંદગી પામેલા 187 ઉમેદાવારોને બે મહિનાથી હાજર ન કરતા વિવાદ


Updated: February 20, 2020, 8:07 PM IST
સુરત પોલીસની લાલિયાવાડી : LRDમાં પસંદગી પામેલા 187 ઉમેદાવારોને બે મહિનાથી હાજર ન કરતા વિવાદ
ઉમેદવારોનો આક્ષેપ છે કે સુરત પોલીસ તેમને છેલ્લા બે મહિનાથી ધક્કા ખવડાવી રહી છે.

સુરત પોલીસમાં પસંદગી પામેલા 187 ઉમેદવારોને ઘોર અન્યાય થયો હોવાની રજૂઆત સાથે પોલીસ કમિશનર કચેરી બહાર ધરણા

  • Share this:
સુરત : ગુજરાતમાં LRD પરીક્ષા બાદ ભરતીનો વિવાદ ચાલી રહ્યો છે ત્યારે આજે વધુ એક નવા વિવાદ નો ઉમેરો થયો છે. પરીક્ષા આપ્યા બાદ ભરતી પ્રક્રિયા પુરી કરી ફરજ પર હાજર થવા આવેલા 187 ઉમેદવારોને સુરત પોલીસ છેલ્લા બે મહિનાથી હાજાર નહિ કરતા યુવક અને યુવતીઓએ આજે આ મામલે પોલીસ ભવન ખાતે પહોંચીને વિરોધ નોધાવ્યો હતો.

ગુજરાત સરકાર માટે LRD  પરીક્ષાનો વિવાદ થંમભવાનું નામ નથી લેતો. જાણે આ પરીક્ષા સરકારના માટે માથાના દુખાવા રૂપ સાબિત થઈ રહી છે.  કારણકે 2018 માં પરીક્ષા બાદ પેપર ફૂટી જતા વિવાદ સર્જાયો હતો. જોકે બાદમાં ફરીથી પરીક્ષા લેવાઈ ત્યારબાદ ભરતી પ્રક્રિયાને લઇને  વિવાદ ઉભો થયો હતો.

હજુ તો તે વિવાદે સમ્યો  નથી ત્યાં તો પસંદગી પામેલા ઉમેદવારને પોલીસ વિભાગ હાજર નથી કરતું જેના કારણે નવો વિવાદ ઉભો થવા પામ્યો છે. સુરત પોલીસ માટે 187 લોકોની પસંદગી બાદ ટ્રેનિંગ ને મેડિકલ ચેકિંગ પૂરું થઇ ચુક્યું છે છતાં તેમને ફરજ પર હાજર નહીં કરાતા વિવાદ થયો છે.

આ પણ વાંચો :  સુરત : દિલ્હીની ભવ્ય જીત બાદ કેજરીવાલની નજર ગુજરાત પર, AAP ચૂંટણીમાં ઉમેદવારો લડાવશે

એલઆરડીમાં પસંદ થયેલા ઉમેદવારોની માંગણી નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.


જોકે, આ તમામ લોકો છેલ્લા બે મહિનાથી સુરત પોલીસ ભવન ખાતે ઘક્કા ખાઈ રહ્યા છે પણ તેમને હાજર કરવામાં આવતા નથી. જોકે તેમની સાથે જે ઉમેદવાર ની પસંદગી થઇ ચૂકી છે તે તમામ અલગ અલગ જિલ્લામાં છેલ્લા બે મહિનાથી ફરજ પર હાજર થઈને પગાર પણ લઇ રહ્યા છે. ત્યારે સુરતના આ ઉમેદવારોને હાજર નહીં કરાતા તેમનામાં  રોષ જોવા મળ્યો હતો. જોકે આ મામલે સુરત પોલીસનાં ઉચ્ચ અધિકારી કોઈ પણ જવાબ નથી આપતા અને આજ પરિસ્થિતી રહી તો આગામી દિવસ માં તેમનો ગુસ્સો ફાટી નીકળશે અને તેનો રોષ સરકારને બનાવાનો વારો આવશે. જોકે આજે જવાબ નહિ મળે ત્યાં સુધી તેવો સુરત પોલીસ કમિશનર ભવન છોડવાના નથી અને ત્યાં બેસીને વિરોધ નોંધાવી રહ્યા છે.
First published: February 20, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading