દાદરા નગર હવેલીના સેલવાસમાં બનશે અધ્યતન મેડિકલ કોલેજ, કેન્દ્રની જાહેરાત

News18 Gujarati
Updated: November 23, 2018, 7:41 AM IST
દાદરા નગર હવેલીના સેલવાસમાં બનશે અધ્યતન મેડિકલ કોલેજ, કેન્દ્રની જાહેરાત
દાદરા એન્ડ નગર હવેલીના પ્રશાસને સેલવાસમાં મેડિકલ કોલેજની સ્થાના માટે બે વર્ષમાં 189 કરોડ ખર્ચ થવાનો અંદાજ લગાવ્યો છે.

દાદરા એન્ડ નગર હવેલીના પ્રશાસને સેલવાસમાં મેડિકલ કોલેજની સ્થાના માટે બે વર્ષમાં 189 કરોડ ખર્ચ થવાનો અંદાજ લગાવ્યો છે.

  • Share this:
કેન્દ્રીય મંત્રીમંડળે ગુરુવારે કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીના લોકો માટે મોટી જાહેરાત કરી છે. વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં નિર્ણય લેવાયો કે સેલવાસમાં એક અધ્યતન મેડિકલ કોલેજની સ્થાપના કરવામાં આવશે. બેઠકમાં આ પ્રસ્તાવને મંજૂરી મળી ગઇ છે.

આ પણ વાંચો જંગલના રાજાને ડિસ્ટર્બ ન કરાય, સિંહનો મારણ કરતો વીડિયો વાયરલ

દાદરા એન્ડ નગર હવેલીના પ્રશાસને સેલવાસમાં મેડિકલ કોલેજની સ્થાના માટે બે વર્ષમાં 189 કરોડ ખર્ચ થવાનો અંદાજ લગાવ્યો છે. વર્ષ 2018-19 માટે 114 કરોડ રૂપિયા અને 2019-20ના વર્ષ માટે 75 કરોડ રૂપિયાનું બજેટ હશે, આ સિવાય દર વર્ષે 150 વિદ્યાર્થીને એડમિશન અપાશે.

 સરકારની જાહેરાત પ્રમાણે આ પરિયોજના 2019-20 સુધીમાં પૂર્ણ કરી દેવાશે અને તેનું બાંધકામ અને સંચાલન ભારતીય મેડિકલ કાઉન્સિલ તથા સ્વાસ્થ્ય એવં પરિવાર કલ્યાણ મંત્રાલયના દિશા-નિર્દેશો પ્રમાણે કરવામાં આવશે. મેડિકલ કોલેજના વાર્ષિક ખર્ચ કેન્દ્ર શાસિત પ્રદેશના બજેટ અંતર્ગત સંચાલિત કરવામાં આવશે.

અહીં ક્લિક કરી વાંચો કિર્તીદાન ગઢવીએ પુત્રને અનોખા અંદાજમાં કર્યું વ્હાલ, વીડિયો થયો વાયરલ

કેન્દ્ર સરકારની આ જાહેરાતથી તબીબી ઉપલબ્ધતામાં વૃદ્ધિ તથા ડોક્ટરોની સંખ્યામાં વધારો થશે. સાથે જ કેન્દ્ર શાસિત પ્રદેશના વિદ્યાર્થીઓ માટે મેડિકલ શિક્ષણ મેળવવાની વધુ તક મળશે. તથા જિલ્લા સ્તરે હોસ્પિટલોની મુશ્કેલીઓનો તાત્કાલિક ઉકેલ આવશે. તો સૌથી વધુ ફાયદો કેન્દ્ર શાસિત પ્રદેશની આસપાસ વસવાટ કરતાં લોકોને ઉત્તમ ગુણવતાવાળી મેડિકલ સારવાર મળી રહેશે.
First published: November 22, 2018, 10:28 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading