Home /News /gujarat /

સીએની નવી એજ્યુકેશન પોલિસીમાં પરિક્ષામાં પેપરોની સંખ્યા ઘટશે, 30 જૂન સુધી અભિપ્રાયો મંગાવાયા

સીએની નવી એજ્યુકેશન પોલિસીમાં પરિક્ષામાં પેપરોની સંખ્યા ઘટશે, 30 જૂન સુધી અભિપ્રાયો મંગાવાયા

ધ ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયા

આ સેમિનારમાં 1000થી વધુ લોકો હાજર રહ્યા હતાં, જેમાં વિદ્યાર્થીઓ, વાલીઓ સીએ મેમ્બર્સ અને કોર્પોરેટ જગતના નિષ્ણાતોનો સમાવેશ થાય છે.

અમદાવાદ: ધ ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયા (આઈસીએઆઈ)ની અમદાવાદ બ્રાન્ચ દ્વારા અમદાવાદમાં આવેલા સરદાર પટેલ સ્મારક ખાતે ચાર્ટર્ડ એકાઉન્ટન્સી અભ્યાસક્રમો માટે નવી એજયુકેશન પોલીસીના આધારે શિક્ષણ અને તાલીમની સૂચિત  યોજનાની જાણકારી આપવા સંદર્ભે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતુ, તેમ આઈસીએઆઈ અમદાવાદ બ્રાન્ચનાં ચેરપર્સન સીએ બિશન શાહે જણાવ્યું હતું. આ સેમિનારમાં 1000થી વધુ લોકો હાજર રહ્યા હતાં, જેમાં વિદ્યાર્થીઓ, વાલીઓ સીએ મેમ્બર્સ અને કોર્પોરેટ જગતના નિષ્ણાતોનો સમાવેશ થાય છે.

આઈસીએઆઈના ઉપપ્રમુખ સીએ અનિકેત તલાટીએ  જણાવ્યું હતું કે, ન્યૂ એજ્યુકેશન પોલિસી પ્રમાણે સીએ ફાઉન્ડેશનના કોર્સમાં વિદ્યાર્થીએ 4 પેપરોની પરિક્ષા આપવાની રહેશે. જ્યારે ઈન્ટરમિડીયેટમાં વિદ્યાર્થીએ 6 પેપરોની પરિક્ષા આપવાની રહેશે જે અગાઉ 8 પેપર હતાં. અને ફાઈનલમાં વિદ્યાર્થીએ 6 પેપરોની પરિક્ષા આપવાની રહેશે. જે અગાઉ 8 પેપર હતાં. અગાઉ સીએનો કોર્ષ કરનાર વિદ્યાર્થીને 3 વર્ષની આર્ટિકલશિપ કરવી પડતી હતી. જે હવે સીએનો અભ્યાસ કરતા વિદ્યાર્થીને 2 વર્ષની આર્ટિકલશિપ કરવાની રહેશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સૂચિત યોજનાની રચના કરતી વખતે, ચિંતાના વિસ્તારોની ઓળખ કરવામાં આવી હતી અને તેનું ઊંડાણપૂર્વક મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. શિક્ષણ અને તાલીમની યોજના વૈશ્વિક અપેક્ષાઓ સાથે મેળ ખાતી હોય તે સુનિશ્ચિત કરવા માટે પ્રસ્તાવના ઘડવામાં આવી હતી જે વ્યવસાયની સ્થિતિનું નિર્માણ કરે છે. સેલ્ફ-પેસ ઓનલાઈન મોડ્યુલનો ખ્યાલ રજૂ કરવામાં આવ્યો છે જેના દ્વારા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકે છે અને તેમની પોતાની ગતિએ પરીક્ષા આપી શકે છે. આ પ્રસંગે સેન્ટ્રલ કાઉન્સિલ મેમ્બર તથા બોર્ડ ઓફ સ્ટડીઝના ચેરમેન સીએ દયાનીવાશ શર્મા ઉપસ્થિત રહ્યા હતા અને

તેઓએ પ્રાસંગીક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે શિક્ષણ અને તાલીમની સૂચિત યોજના પર કોર્પોરેટ બાબતોના મંત્રાલયની સૈધાંતિક મંજૂરી 1 જૂન 2022ના રોજ મળ્યા બાદ અમે તમામ હિતધારકો પાસેથી મૂલ્યવાન સૂચનો માંગીએ છીએ. અત્યાર સુધીમાં અમને દેશભરમાંથી 15,000થી પણ વધારે સૂચનો પ્રાપ્ત થયા છે જે 30 જૂન સુધીમાં 25,000થી વધારે સૂચનો મળવાની અમને આશા છે. આ તમામ સૂચનો આવ્યા બાદ અમારી કમિટી તેનો રિવ્યૂ કરી યોગ્ય લાગતા સૂચનોની યાદી તૈયાર કરી સરકાર સમક્ષ રજૂ કરીશું. ત્યારબાદ નવી એજ્યુકેશન પોલિશિનો નવો કોર્ષ મે 2023 અથવા તો નવેમ્બર 2023થી અમલી બનવાની શક્યતા છે.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે ભારતના માનિનય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની દિર્ઘદ્રષ્ટી અનુસાર ઈન્ટરનેશનલાઈઝેશન ઓફ એજ્યુકેશન મુજબ ન્યૂ એજ્યુકેશન પોલિસી અંતર્ગત વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય સ્કીલ બેઈઝ લર્નીંગનો અભ્યાસક્રમ સીએનો કોર્ષ કરતા વિદ્યાર્થીઓએ ભણવાનો રહેશે. જેમાં ભારતીય બંધારણ, એથિક્સ એન્ડ ટેક્નોલોજી, ફોરેન્સીક, સાયકોલોજી, ફિલોસોફી, કોમ્યુનિકશેન અને એમએસએમઈ તથા સ્ટાટઅપને લગતી બાબતો ઉપર વધારે ભાર મૂકવામાં આવશે.

આ પ્રસંગે આઈસીએઆઈના સેન્ટ્રલ કાઉન્સિલ મેમ્બર સીએ પુરૂષોત્તમ ખંડેલવાલે જણાવ્યું હતું કે શિક્ષણ અને તાલીમની સૂચિત યોજના પર કોર્પોરેટ બાબતોના મંત્રાલયની સૈદ્ધાંતિક મંજૂરી જે મુખ્યત્વે નીચેની બાબતોને ધ્યાનમાં લઈને ઘડવામાં આવી છે. ● આંતરરાષ્ટ્રીય એકાઉન્ટન્સી સંસ્થાઓની શ્રેષ્ઠ પદ્ધતિઓ,● IFAC ના આંતરરાષ્ટ્રીય શિક્ષણ ધોરણો હેઠળ જરૂરીયાતો,● રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, 2020 ના મહત્વના પાસાઓ ● પ્રોફેશનલ એકાઉન્ટન્સી એજ્યુકેશનને ફરીથી દિશા આપવા માટે આંતરરાષ્ટ્રીય અભ્યાસક્રમની શરૂઆત.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Gujarat Education, અમદાવાદ, ગુજરાત

આગામી સમાચાર