રાધનપુર અને બાયડ વિધાનસભાની પેટાચૂંટણી 21 ઑક્ટોબરે યોજાશે

રાધનપુર અને બાયડ વિધાનસભાની પેટાચૂંટણી 21 ઑક્ટોબરે યોજાશે
ફાઇલ તસવીર

કેન્દ્રીય ચૂંટણી પંચ ( Election commission of India) દ્વારા ગુજરાતની ( Gujarat)ની 2 બેઠકો પર ચૂંટણી જાહેર કરાઈ

 • Share this:
  ન્યૂઝ 18 ગુજરાતી :  કેન્દ્રીય ચૂંટણી પંચે (central Election commission Of India)એ ગુજરાતની 3 વિધાનસભા બેઠક માથી રાધનપુર (RadhanPur) અને બાયડ(Bayad) બેઠક પર પેટાચૂંટણીની (Byelection) તારીખો જાહેર કરી છે. આ બેઠકો પર પણ ચાર બેઠકોની સાથે જ આગામી 21મી ઓક્ટોબરના રોજ મતદાન થશે, જ્યારે 24મી તારીખે પરિણામ જાહેર કરવામાં આવશે. હાલ ગુજરાત વિધાનસભાની સાત બેઠકો ખાલી હતી જેમાંથી ગઈકાલે ચાર બેઠકોની પેટાચૂંટણી જાહેર થઈ હતી. જોકે, આજે ફરીથી એક જાહેરાત કરી અને રાધનપુર અને બાયડની ચૂંટણી જાહેર કરાઈ છે.

  રાધનપુર બેઠક પરથી અલ્પેશ ઠાકોરે રાજીનામુ ધરી ભાજપ પ્રવેશ કર્યો એવી જ રીતે બાયડ બેઠક પરથી ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ રાજીનામુ ધરી ભાજપ પ્રવેશ કર્યો તેથી બંને બેઠકો ખાલી પડી હતી. ગઈકાલે અમરાઈવાડી, ખેરાલુ, થરાદ અને લુણાવાડા બેઠકોની પેટાચૂંટણી જાહેર થઈ હતી જ્યારે રાધનપુર, બાયડ અને મોરવા હડફ બેઠકોની જાહેરાત ન થતાં અનેક તર્ક વિતર્ક સર્જાયા હતા.  આ પણ વાંચો :  કાશ્મીર મુદ્દે અમિત શાહે કહ્યુ- કોંગ્રેસને રાજકારણ દેખાય છે, અમને દેશભક્તિ

  અલ્પેશે કહ્યું હતું કે તૈયાર છીએ

  ગઈકાલે ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં રાધનપુરના પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે ગમે ત્યારે ચૂંટણી થાય અમે તૈયાર છીએ. જ્યારે ધવલસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીને બાયડમાં તૈયારી કરવા વધારે સમય મળશે. જોકે, આ તમામ ઘટનાક્રમની વચ્ચે આજે ચૂંટણી જાહેર થઈ છે.

  21મીએ મતદાન 24મીએ મતગણતરી 

  રાજયમાં 21મી ઑક્ટોબરે 6 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી થશે જ્યારે 24મી ઑક્ટોબરે મતગણતરી યોજાશે. રાધનપુર અને બાયડ સિવાય તમામ બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયેલો હતો. આ બેઠકો પરથી ધારાસભ્યોને સાંસદમાં લઈ જવાતાં પેટાચૂંટણી યોજવાની ફરજ પડી હતી.

  આ પણ વાંચો :  Howdy Modi: અમેરિકામાં મોદીને પીરસાશે 'નમો થાળી', આવો હશે જાયકો! 

  બાયડ બેઠક : કોંગ્રેસના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા રાજીનામું આપીને ભાજપમાં જોડાતા બેઠક ખાલી પડી.

  રાધનપુર બેઠક : કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર રાજીનામું આપીને ભાજપમાં જોડાતા બેઠક ખાલી પડી.

  લુણાવાડા બેઠક : ભાજપના ધારાસભ્ય રતનસિંહ રાઠોડ પંચમહાલ લોકસભા બેઠક પરથી ચૂંટાતા બેઠક ખાલી પડી.

  અમરાઈવાડી બેઠક : ભાજપના ધારાસભ્ય એચ.એસ.પટેલ અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પરથી ચૂંટાતા બેઠક ખાલી પડી.

  ખેરાલુ બેઠક : ભાજપના ભરતસિંહ ડાભી પાટણ લોકસભા બેઠક પરથી ચૂંટાતા બેઠક ખાલી પડી.

  થરાદ બેઠક : ભાજપના ઉમેદવાર પરબત પટેલ બનાસકાંઠા લોકસભા બેઠકમાં વિજેતા બનતા બેઠક ખાલી પડી.

   
  First published:September 22, 2019, 16:05 pm

  टॉप स्टोरीज