Home /News /gujarat /

જામનગરઃ દિવ્યાંગો માટે બાય બાય નવરાત્રી યોજાઇ, મન મૂકી ગરબે ઝૂમ્યા

જામનગરઃ દિવ્યાંગો માટે બાય બાય નવરાત્રી યોજાઇ, મન મૂકી ગરબે ઝૂમ્યા

જામનગરઃ

જામનગરઃ દિવ્યાંગો માટે બાયબાય નવરાત્રી યોજાઇ, મન મૂકી ગરબે ઝૂમ્યા

જામનગર ખાતે દિવ્યાંગો માટે ખાસ એક દિવસીય બાય બાય નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું. દિવ્યાંગો માટે કામ કરતી ઓમ ટ્રેનિંગ સેન્ટર ?

  જામનગરઃ હાલમાં જ સમગ્ર રાજ્યમાં નવરાત્રીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી. ત્યારે જામનગર ખાતે દિવ્યાંગો માટે ખાસ એક દિવસીય બાય બાય નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું. દિવ્યાંગો માટે કામ કરતી ઓમ ટ્રેનિંગ સેન્ટર દ્વારા એક દિવસીય બાય બાય નવરાત્રીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનું નામ દિવ્યસંગી ગરબા ઉત્સવ રાખવામાં આવ્યું હતું જેમાં દિવ્યાંગ યુવક-યુવતીઓ મનમૂકીને ગરબે રમી માતાજીની આરાધના કરી હતી.

  જામનગરમાં આવેલા એમ્યુઝમેન્ટ પાર્કના ઓડિટોરિયમ ખાતે ઓમ ટ્રેનિંગ સેન્ટર દ્વારા બાયબાય નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું. એક દિવસીય આ કાર્યક્રમમાં આશાદીપ વિક્લાંગ ટ્રસ્ટના દિવ્યાંગ ભાઈઓ-બહેનો પરંપરાગત નવરાત્રીના ડ્રેસ પહેરી ગરબે ઝૂમ્યા હતા.
  Published by:Margi Pandya
  First published:

  Tags: Jamnagar News, Local News, જામનગર

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन